nariyal ki chatni ખજુરની, ફુદીનાની ચટણી બનાવવાની સરળ રીત

nariyal ki chatni

nariyal ki chatni રસોઈમાં ફુલ થાળી બનાવેલી હોય, લીલુ શાક, કઠોળ, દાળ, ભાત, મીઠાઈ, રોટલી, ફરસાણ પછી તેને પીરસવામાં આવે. આ થાળી આમ જુઓ તો સંપૂર્ણ ગણાય તેમ છતાં તેને જોતા જ લાગે કે કંઈક ખુટે છે. આ ખુટતી વસ્તુ એટલે ચટણી. જે અનેક ફરસાણ અને વાનગીઓનો સ્વાદ વધારી દે છે. માટે આજે અમે તમને વિવિધ ચટાકેદાર, સ્વાદિષ્ટ ચટણીની રેસિપી જણાવીશું

નારિયેળની ચટણી nariyal ki chatni

ચણી બનાવવા માટેની જરૂરી સામગ્રી :
1 કપ નારિયેળનું છીણ, 1/4 કપ સિંગદાણા, 1/4 કપ દાળિયા, 2 લીલા મરચા, સ્વાદ પ્રમાણે મીઠું, એક નાનો ટુકડો આદુ, 1 કપ સમારેલી કોથમીર, 1 ટીસ્પૂન તેલ, એક ચપટી હિંગ, 1/ 2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરૂ, 1 ડાળી મીઠા લીમડાના પાન

ચટણી બનાવવા માટેની રીત :
મિક્સર જારમાં ખમણેલું નારિયેળ, દાળિયા, સીંગદાણા, લીલા મરચા, આદુ-કોથમીર અને મીઠું ઉમેરીને ક્રશ કરી લેવું. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી મિક્સ કરીને સુવાળી પેસ્ટ તૈયાર કરવી. હવે તેને એક બાઉલમાં કાઢી લેવું. વઘાર કરવા માટે તેલ ગરમ કરીને તેમાં હિંગ, લાલ મરચા અને લીમડાના પાન ઉમેરીને વઘાર કરવો. તૈયાર થયેલા વઘારની ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લેવું. તૈયાર છે નારિયેળની ચટણી.

ફુદીના ની ચટણી :

ફુદીનાની ચટણી બનાવવા માટેની જરૂરી સામગ્રી :-
1 કપ સમારેલી કોથમીર, 1/4 કપ ફુદીનો, 5-6 લીલા મરચા, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ, 1 ટેબલસ્પૂન દાળિયા, 1 ટીસ્પૂન મરી, 1 ટીસ્પૂન શેકેલું જીરું, 1 ટીસ્પૂન સંચળ પાવડર, 2 ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદ પ્રમાણે, 4-5 બરફના ક્યુબ

ફુદીનાની ચટણી બનાવવાની રીત :

સૌપ્રથમ કોથમીર અને ફુદીનાની સારી રીતે ધોઈ લેવા. ત્યારબાદ ફુદીનો અને કોથમીર સુકાઈ જાય એટલે કોરા પાડીને પછી તેને સમારી લેવા. ત્યારબાદ મિક્સર જારમાં ઉપરની બધી સામગ્રી લઈને ચટણી બનાવી લેવી. ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે જરૂર પડે તો વધારે બરફ ઉમેરવો અને ચટણી તૈયાર કરવી. તૈયાર છે ફુદીનાની ચટણી. આ ચટણી ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે.

લીલી ચટણી ( તીખી ચટણી ) :

લીલી ચટણી બનાવવા માટેની જરૂરી સામગ્રી :-
1 પુડી લીલા ધાણા, 1નંગ લીંબુ, 1 ટુકડો આદુ, 10 તીખા મરચા, 1/2 વાટકી ખારી સિંગ, 1 ચમચી ખાંડ, મીઠું જરૂર પ્રમાણે, ધાણાને કૂણી દાળ સાથે સમારી લેવા. ત્યારબાદ મરચા આદુ સમારેલી લેવા. હવે પછી સીંગદાણાના ફોતરાં કાઢી, બધું મિક્સર જારમાં લઈને પીસી લેવું. તૈયાર છે ચટપટી ચટણી. જે ઘણી બધી ડીસીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને રાજકોટમાં ચટણી ખૂબ જ પ્રખ્યાત છે. આ ચટણી બજારમાં તૈયાર પેકેટમાં મળી એવી જ બનીને તૈયાર થાય છે.

મીઠી ચટણી ( આમલીની ચટણી ) 

જરૂરી સામગ્રી :-
1 લીટર પાણી, 2 -3 ચમચી આમલીનો પલ્પ, 1 કપ ખાંડ, 1 ચપટી લાલ કલર, 1 ચમચી ક્રશ કરેલા ધાણા, 1 ચમચી કોર્ન ફ્લોર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1/4 ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું.

ચટણી બનાવવાની રીત :

સૌપ્રથમ એક વાસણમાં પાણી લઈને તેમાં ખાંડ ઉકળવા માટે મૂકવી. ખાંડ બરાબર ઓગળી જાય ત્યારે તેમાં આમલીનો પલ્પ નાખીને મિક્સ કરવો. હવે તેમાં ચીલી ફ્લેક્સ મીઠું, ધાણા અને કલર નાખીને સારી રીતે ઉકાળવા દેવું. ત્યારબાદ કોર્નફ્લોરમાં ઠંડુ પાણી નાખીને સ્લરી બનાવી લેવી. ત્યારબાદ તેની ઉપરની ચટણીમાં મિક્સ કરી પાંચ મિનિટ સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવા દેવું. તૈયાર છે ગરમાગરમ ટેસ્ટી ચટણી. જેને તમે સમોસા, પકોડા, ભજીયા, દાબેલી કે કોઈપણ ચટપટી વાનગી સાથે પીરસી શકો છો.

ખજૂર ની ચટણી :

ચટણી બનાવવાની સામગ્રી :

50 ગ્રામ આંબલી, 50 ગ્રામ ગોળ, 50 ગ્રામ ખજૂર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી મરચું પાવડર, 2 ચમચી ધાણાજીરું પાવડર

ચટણી બનાવવાની રીત :
સૌપ્રથમ ખજૂર અને આમલીને બરાબર ધોઈ લેવા. ત્યાર પછી તેમાં ગોળ ઉમેરવો. હવે એક તપેલીમાં ત્રણેય વસ્તુ લઈને કુકરમાં એક સીટી વગાડવી અથવા ગરમ પાણીમાં ઉકાળી લેવું. ત્યાર પછી ગરણાં થી ગાળી લેવું. તેમાં મીઠું, મરચું, ધાણાજીરું ઉમેરવા. સેવપુરી, ભેલ, પાણીપુરી, સમોસા બધા સાથે ચટણી ખૂબ જ સારી લાગે છે. તેને ફ્રીઝરમાં ડબ્બામાં સ્ટોર પણ કરી શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

આ પણ વાચો :- લસણની ચટણી બનાવવાની રીત

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજના લેખમાં જણાવેલ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment