Health Tips મનુષ્યની ત્રણ મૂળભૂત જરૂરિયાતોમાં રોટી, કપડાં અને મકાન નો સમાવેશ થાય છે. એમાં સૌથી વધુ મહત્વ ભોજનનું એટલે કે રોટી નું છે. હાલના સમયમાં ખાવા માટે અનેક પ્રકારની વિવિધ વાનગીઓ ઉપલબ્ધ હોય છે પરંતુ એમાં ખૂબ જ મસાલા અને તેલ પણ વધુ પડતું હોય છે. જેના કારણે ખોરાકનું પાચન સરળતાથી થતું નથી જેના કારણે પેટની સમસ્યાઓ પણ ઉભી થાય છે. સાથે પાચનક્રિયા પર પણ ખરાબ અસર પડે છે.
સાથે જ વાનગીઓમાં ફેટનું પ્રમાણ પણ ખૂબ વધુ પડતું હોય છે. જે ચરબી સ્વરૂપે શરીરમાં જમા થતું રહે છે. જેની સમય જતા આપણા હૃદય પર વિપરીત અસર થાય છે. આવી સ્થિતિમાં રોટી એ આપણા સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ ખોરાક છે. જેની કોઈ જ ખરાબ અસર આપણા શરીર પર થતી નથી. આપણે બહાર ની વિવિધ વાનગીઓ ભલે ગમે એટલી ખાઈએ પરંતુ સંતોષ તો ઘરના ભોજનથી જ મળે છે.
મોટા ભાગે લોકો દિવસમાં ત્રણ વાર ભોજન પર ધ્યાન આપતા હોય છે. જેમાં સવારનો નાસ્તો બપોરનું ભોજન અને રાતના જમવાનાનો સમાવેશ થાય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે દિવસ દરમિયાન થોડું થોડું કંઈકને કંઈક ખાવાની આદત ધરાવતા હોય છે. ઘણા લોકોનું માનવું છે કે દિવસમાં ત્રણવાર આહાર લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. કારણ કે આ રીતે ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે. તો ઘણા લોકોનું કહેવું છે કે પાંચથી છ વખત થોડું – થોડું ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
આ બધા મંતવ્ય વચ્ચે હેલ્થ નિષ્ણાંતોનું માનીએ તો થોડી થોડી વારે ખોરાક લેવાથી વધુ ફાયદો થાય છે. કારણ કે આ રીતે ખોરાક લેવાથી આપણા શરીરમાં ચરબી ઓગાળવા ની ક્ષમતા વધી જતી હોય છે. સાથે દિવસ દરમિયાન થોડા થોડા સમયના અંતરે ભોજન લેવાથી શરીરનું મેટાબોલિઝમ પણ વધે છે. ઉપરાંત આ રીતે આહાર લેવાથી જરૂરી બ્લડ શુગર પણ બની રહે છે. સાથે શરીરમાં એનર્જી બની રહે છે. માટે દિવસ દરમિયાન એક સાથે ખાવાની જગ્યાએ થોડા થોડા સમયના અંતરે થોડો – થોડો આહાર લેવો જોઇએ.
આહાર લેવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે અને મેટાબોલિઝમ સ્થિર રહે છે. કારણકે એક સાથે વધુ પડતી રોટી ખાવી પણ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. રોટલી ખાવાથી આપણા શરીરને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે.
એક વ્યક્તિ માટે દિવસ દરમિયાન છ થી સાત રોટલી ખાવી ફાયદાકારક રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જે લોકો દિવસ દરમિયાન પોતાના શરીર સાથે વધુ પડતો શ્રમ લે છે. વધુ પ્રમાણમાં શારીરિક મહેનત કરે છે. એમના શરીર ને ઓછામાં ઓછી 12 રોટીની જરૂર હોય છે. કારણ કે, વધુ પડતો શ્રમ કરનાર વ્યક્તિ માટે વધુ કાર્બોહાઈડ્રેટ અને વધુ પ્રમાણમાં પ્રોટીનની જરૂર હોય છે.
વજન ઘટે છે
અત્યારના સમયમાં ઘણા બધા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન હોય છે. એવામાં લોકો ડાયટ ઓછી કરે છે. જેથી વજન કંટ્રોલ બની રહે. પરંતુ તમને જણાવી દઈએ કે જો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હો તો આખા દિવસ દરમિયાન શરીરને વધુ પડતા કાર્બોહાઇડેટ અને પ્રોટીન ની જરૂર પડે છે. એટલે કે જો તમે 250 ગ્રામ કાર્બસલેતા હોવ તો એમાંથી 75 ગ્રામ કાર્બસ રોટલી માંથી જોઈએ તો દિવસ દરમિયાન પાંચ રોટલી ખાવી જોઈએ. એના માટે એક સામાન્ય નિયમ છે કે, આપણે દિવસના સમયે રોટલી ખાઈ લેવી જોઈએ સાંજે પાંચ વાગ્યા પછી રોટલી ખાવી જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખવું કે રોટી ખાઈ ને તરત સુવું જોઈએ નહીં. આ વજન ઘટાડવા માટે ઉપયોગી બને છે.
વજન વધારવા માટે
જો તમે વજન વધારવા માંગો છો તો કોઈપણ પ્રકારની પરહેજ કરવાની જરૂર રહેતી નથી. આખા દિવસ દરમિયાન કેટલી રોટલી ખાવી હોય એટલી ખાઇ શકાય છે. જેટલી વધુ ખાસ તો એટલું જ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન વધુ માત્રામાં મળશે. જીવન વધારવામાં ખૂબ જ ઉપયોગી અને કારગર બને છે.
આજની મહત્વપૂર્ણ માહિતી તમજે જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.