શરીરના ગમે તેવા દુખાવાને દૂર કરવા માટે અપનાવો આ અસરકારક ઉપાય

શરીરમાં વિવિધ પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. જે આપણા શરીરને વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે બળ આપતા હોય છે. પરંતુ જ્યારે શરીરમાં અમુક પ્રકારના પોષક તત્વોની ઉણપ ઉભી થાય છે ત્યારે આપણને ચોક્કસ પ્રકારની બિમારી થતી હોય છે. જો આપણે શરીરમાં રહેલા મહત્વના પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં કેલ્શિયમ સૌથી ઉપર સ્થાન ધરાવે છે.

જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થાય ત્યારે આપણા હાડકા નબળા પડવા લાગે છે અને હાડકાની સાથે જોડાયેલા રોગો જેમ કે, સાંધાના દુખાવા, સંધિવા, અર્થરાઈટિસના વગેરેનો સામનો કરવો પડતો હોય છે..આવી સ્થિતિમાં જો ગોઠણ ના દુખાવા વિશે વાત કરીએ તો તે ખૂબ જ પીડાદાયક હોય છે. તેના લીધે ચાલવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે.

વ્યક્તિના હાથ-પગના ઢીંચણ-કોણી, ખભા જેવા મોટા સાંધાઓમાં કે નાના-નાના સાંધાઓમાં સોજો આવી જાય છે. દર્દીને હલનચલન કરવામાં તકલીફ થાય છે. આ સમસ્યા પગમાં વધુ જોવા મળે છે. આ તકલીફ રાતે, ઠંડીમાં અને ચોમાસામાં વધુ થાય છે.

જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો અમે આ લેખમાં તમે કેટલા ઘરેલુ અસરકારક ઉપાય વિશે જણાવીશું. જેના દ્વારા તમે એ સમસ્યા થી છુટકારો મેળવી શકો છો.

સાંધાના દુખાવા

વાસ્તવમાં આપણા આયુર્વેદમાં એવા ઘણા ઉપાય વિશે વાત કરવામાં આવી છે. જેનો ઉપયોગ કરીને આપણે સરળતાથી હાડકા સાથે જોડાયેલા રોગોથી છુટકારો મેળવી શકે છે. એવામાં વાત સાંધાના દુખાવા ની સમસ્યા થઈ રહી હોય તો તમારે સૌથી પહેલા મેથી પાવડર નો ઉપાય કરવો જોઈએ. જેથી પાવડરને પાણીમાં મિક્ષ કરીને તેનું ડ્રિન્ક બનાવી લેવું જોઈએ. તેને દરરોજ બપોરે અને રાત્રે સૂતી વખતે પીવું જોઈએ. આ ઉપાય કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

બીજા ઉપાયમાં મેથી ધાણા, હળદર અને આદુનો રસ સમાન માત્રામાં લઈને તેને મિક્સ કરવું. તેનો પાવડર બનાવી લેવો. ત્યારબાદ તેનો પાવડર બનાવીને નવશેકા પાણી સાથે મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે. આ ઉપાય કરવાથી હાડકાં સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળે છે.

સોજો

એરંડા નું તેલ અને લીમડાને મિક્સ કરીને ઘુંટણના દુખાવાની સમસ્યા હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે. આ ઉપરાંત જો તમને હાથ ઉપર સોજો આવ્યો હોય તો તેમાં પણ રાહત અપાવે છે. જો તમે કોઈ કારણસર ઉપર જણાવેલા ઉપાય ન કરી શકો છો તમે નારિયેળનો ઉપાય કરી શકો છો.

એના માટે તમારે નારિયેળ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. એનાથી શરીરમાં કેલ્શિયમની ઊણપ દૂર થાય છે. એનાથી ઘૂંટણ ના દુખાવા ની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. ઉપરાંત ઘૂંટણ યોગ્ય રીતે કાર્ય કરવા લાગે છે.

સ્નાયુ નો દુખાવો

જો કોઈ વ્યક્તિને સ્નાયુ નો દુખાવો હોય એવા લોકોએ સફરજનના સરકારનું સેવન કરવું. ઉપરાંત તમારે સ્નાન કરતી વખતે નવશેકું પાણીમાં.અને સફરજનનો સરકો ઉમેરવો, ત્યારબાદ તે પાણીથી તમારે સ્નાન કરવું. આ ઉપાય કરવાથી દુખાવા માં તરત જ લાભ મળે છે. મૂળાના પાનનો 25-50 ગ્રામ રસ પીવાથી સોજો ઉતરે છે. રાય અને સંચળ વાટીને લેપ કરવાથી પણ સોજો ઉતરે છે. લવિંગ વાટી તેનો લેપ કરવાથી શરીરના કોઈ પણ ભાગમાં આવેલો સોજો ઉતરે છે.

શરીરમાં દુખાવો

જો કોઈ વ્યક્તિઓને શરીરમાં દુખાવો રહેતો હોય તેવા લોકોએ આદુનું સેવન કરવું જોઈએ. આદુ નું સેવન કરવાથી આપણું શરીર મજબૂત બને છે. અને આપણા શરીરમાં રહે દુખાવામાં પણ ફાયદો મળે છે. તેના માટે એક નાનો આદુનો ટુકડો લેવો અને એક ગ્લાસ પાણીમાં તેને 10 મિનિટ સુધી ઉકાળવો તે થોડું ઠંડુ થાય ત્યારે તેમાં એક ચમચી મધ મિક્ષ કરવું. આ ઉકાળો દિવસમાં પાંચથી છ વખત પીવું જોઈએ. નિર્ગુન્ડી તેલ, પંચગુણ તેલ, મહાવિષગર્ભ તેલ, ધતુરાનું તેલ વગેરે જેવા વાત નાશક તેલની માલિશ કરવાથી સંધિવાના રોગમાં ફાયદો મળે છે. એ સિવાય ખાસ મહત્વનું છે કે, સંધિવામાં થોડું હલનચલન કરતાં રહેવું. સાવ નિષ્ક્રિય ન રહેવું, જેથી સાંધાઓ એકદમ જકડાઈ ન જાય.

સંધિવા

ઉપરાંત અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. જેમકે, સંધિવા ના દર્દી એ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું. ચોમાસામાં તો ખાસ ઉકાળ્યા વિના પાણી પીવું જ નહીં. રોજ દૂધ પીવું. હળવો-સુપાચ્ય ખોરાક ખીચડી, બાજરો, જવ, રાબ, ગોળ, આદુ, મરી, લસણ, મેથી, સૂંઠ, પીપર, તજ, કોથમીર એરંડિયું લઈ શકાય છે.

આમલી, કોકમ, છાશ, દહીં, લીંબુ, ભારે ખોરાક, મીઠાઈઓ વગેરે ન ખાવા. કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઢીંચણની પીડા હોય ત્યારે પલાંઠી વાળીને કે ઉભડક બેસવું નહીં.

આ મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવે અને ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવે તો શરીરના દુખાવા અને સોજામાંથી છૂટકારો મેળવી શકાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજે ના લેખ ની માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment