kitchen hacks ખુબ જ ઉપયોગી ઘરગથ્થું ટીપ્સ જાણો

kitchen hacks

 ચોમાસામાં મચ્છર નો ત્રાસ વધી જતો હોય તો ?

kitchen hacks ચોમાસામાં મચ્છર નો ત્રાસ વધી જતો હોય છે. મચ્છરના ડંખને બીમાર પડવાના ભય પણ વધી જાય છે. પરંતુ અહીં જણાવેલ પ્રયોગ કરવાથી મચ્છર કરડશે નહીં અને તમે મચ્છરના ડંખ થી બચી શકશો. મચ્છરના ડમથી બચવા માટે લવિંગનું તેલ લગાડવું જોઈએ. જેથી મચ્છર તમારી પાસે ફરકશે પણ નહીં.

દરેકને ચા પસંદ હોય છે. તો ક્યારેક તમે ઉતાવળમાં હોય અને ગરમાગરમ ચા પીવાથી જીભ દાઝી જાય ત્યારે તરત જ કામ કરવું જોઈએ. જ્યારે જીભ દાઝી જાય ત્યારે જીભ પર ચપટી સાકર મુકવાથી રાહત મળે છે.

ગાલપચોડીયા થયા હોય ત્યારે ગાલપચોળિયા પર ગરમ પાણીમાં મીઠું નાખીને દરરોજ બેથી ત્રણ વાર કોગળા કરવા. બારીક મીઠું ઝીણા કપડા ની બેવડમાં મૂકીને ગળા પર બાંધવાથી ગાલપચોળીયામાં રાહત થાય છે.

 ખીલથી છુટકારો મેળવવા માટે

ખીલથી છુટકારો મેળવવા માટે લાલ ચંદનમાં ખીરાનો રસ મિક્સ કરીને ખીલ પર લગાડવો જોઈએ. ત્યારબાદ અડધો કલાક રાખીને ધોઈ લેવું. એનાથી ખીલથી છુટકારો મળે છે. શરીર એકદમ દુબળું પાતળું હોય તો શરીરને ભરાવદાર બનાવવા માટે બે પાકા કેળા, સફરજન, બદામ, કાજુને મગફળી નિયમિત ખાવાથી ચરબી વધે છે. તેમજ શરીર ભરેલું બને છે. એકદમ પાતળા લોકોએ આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ. જેનાથી શરીર એકદમ ભરાવદાર બનશે અને ચરબી વધશે.

ફુદીનાનો રસ અને લવિંગના તેલના બે ટીપાં ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થાય છે.જ્યારે તમારા હાથ કે પગ મચકોડાઈ જાય ત્યારે બહારના ભાગે આવેલ મચકોડ પર હળદર તથા મીઠું ગરમ કરીને એનો લેપ લગાવવો જોઈએ. ઉપરાંત ગોળ ઘીમાં બનાવેલ ઘઉંના લોટનો શીરો ખવડાવવાથી પણ પીડા દૂર થાય છે, અને મચકોડ ઉતરે છે. આ પ્રયોગ આપણા પૂર્વજો એટલે કે આપણા વડીલો કરતા હતા.

ચોમાસાની ઋતુમાં ડાયરિયા ઉપરાંત ખોરાક ન પચવાની સમસ્યા થતી હોય છે. તો ચોમાસાની ઋતુમાં કોઈપણ સ્વરૂપે ફુદીનો ખાવો જોઈએ. એનાથી ડાયરિયા ઉપરાંત પેટની અન્ય તકલીફોમાં પણ ફાયદો મળે છે.એક ચમચો ચોખાના લોટમાં બે ચમચા દહીં મિક્સ કરીને ચહેરા અને ગરદન ઉપર લગાડવું જોઈએ. આ મિશ્રણ લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. તે ઉત્તમ ઘરગથ્થુ ક્લિનઝિંગ મિલ્ક નું કામ કરે છે.

ચણાના લોટમાં દૂધ તથા તેલ મિક્સ કરીને સ્નાન કરવાથી શરીરનો રંગ ગોરો બને છે. ચણાના લોટથી નિયમિત નાહવા થી ત્વચા સુંદર અને મુલાયમ બને છે.

જ્યારે નાના બાળકને તાવના કારણે પરસેવો વડે ત્યારે હાથ પગ ઠંડા લાગે તો સૂંઠ ના ચૂરણને શરીરે હળવે હાથે લગાડવાથી સારું પરિણામ મળે છે. હાથ પર ટામેટાનો ઘર હળવે હાથે રગડવાથી ત્વચા મુલાયમ અને સુંદર બને છે અને મેલ પણ નીકળી જાય છે.

મોસંબી નો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટીમાં રાહત મળે છે.

જો તમને વારંવાર ચક્કર આવતા હોય તો તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે. દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળીને પીવાથી આધાશીશી મટે છે, એટલે કે માથાના દુખાવામાં રાહત થાય છે.

વજન વધતું ના હોય

જેનું વજન વધતું ના હોય અને દુબળા પાતળા રહેતા હોય તેમને ભોજનમાં બે-ચાર દિવસ અડદની દાળ અને અડદનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઈએ. તે સાથે શારીરિક શ્રમ કે વ્યાયામ કરવું. તેનાથી ચાર થી છ માસમાં શરીર પુષ્ટ અને તાકાતવાન બનશે.

જો દાંતમાં દુખાવો થતો હોય તો લવિંગનો ઉપયોગ કરો. આ માટે લવિંગને દાંતની નીચે દબાવીને ચુસવાથી થોડા સમય માટે દુખાવામાં આરામ મળશે. લવિંગને નાળિયેર તેલથી ગરમ કરવુ અને તે તેલથી તમારા માથાની ચામડીની માલિશ કરો. આ ઉપાય કરવાથી તમારા વાળ મજબૂત થશે.

કફ થી છુટકારો મેળવવા માટે

કફ થી છુટકારો મેળવવા રોજ રાત્રે તાંબાના કળશમાં પાણી ભરીને એમાં તુલસીનાં ચાર-પાંચ પાન નાખવા. નરણા કોઠે આ પાણી પીવાથી આંખોની તકલીફ, કુષ્ઠરોગ, વાયુ, માથાનો અને કફ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

જો અનિંદ્રાની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા દૂધ સાથે ગોળનું સેવન કરવામાં આવે તો, ઊંઘ સારી આવે છે. આ સિવાય તમે સવારે ઉર્જાવાન પણ અનુભવો છો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment