તમારા બાળકને રોજ ખવડાવો આ 1 વસ્તુ નહિ થાય લોહીની કમી

કિવી અત્યારનાં સમયમાં દરેક માતા-પિતા પોતાના બાળકના સ્વાસ્થ્ય માટે સતર્ક રહે છે. બાળકને સંપૂર્ણ પોષણ મળે તેનું ખાસ ધ્યાન પર રહેતા હોય છે, પરંતુ બાળક શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે તેની સંપૂર્ણ કાળજી રાખવી પડે છે. દરેક માતા-પિતાને પ્રશ્ન હોય છે કે પોતાના બાળકને શું ખવડાવવું અને શું ન ખવડાવું ? બાળકો પણ ખાવાની બાબતમાં ખૂબ જ નખરા કરતા હોય છે. ત્યારે બાળકોને ફળખવડાવવા જોઈએ. દરેક ફળ પોષક તત્વોથી ભરપૂર હોય છે.

બાળકોને ખાવા માટે એવી વસ્તુઓ આપવી જોઈએ, જેમાં પોષણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે. એવું પણ જોવામાં આવ્યું છે કે માતા-પિતા ઘણી મહેનતથી અમુક ખોરાક બનાવે છે અને બાળકો એ વાનગીને સ્પર્શ પણ કરતા નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ફળો દ્વારા પણ બાળકોને પોષક તત્વો આપી શકાય છે.

ત્યારે જો બાળકને કીવી ખવડાવવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક રહે છે. કિવીને અત્યંત પૌષ્ટિક ફળ માનવામાં આવે છે. તેમાં ફાઇબર, આયર્ન ભરપૂર માત્રામાં રહેલા હોય છે. કીવી ખાવાથી એનિમિયા અને કબજિયાત જેવી બીમારી થતી નથી. બાળકોના આહારમાં કીવી નો સમાવેશ કરતા પહેલા તમારે જાણવું જોઈએ કે, બાળકોને આ ફળ ખાવાથી કયા ફાયદા અને નુકસાન થાય છે.

કિવી

માટે આજે આ લેખમાં અમે તમને કીવી ના ફાયદા અને નુકશાન વિશેની સંપૂર્ણ માહિતી આપીશું. ઉપરાંત બાળકને કીવી કઈ ઉંમરે ખવડાવાય અને તેનાથી થતા ફાયદા શું છે, એ વિશે પણ જાણીશું એને ચાઇનીઝ ગુજબેરી પણ કહેવામાં આવે છે. એનો સ્વાદ મીઠો હોય છે. તેમાં વિટામિન, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આ ફળ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જેનાથી ઇમ્યુનિટી વધે છે. તેમાં કેલરી પણ ઓછી હોય છે.

કિવી બાળક ને ક્યારે ખવડાવવી 

પીડિયાટ્રીશિયનની સલાહ પ્રમાણે 8 થી 10 મહિના સુધી ના શિશુ ને ખવડાવી શકાય છે. જો કીવી ખવડાવ્યા બાદ બાળકને પેટમાં ગરબડ થતી હોય કે ડાયપર રેસિસ થાય તો થોડા મહીના સુધી શિશુને કિવી ખવડાવી જોઈએ નહીં.

બાળકને કિવી કઈ રીતે ખવડાડવું 

તમે કોઈપણ નવું ફૂડ બાળકને ખવડાવો છો તો, એ તમારા પર આધાર રાખે છે. જો તમે બાળકને કોઈ પણ નવું ફૂડ નથી ખવડાવ્યુ અને તમે પહેલી વાર કીવી ખવડાવી શકો છો. પહેલીવાર ક્યારેય એકસાથે બે ફૂડ ખવડાવવા જોઈએ નહીં. પહેલા તેને થોડીક માત્રામાં ખવડાવો અને જોવું કે તેના પર કેવી અસર થાય છે. જો તમને એવું લાગે કે બાળકને એનો સ્વાદ પસંદ આવે છે તો, તમે એને થોડી વધુ માત્રામાં દરરોજ ખવડાવી શકો છો.

કિવી ખાવાના ફાયદા 

કીવી ખવડાવવાથી બાળક ને વિટામિન સી સારી માત્રામાં મળે છે. જેનાથી ની સિસ્ટમ મજબૂત બને છે. કીવી ફાઈબરથી ભરપૂર હોય છે. જેનાથી બાળકને કબજિયાતની સમસ્યા થતી નથી અને બીમારી સામે લડવા એન્ટીઓક્સીડેન્ટ પણ મળી રહે છે. તેનાથી ઇમ્યુનિટી વધે છે. કીવી અન્ય ખાદ્ય પદાર્થોથી આયર્નનું શોષણ કરવામાં વધારો કરે છે.

જે બાળકોને આયર્નની ઉણપ હોય તેમને કિવી જેવા ફળો ખવડાવવા જોઈએ. તજજ્ઞોના મતે, કીવી એક આયર્નથી ભરપૂર ફળ છે અને તમે તેને નિયમિતપણે તમારા બાળકને ખવડાવી શકો છો. જો કે, કેટલીક પરિસ્થિતિઓમાં, બાળકને કીવી ખવડાવવાનું ટાળવું જોઈએ. તજજ્ઞોના મતે, જો બાળકને પેટની સમસ્યા હોય અથવા ફોલ્લીઓ હોય, તો તેને કીવી ખવડાવવી જોઈએ નહીં.

જો બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તો તેમને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ ઝડપથી થાય છે. એવું કહેવાય છે કે જે બાળક પ્રી-મેચ્યોર હોય છે, તેને ઘણીવાર નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે રોગોનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ડૉક્ટરની સલાહ પર, તમે તેને કીવીનું સેવન કરાવી શકો છો. કિવીમાં રહેલા ઘટકો બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે.

કિવી ખાવાથી શું થાય છે 

કિવીમાં ફાઈટોન્યુટ્રિયન્ટસ રહેલા હોય છે. જે ડીએનએ ને રિપેર કરવા મદદરૂપ થાય છે. આ ફળ ખાવાથી ત્વચાન હેલ્ધી બને છે. જેનાથી બાળક નો વિકાસ પણ સારો થાય છે. કીવી અસ્થમા, હાઈબીપી, પથરી અને સ્થૂળતા સામે રક્ષણ આપે છે.

કિવી ફળ ક્યારે ખવડાવું જોઈએ નહીં 

કિવી થી કોઈ એલર્જી તો થતી નથી. પરંતુ આ ફળ વધુ એસિડિક હોય છે. એનાથી ડાયપર રેસિસ થઈ શકે છે. જો કીવી ખાધા બાદ બાળકને પેટમાં પ્રોબ્લેમ, રેસિસ કે મોઢામાંથી થૂંક નીકળે તો તેને થોડા મહિના માટે આ ફળ ખવડાવવું જોઈએ નહીં. જો બાળકને એસિડ રીફલકસ હોય તો એક વર્ષ સુધી કીવી ખવડાવવું જોઈએ નહીં.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ કિવી ફળ વિશેની ખાસ બાળકો સાથે સંબંધિત જાણકારી, તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment