ચહેરો ગોરો કરવા માટે સવારે વહેલા ઉઠીને દરરોજ કરો આ કામ

ચહેરો ગોરો કરવા માટે મોટાભાગે સવારમાં જ્યારે પણ વ્યક્તિ જાગે તો ઓળખાતી ન હોય છે, કે પછી અડધી આંખો ખોલીને અડધી બંધ એટલે કે ઊંઘમાં જ હોય છે અથવા તો આંખો ચોળતી જોવા મળે છે. વળી એમાં અત્યારના સમય પ્રમાણે એટલે કે મોબાઈલના જમાનામાં આખો દિવસ જ્યારે હાથમાંથી ફોન જ નથી છૂટતો, ત્યારે એવા સમયે સવારે ઊઠીને પણ પહેલા ફેસબુક અને વોટ્સએપ જોવામાં આવે છે. ઘણા લોકો ઉતરતાની સાથે જ ગુડ મોર્નિંગ ના મેસેજ કરવામાં લાગી જતા હોય છે.

moring

પરંતુ એની જગ્યાએ જો બીજા અન્ય ઉપાય કરવામાં આવે અને એને પોતાની આદત બનાવવામાં આવે તો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર સુંદર બની શકાય છે. સામાન્ય રીતે સુંદર દેખાવું એ દરેક વ્યક્તિની ચાહત હોય છે. અત્યારના સમયમાં દરેક વ્યક્તિ એવી ઇચ્છા રાખતી હોય છે કે તે પોતે સુંદર દેખાય. ખાસ કરીને દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય છે કે પોતે સૌથી વધુ સુંદર દેખાય, મનમોહક લાગે એના માટે તે ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. એમાંની ઘણી પ્રોડક્ટ તો ખૂબ જ ખર્ચાળ હોય છે. એની જગ્યાએ જો તમે ઉઠતાની સાથે પથારીમાં જ અમુક ઉપાય અજમાવશો, અથવા તો એની આદત પાડશો તો ખર્ચો કરવાની બિલકુલ જરૂર નહિ પડે. તમે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના સુંદર બની શકશો.

ચહેરો ગોરો કરવા માટે

આ ઉપાય એવા છે જેમાં એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર પડતી નથી. આ ઉપાય પોતાના ઘરમાં ઉઠતાની સાથે જ સવારમાં જ કરવાનો હોય છે. મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈપણ પેસ્ટ લગાવ્યા વગર, કોઈ પણ ખર્ચો કર્યા વગર તમે તમારા ચહેરાને વધુ સુંદર બનાવી શકશો. તો ચલો એવા ઉપાયો વિશે તમને વિગતો જણાવી દઈએ.

ચહેરો ગોરો કરવા માટેના ઉપાય

આ સરળ ઉપાયમાનો પ્રથમ ઉપાય છે, તમારી સવારે ઊઠતાની સાથે જ કસરત કરવાની છે. કહેવામાં આવે છે કે જો તમે તમારી દિનચર્યામાં કસરત નો સમાવેશ કરો તો એની ખાસ અસર તમારા ચહેરા પર જોવા મળે છે. એનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, શરીર ફીટ રહે છે. આંખો નીચે થયેલા ડાર્ક સર્કલ પણ દૂર થઈ જાય છે. સાથે ચહેરા પરની સુંદરતા વધી જાય છે જેથી ચહેરો ખીલી ઊઠે છે.

ચહેરાની સુંદરતા વધારવા માટે અજમાવો આ ઉપાય 

તમારી સુંદર દેખાવા માટે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સવારે ઊઠતાની સાથે જ કસરત કરવાની છે.  જેમાં સૌથી પહેલી કસરત છે સ્પાઉટ. જેમાં તમારે પોતાના ગાલને અંદરની તરફ ખેંચવાના છે. આ કસરતમાં તમારી એક સેકન્ડ જેટલો સમય સુધી ગાલને અંદરની તરફ ખેંચાયેલા રાખવાના છે. આ કસરત તમારી 12 થી 15 વાર કરવાની છે. આ કસરત કરવાથી તમારા ગાલ ભરાવદાર બનશે અને ઉપસી આવશે. સાથે ચહેરાનું તેજ વધે છે,  કુદરતી ચમક આવે છે ચહેરો ગોરો કરવા માટે ઉપયોગી છે.

ત્યારબાદ ની બીજી કસરતમાં તમારે તમારા હોઠને ધીરે – ધીરે અંદરની તરફ લઈ જવાના છે. પછી બહારની તરફ લાવવાના છે. પરંતુ આ કસરતમાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે બંને હોઠ એક સાથે જ બહાર તરફ  લઈ જવાના છે અને અંદરની તરફ પણ એક સાથે જ લેવાના છે. બંને સ્થિતિમાં થોડી થોડી સેકન્ડ સુધી સ્થિર રાખવાનું છે. આ કસરત તમારી આઠથી દસ વખત કરવાની છે. આ કસરત કરવાથી દાઢી ના ભાગ પાસે જમા થયેલ ફેટ ઓગળે છે.

ત્યાર પછીની ત્રીજી કસરતમાં તમારે મોઢું ઉપરની તરફ ઊંચે ઉઠાવવાનું છે. ત્યારબાદ મોઢું એ રીતે ચલાવવાનું છે જ્યારે આપણે પાણી પીતા હોઈએ. આ કસરતને પાંચથી સાત મિનિટ માટે કરવાની હોય છે. આ કસરત કરવાથી ગળાના ભાગે જમા થયેલી વધારાની ચરબી ઓગળી જાય છે. સાથે ગાલ પર જમા થયેલી ચરબી પણ ઓગળે છે.  અને ચહેરાના મસલ્સ મજબૂત બને છે. આ કસરત થી ચહેરો ભરાવદાર, આકર્ષક અને સુંદર બને છે.

કસરત

એ પછી ની કસરત પણ સવારે ઊઠતાની સાથે જ કરવાની રહે છે. સવારે પથારીમાંથી ઉઠતાની સાથે આંખો ખોલતા પહેલા તમારા બંને હાથની હથેળીને ઘસવી, હથેળી ગરમ થાય એટલે એને બંને આંખો પર રાખવી. આ કસરત કરવાથી આંખોનું તેજ વધે છે. એ સિવાય આંખો નીચેના ડાર્ક સર્કલ પણ દૂર થાય છે.

ત્યાર પછી ની કસરત પણ પથારીમાં બેઠા બેઠા જ કરવાની છે. જેમાં તમારે મોઢામાં હવા ભરવાની છે. કે પછી મોઢું બંધ કરી લેવું. થોડી સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહેવું. ત્યાર પછી હવા બહાર કાઢી નાખવી. એક વાતનું ધ્યાન રાખવું કે મોઢામાં જેટલી હવા ભરાય એટલી ભરી લેવાની છે. આ કસરત કરવાથી ચહેરા પરનું  બ્લડ સર્ક્યુલેશન વધે છે. આ કસરત 12 થી 13 વખત કરવાની છે. આ કસરત કરવાથી ચહેરા પરની ચમક વધે છે.

આ પણ વાંચો :- ચહેરા પર ગ્લો લાવવા માટે ફોલો કરો આ સરળ ટિપ્સ

આ કસરત જાણ્યા બાદ અને કસરતના વિશેષ ફાયદા જાણ્યા બાદ, જો તમે પણ ઉઠીને આળસ કરતા હોવ તો,  આળસ ને બાજુ પર મુકી ને રોજ કસરત કરવાનું શરૂ કરી દો. આ કસરત તમને થોડા જ સમયમાં સારું પરિણામ જોવા મળશે.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

1 thought on “ચહેરો ગોરો કરવા માટે સવારે વહેલા ઉઠીને દરરોજ કરો આ કામ”

Leave a Comment