શરીરના મોટા ભાગના રોગ મટાડી દેશે ફક્ત આ એક જડીબુટ્ટી જાણો

નિષ્ણાંત હંમેશા આપણે લીલા પાંદડાવાળી શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. જેને ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક ગણા લાભ પ્રાપ્ત થાય છે લીલા પાન વાળી શાકભાજી મા સુવાની ભાજી નો પણ સમાવેશ થાય છે. આ એક પ્રકારની જડીબુટ્ટી છે. જે ત્વચાની સમસ્યાને દૂર કરે છે, હાડકા સ્વસ્થ રાખે છે, કેન્સરના જોખમ સામે રક્ષણ આપે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભકારી છે, અને ઇમ્યુનિટી વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

સુવાની ભાજીના બીજ અને મૂળ ત્રણે વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. સુવા ના પાનનો ઉપયોગ શાક બનાવવામાં અને બીજા અનેક ઔષધિમાં, ઉપરાંત મસાલાના તરીકે કરવામાં આવે છે. તેના સિવાય સુવાના બીજ થી બનેલા તેલ નો ઉપયોગ ઘરેલુ ઉપચાર તરીકે અને ખાવાનું બનાવવામાં પણ કરવામાં આવે છે. તો ચાલો એના અન્ય ફાયદા વિશે જાણીએ.

પાચન માટે ફાયદાકારક 

સુવાની ભાજી નો સૌપ્રથમ લાભ પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટેનો છે. તમને જણાવી દઈએ કે, યુનાની દવા માં નાના બાળકોને થતાં પેટ ના દુખાવાને ઓછો કરવા માટે સુવાને ફાયદાકારક બતાવવામાં આવ્યું છે. સૂવામાં કારમીનેટિવ અસરને કારણે પેટ ફુલવા ની સમસ્યામાં રાહત મળે છે. જેનાથી તે પાચનમાં પણ મદદરૂપ થાય છે. સુવાની આ અસરને ધ્યાનમાં રાખીને જ બાળકોના ગ્રાઈપ વોટર માં સુવા નો ઉપયોગ કરવામાં આવે છે. પાચન સંબંધી દરેક સમસ્યાઓ નો ઉપચાર કરવામાં માટે સુવાનો ઉપયોગ કરી શકાય છે.

હેડકીમાં ફાયદાકારક 

નિષ્ણાતની સલાહ પ્રમાણે હેડકી થી રાહત મેળવવા માટે વર્ષોથી સુવાનો ઉપયોગ કરવામાં આવે છે. હેડકી આવવાના મુખ્ય કારણોમાં એક કારણ છે પેટનું ફૂલવું, જેમાં સુવા ખૂબ જ મદદરૂપ થાય છે. સૂવામાં એન્ટીફ્લુટુલેન્ટ ગુણ રહેલા છે. જે પેટ ને ફુલતા અટકાવીને હેડકી રાહત અપાવે છે. જે લોકોની વારંવાર હેડકી ની સમસ્યા હોય, તે લોકો માટે સુવા ખૂબ જ લાભપ્રદ બને છે. એટલે કે જ્યારે હેડકી આવે ત્યારે સુવાના પાણી નો ઉપયોગ કરવો જોઈએ.

બ્લડ પ્રેશરમાં ફાયદાકારક 

હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે પણ સુવા ખૂબ જ અસરકારક સાબિત થાય છે. એક અધ્યયન પ્રમાણે બીજા અન્ય છોડની જેમ સુવામાં પણ એન્ટી હાઇપરટેન્સિવ ગુણ બતાવવામાં આવે છે. જેથી સુવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક બને છે.

ગર્ભાવસ્થા સમયે ઉપયોગી 

પ્રસૂતિ બાદ સુવાના બીજને મુખવાસ રૂપે અમુક ખાવાથી માતાના દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, એનાથી ગર્ભાશય સંકોચાય શકે છે. માટે સમય પહેલા એનું સેવન કરવાથી ગર્ભવસ્થા મુશ્કેલીમાં આવી શકે છે. સુવાના બીજનો ઉકાળો પીવાથી પ્રસુતિના સમયે દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. એક સંશોધન પ્રમાણે મહિલાઓને સુવા ના બીજનો ઉકાળો પીવાથી ગર્ભાવસ્થા ના તબક્કાના સમયગાળાને ઘટાડી શકાય છે.

પિરિયડસ માં થતા દુખાવાની સમસ્યા માટે ઉપયોગી 

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સુવાનો ઉપયોગ કરવાથી દુખાવો ઓછો થાય છે. તેને દર્દનિવારક દવા મેફાનામિક એસિડ સાથે સરખામણી કરી છે. સાથે જ અનિયમિત માસિક ધર્મ ની સમસ્યા પણ દૂર કરે છે. એમાં એ સમયે થતો પેટ નો દુખાવો એક સામાન્ય બાબત છે, પરંતુ કેટલીક મહિલાઓને વધુ પડતો દુખાવો થતો હોય, એવા સમયે તેનું સેવન કરવાથી રાહત મળે છે.

ગેસ, આફરો, અપચો દુર કરે છે 

સુવાદાણાનું અડધીથી પોણી ચમચી ચુર્ણ એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગૅસ, આફરો, ભરાવો, અપચો, અરુચી અને મંદાગ્ની મટે છે.

વાયુનો નાશ કરે છે 

સુવાની ભાજી વાયુનો નાશ કરે છે, એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.

ભૂખ લાગે છે 
સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે.

સ્મૃતિ શક્તિ વધે છે 

રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતીશક્તી વધે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો

અમને આશા છે કે, આજનો સુવાની ભાજીના ફાયદા અને ઉપયોગને દર્શાવતો લેખ તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment