દૂધમાં માં આ 3 વસ્તુ મિક્ષ કરી પી લ્યો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, સાંધાના દુઃખાવા જેવી થશે દુર

આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરીને તમે અનેક બીમારીમાંથી છુટકારો મેળવી શકો છો. અમે તમને એક ઔષધીય ડ્રીંકનું સેવન કરવાથી કઈ કઈ બીમારીથી છુટકારો મેળવી શકાય છે એના વિશેની માહિતી આપીશું. જો તમે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો આ ઉપાય તમારા માટે જ છે.

એના માટે એક ગ્લાસ ગરમ દૂધમાં સાંજે સુતા પહેલા એક ચમચી અહીં જણાવેલ પાવડર નાખીને પીવાનું છે. જે લોકો વધુ પડતું વજન ધરાવતા હોય તેમને ગાયનું દૂધ મલાઈ કાઢેલું લેવું અને તેમાં પાવડર મિક્સ કરીને પીવો. જે લોકોને સિંગલ બોડી હોય જેમને વજન વધારવાની કે ઘટાડવાની જરૂર નથી, તે લોકોએ ગાયનું કે ભેંસનું બંનેમાંથી કોઈપણ દૂધનો ઉપયોગ કરી શકે છે. જો કોઈને દૂધ ભાવતું ન હોય તો તેઓ હૂંફાળા પાણીમાં આ પાવડરને મિક્સ કરીને એનું સેવન કરી શકે છે. આ પાવડરનું સેવન સુવાના અડધા કલાક પહેલા કરવાનું છે.

પાવડર બનાવવાની રીત :

આ પાવડર બનાવવા માટે 100 ગ્રામ જેટલી શેકેલી અળસી લેવાની છે. જો તમને બજારમાંથી શેકેલી અળસી ન મળે તો તેને તમે ઘરે ત્રણથી ચાર મિનિટ ગેસ કે ચૂલા પર ગરમ કરી શકો છો. ત્યારબાદ તેને મિક્સર ની મદદથી પાવડર કરી લેવો. પાવડર બની ગયા પછી તેની અંદર તમારે એક ગ્રામ જેટલું સૂંઠનો પાવડર મિક્સ કરવો, સૂંઠનો પાવડર નાખ્યા બાદ એક ચમચી જેટલો મેથી પાવડર નાખો. ત્યારબાદ અડધી ચમચી તજનો પાઉડર મિક્સ કરવો અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને આ બધી જ ઔષધી બરાબર મિક્સ કરીને કાચની બરણીમાં ભરી લેવી. આ માપ 100 ગ્રામ અળસી માટેનું છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, જેને વધુ પડતી એસિડિટી એટલે કે છાતીમાં બળતરા થતી હોય અને પિત્ત ને લગતી સમસ્યા હોય, એવા લોકોએ મેથીનો પાઉડર ઉમેરવાનો નથી. કારણ કે મેથી પાવડર એસિડિટી વધારવાનું કામ કરે છે.

આ પાવડરને તમારે સુવાના બને એક કલાક પહેલા ગાયના દૂધમાં મિક્સ કરીને પીવાનો છે. ઘરના જેટલા પણ સભ્ય હોય એ બધા જ આ પાવડરનું સેવન કરી શકે છે. આ પાવડરથી કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થતી નથી.

દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, માટે અળસીમાં કેલ્શિયમ અને ફાઇબર બંનેનું પ્રમાણે સારી માત્રામાં હોવાથી આપણી બોડીમાં કેલ્શિયમની ઉણપ રહેતી નથી. માટે હાડકાની મજબૂત કરવાનું કામ કરે છે. સૂંઠ એ આપણા શરીરમાંથી આમનો નાશ કરે છે. આમ એ જ આપણા શરીરમાં વધુ પડતા કોલેસ્ટ્રોલનું કારણ બને છે, માટે આયુર્વેદમાં તેના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે સૂંઠ એ પરમ આમ નાશક છે.

તજના ઉપયોગથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે જેને LDL થી ઓળખવામાં આવે છે અને સારા કોલેસ્ટ્રોલને HDL થી ઓળખવામાં આવે છે. જે લો હોય છે, તેને ઉપર લાવવાનું કામ કરે છે. એટલા માટે જેને કોલેસ્ટ્રોલ ની સમસ્યા હોય અને શરીરમાં નસો બ્લોક હોય તેને ઠીક કરવા માટે તજનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. પેટ અને પાચન માટે તજ ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. તજનો ઉપયોગ પ્રાચીન સમયથી એક શ્રેષ્ઠ ઔષધી તરીકે કરવામાં આવે છે. આ સિવાય તજનું સેવન બ્લડ શુગર અને મેટાબોલિઝ્મને પણ કંટ્રોલ કરે છે. આના નિયમિત ઉપયોગથી વજન પણ વધતું નથી.

હળદર પાવડર એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે. મોટા ભાગે લોકો હળદર વાળું દૂધ પીતા હોય છે. હળદર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે, જેનું લોહી શુદ્ધ હોય છે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ સારી હોય છે. જો બાળક નાનું હોય તો તેને અડધી ચમચી અને મોટુ બાળકો હોય તો તેને એક ચમચી હળદર પીવડાવી શકાય છે. હળદર પાચન ક્ષમતાને વધારવાનું કામ કરે છે. નિયમિત રોજ હળદર લેવાથી પાચનતંત્ર પર સારી અસર પડે છે અને પાચન તંદુરસ્ત બને છે. જે લોકો ને કમજોર પાચનની ફરિયાદ રહે છે એ લોકોએ પાણી સાથે હળદરનું સેવન કરવું જોઈએ.ડાયાબિટીસના દર્દીઓ માટે પણ હળદર ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદરનું સેવન કરવાથી ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે.

આ ડ્રિંકનું સેવન જો તમે એક મહિના માટે નિયમિત કરશો તો, તેનાથી અદભુત ફાયદા થાય છે. એનાથી તમે તમારા શરીરમાં ઘણા બધા બદલાવ અને સ્ફૂર્તિ અનુભવશો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment