દવા કરતા પણ વધારે ઉપયોગી છે આ ખાસ વસ્તુ જાણો

બદામ ના ફાયદા સૂકામેવામાં મોટાભાગે દરેક વ્યક્તિના ઘરમાં બદામ તો હોય જ છે, પણ શું તમે જાણો છો કે, પલાળેલી બદામ ખાવાના અનેક ફાયદા છે. નિષ્ણાંત પણ કહે છે કે, પલાળેલી બદામ આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. આયુર્વેદમાં બદામને પલાળીને છાલ ઉતારીને ખાવાની સલાહ અપાઇ છે. બદામ ખાવાથી શરીરને ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે બદામને છાલ ઉતારીને ખાવી જોઈએ.

બદામમાંથી ઓમેગા 3, વિટામિન ઈ, ઝીંક, મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઇબર મળે છે. તો આજના આ લેખમાં અમે તમને પલાળેલી બદામ ખાવાથી થતા બદામ ના ફાયદા તમને જણાવીશું.

બદામ ના ફાયદા

બદામને પલાળીને અને છાલ ઉતારીને કેમ ખાવી જોઈએ 

આયુર્વેદમાં બદામને પલાળ્યા બાદ છાલ ઉતારીને ખાવાની વાત કરાઈ છે. એનું કારણ છે કે, જો બદામને એમ જ ખાવામાં આવે તો લોહીમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. માટે સૌથી સારી રીત એ છે કે, બદામને હુંફાળા પાણીમાં આખી રાત પલાળીને, સવારે છાલ ઉતારીને ખાવી જોઈએ. ઉપરાંત, બદામની છાલમાં ટેનિન હોય છે. જે પોષક તત્વોને એબ્ઝોર્બ થતા રોકે છે. જ્યારે તમે બદામ પલાળો છો તો, છાલ સરળતાથી નીકળી જાય છે. જેના કારણે બદામના બધા જ ફાયદા શરીરને મળી શકે છે.

હૃદય રોગ | બ્લડપ્રેશર

પલાળેલી બદામ ખાવાથી પાચનશક્તિ સંતુલિત રહે છે. સાથે જ હૃદય રોગ સામે પણ રક્ષણ મળે છે. જો તમને બ્લડપ્રેશરની બીમારી હોય તો, તમારે પલાળેલી બદામ ખાવી જોઈએ. એનાથી હાઈ બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. પલાળેલી બદામ ખાવાથી લોહીમાં લોહીમાં એલકીલ ટોકોફેરોલનું પ્રમાણ વધે છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરે છે.

અત્યારના સમયમાં ડાયાબિટીસ જેવી બીમારી સામે મોટાભાગે લોકો લડી રહ્યા છે. એવામાં જો રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને, સવારે તેના છોતરા કાઢી ને ખાવામાં આવે તો શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે. પલાળેલી બદામ વિટામીન ઈ હોય છે. જેનાથી તમારી ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે.

અત્યારના સમયમાં લોકોનું વધું વજન ખૂબ જ મોટી સમસ્યા છે બદામને પાણીમાં પલાળીને ખાવાથી વજન પણ નિયંત્રણમાં રાખી શકાય છે. કારણ કે તેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જે ભુખને રોકવામાં મદદરૂપ થાય છે,2 ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે, માટે તણાવ પણ દૂર કરે છે. પલાળેલી બદામ ખાવાથી મગજ સારું રહે છે. જેથી તમે તણાવથી બચી શકો છો. ઉપરાંત તેના સેવનથી ડિપ્રેશન ની સમસ્યા પણ દૂર થાય છે.

પલાળેલી બદામ મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા મહત્વના ગુણો રહેલા છે. જે હાડકા અને દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામ, દહીં અને ઓટમીલ મિક્ષ કરીને રોજ ખાવા જોઈએ. એનાથી હાડકા મજબૂત બને છે.બદામમાં ભરપુર પ્રમાણ મા ફાઇબર રહેલું હોય છે. જે ભોજનનું પાચન વ્યવસ્થિત રીતે કરવામાં મદદરૂપ થાય છે. 4 થી 5 પલાળેલી બદામ ના ખાધા બાદ એક ગ્લાસ પાણી પીવું જોઇએ. જેનાથી કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે. ઉપરાંત તેના સેવનથી પેટના કેન્સરનો ભય પણ ઘટે છે.

પલાળેલી બદામ ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે ગર્ભાવસ્થામાં ખૂબ જ મદદરૂપ થાય છે. બદામમાં ફોસ્ફરસ રહેલું છે, જેનાથી દાંત મજબૂત બને છે. પલાળેલી બદામ પ્રોટીનની માત્રા વધુ હોય છે. જેનાથી મસલ્સ મજબૂત થાય છે. રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી આયુષ્યની રેખા વધે છે. એક રિસર્ચ પ્રમાણે જો તમે ચાર અથવા પાંચ બદામ રોજ ખાતા હોવ તો તમને ક્યારેય પણ હાર્ટ એટેક આવે નહીં, માટે રોજ સવારે પલાળેલી બદામ ખાવી જોઈએ.

ત્વચા પર પડેલી કરચલીઓ દૂર કરવા માટે પણ પલાળેલી બદામ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કારણ કે તે એક નેચરલ એન્ટિ એજિંગ છે. સવાર સવારમાં પલાળેલી બદામ ખાવાથી ચહેરા ઉપર કરચલી પડતી નથી, અને ત્વચા સ્વસ્થ રહે છે. પલાળેલી બદામમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. પીઠ ના દુખાવામાં પણ પલાળેલી બદામ ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે. બદામનો ઉપયોગ આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

રોજ નિયમિત પલાળેલી બદામ નું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થતી નથી. કારણ કે, બદામ માં વધુ માત્રામાં ફાઈબર રહેલું હોય છે. જેના કારણે તમારું પેટ વ્યવસ્થિત રીતે સાફ થાય છે. પલાળેલી બદામમાં વિટામીન સી પણ રહેલું હોય છે. જે શિયાળામાં શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ સામે રક્ષણ પૂરું પાડે છે. રોજ બદામ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરને અંદરથી શક્તિ મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના લેખની માહિતી બદામ ના ફાયદા તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment