દૂધમાં એક ચમચી નાખી ને દરરોજ સાંજે પીવો

આજે અમે તમને એક એવા મિશ્રણ વિશે જણાવવા જઈ રહ્યા છે જેનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા જ ઘણા બધા રોગોથી છુટકારો મેળવી શકશો આમ જોવા જઈએ તો આ મિશ્રણ ઘણા રોગોમાં અકસીર છે પણ કમરનો દુખાવો, લોહીની ઉણપ, સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો વગેરેમાં એ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

આજે અમે તમને જે મિશ્રણ વિશે જણાવીશું એ તમને ફક્ત 7 દિવસમાં જ રાહત આપશે. આ માટે તમારે સૌથી પહેલા 50 ગ્રામ જેટલા ફોફા વાળા ચણા એટલે કે કાબુલી ચણા લેવાના છે. તમને જણાવી દઈએ કે ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન સારા પ્રમાણમાં હોય છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો કાબુલી ચણાના સેવનથી એ ઉણપ દૂર થઈ શકે છે. આ ઉપરાંત સુગર અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ચણાનું સેવન લાભદાયી છે

એ બાદ તમારે અડધો કપ મખના લેવાના છે. મખનામાં સારું એવું કેલ્શિયમ હોય છે જે શરીરના સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, હડકાનો દુખાવો દૂર થાય છે એ પછી તમારે 20 નંગ જેટલી બદામ લેવાની છે. બદામ તમારા શરીરને શક્તિ આપી મજબૂત બનાવીને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત બદામ ખાવાથી તમારી સ્કિન ગ્લોઇંગ બને છે કારણ કે બદામમાં વિટામિન Eનું પ્રમાણ સારું હોય છે. એ પછી તમારે 2 ચમચી અખરોટ લેવાના છે. અખરોટ વિટામિન્સ અને મીનરલ્સથી ભરપૂર હોય છે. આ ઉપરાંત અખરોટ તમારી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે અને સાથે જ હેલ્થને લગતી અન્ય સમસ્યાઓ પણ દૂર કરે છે.

અખરોટમાં પ્રોટીન, મેગ્નેશિયમ, આર્યન, ફોસ્ફરસ, કોપર, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ વગેરે મળી રહે છે
ત્યારબાદ તમારે અડધી વાટકી જેટલા તલ લેવાના છે, સફેદ તલના સેવનથી શરીરમાં લોહીની ઉણપ થતી નથી, હૃદયરોગના દર્દીઓ માટે તલનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં લાવવામાં પણ તલ ઉપયોગી છે. સફેદ તલનું સેવન કરવાથી થાક લાગવો, નબળાઈ અને તણાવ ઠીક થાય છે.

હવે તમારે તજનો અડધો ઇંચ જેટલો ટુકડો લેવાનો છે. તજને તમે હળવા હાથે ઘસશો તો એનો પાઉડર બની જશે . એ પછી તમારે અડધું જાયફળ લેવાનું છે..એને પણ ઘસીને એનો પાઉડર બનાવી લેવાનો છે. અને એ બાદ આ બધાને ગળ્યું કરવા તમારે લેવાનો છે બે ચમચી સાકરનો પાઉડર.

કેવી રીતે બનાવશો મિશ્રણ

તમારે એક કડાઈને સ્લો ગેસ પર મુકવાની છે, ત્યારબાદ એમાં અડધી ચમચી ઘી નાખીને એને ગરમ થવા દો, એ પછી એમાં મખના નાખો અને એને થોડીવાર હલાવીને બહાર કાઢી લો. હવે એ જ કડાઈમાં બદામ નાખી એને થોડીવાર શેકાવા દો એ પછી તેમાં અખરોટ નાખીને હલાવો અને એ પછી એને બહાર કાઢી લો.
હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે તમે વસ્તુઓ ગરમ કરીને એનું સેવન કરો તો ફાયદો વધુ થાય છે પણ ગરમીની ઋતુમાં ગરમ ન કરો તો પણ ચાલે. હવે એ કડાઈમાં તલને પણ નાખીને બરાબર મિક્ષ કરીને શેકી લો. તલ શેકાશે એટલે એનો રંગ બદલાઇ જશે અને એ થોડા ફૂલી જશે એટલે એને પણ બહાર કાઢી લો.

એ પછી મખના, તલ, અખરોટ, ચણા આ બધી વસ્તુઓ મિક્સરમાં ક્રશ કરી પાઉડર બનાવી લો, આ પાઉડરને તમે 20થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

કેવી રીતે કરશો પાઉડરનું સેવન

તમારે ઓછા ફેટ વાળું દૂધ લેવાનું છે અને એની મલાઈ કાઢી લેવાની છે. હવે એ દૂધને ગરમ કરી લો, આ દૂધમાં બનાવેલો એક ચમચી પાઉડર મિક્સ કરીને સવારે નાસ્તો કર્યા પછી અને સાંજે જમ્યા પછી એક ગ્લાસ દૂધ પીવાનું છે. એક અઠવાડિયા સુધી આ દૂધનું સેવન કરશો તો એનાથી ખૂબ જ ફાયદો થાય છે. આ દૂધનું સેવન નાના બાળકો માટે પણ ખૂબ જ ગુણકારી સાબિત થાય છે

આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment