જો તમારે પણ કમર સુધી લાંબા વાળ જોઈતા હોય તો કરો આ ઉપાય

પ્રદૂષણ અને બદલાતી જીવનશૈલીના કારણે વાળને ઘણું નુકસાન થાય છે. જો વાળની સંભાળ ન રાખવામાં આવે તો વાળ ખરવા, ડેંડ્રફ, ડ્રાય હેર, સ્પિલ્ટ એન્ડ્સ વગેરે જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એવું જરૂરી નથી કે હેલ્ધી વાળ માટે તમે પાર્લર પાછળ રૂપિયા ખર્ચ કરો કે, મોંઘી પ્રોડક્ટ્સ વાપરો. એના માટે તમારા ઘરના રસોડામાં રહેલી મેથી અને દહીં જ તમારા વાળની દરેક સમસ્યાને દૂર કરશે.

મેથી અને દહીંથી બનેલા હેરમાસ્કનો ઉપયોગ કરવાથી વાળ સંબંધિત ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. અહીં જણાવેલી રીતે જો વાળમાં દહીંનો ઉપયોગ કરવામાં આવે તો, ચોક્કસ પરિણામ મળશે, અને મોંઘા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ પણ કરવો પડશે નહિ.

મેથીના દાણાને વાળને ખરતા અટકાવવા માટે વરદાનરૂપ ગણવામાં આવે છે. મેથીના દાણા ફોલિક એસિડ, વિટામિન એ, વિટામિન કે અને વિટામિન સીથી ભરપૂર હોય છે. પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા મિનરલ્સથી ભરપૂર છે. તે વાળને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. વાળના મૂળને મજબૂત કરવામાં મદદ કરે છે. મેથીમાં પ્રોટીન, વિટામિન સી, આયર્ન, નિકોટિન એસિડ અને લેસીથિન હોય છે. આ તત્વો વાળની મજબૂતી અને ચમક વધારવામાં ઉપયોગી છે.

દહીંનો ઉપયોગ કરવાથી વાળ સંબંધિત ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. કારણ કે તેમાં લાખો સંખ્યામાં બેક્ટેરિયા રહેલા હોય છે. જે શરીરમાં એન્જાઈમ બનાવવામાં મદદ કરે છે. તેનું હેર માસ્ક લગાવવાથી વાળ ફ્લેક્સિબલ થાય છે, અને વાળ હેલ્ધી રહે છે. વાળમાં દહીંનો ઉપયોગ કરવાથી વાળ સોફ્ટ અને સિલ્કી બને છે. તેનાથી નાની ઉંમરમાં વાળ સફેદ થતા નથી. ઉપરાંત વાળની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. એના માટે મેથી પાવડરનો ઉપયોગ પણ કરી શકાય છે. એટલે કે દહીંમાં મેથી પાવડરને થોડીવાર પલાળી રાખવો, ત્યારબાદ એ મિશ્રણનો ઉપયોગ કરવો, આ મિશ્રણનો ઉપયોગ કરવાથી વાળની દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે. જો વાળમાં ખોડો થયો હોય અને તે દૂર ન થતો હોય તો આ માસ્ક લગાવીને તમે ખોડા થી છુટકારો મેળવી શકો છો.

દહીંમાં એન્ટિ ફંગલ તત્વો હોય છે. જેને કારણે તે ડેન્ડ્રફથી છૂટકારો અપાવે છે. વાળને મોઈશ્ચરાઈઝ કરીને ટેક્સચર સ્મૂધ બનાવે છે. દહીંને કારણે વાળ ચમકીલા અને સુંદર દેખાય છે. ખાસ કરીને તે વાળને હેલ્ધી બનાવે છે અને ખરતા અકાવે છે. તે સ્કાલ્પના pH લેવલને પણ જાળવી રાખે છે.

જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા હોય તો, વાળમાં દહીંનું આ હેર માસ્ક લગાવવું જોઈએ. એનાથી વાળને પોષણ મળે છે અને વાળ કાળા થાય છે. એનાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે. ઉપરાંત ઝડપથી વાળ વધે છે. આ ઉપરાંત લીંબુના રસમાં મેથી પાવડર મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને મૂળથી લઈને વાળના તળિયે લગાવો અને અડધા કલાક સુધી વાળમાં રહેવા દેવું. તે પછી તમારા વાળને સામાન્ય પાણીથી ધોઈ લેવા. 2 થી 3 મહિના સુધી દર અઠવાડિયે આમ કરવાથી તમારા સફેદ વાળની ​​સમસ્યા દૂર થઈ જશે.

આ માસ્કનો ઉપયોગ કરતા પહેલા વાળને શેમ્પુ કરી લેવા. ત્યારબાદ મેથી અને દહીંનો માસ્ક તૈયાર કરવો અને વાળના મૂડમાં સારી રીતે લગાવી દેવો. વાળ પર કેપ પહેરી લેવી અને માસ્ક સુકાઈ જાય ત્યારબાદ વાળને સાદા પાણીથી ધોઈ લેવા. આ માસ્ક લગાવ્યા બાદ તરત શેમ્પુ કરવું જોઈએ નહીં.

વાળને ખરતાં અટકાવવા માટે આખી રાત પલાળી રાખેલી મેથીના દાણાની પેસ્ટ બનાવી લેવી ,આમાં નારિયેળનું તેલ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવવુ. હવે આ હેર માસ્કને 30-40 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારપછી શેમ્પૂથી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર આ ઉપાય કરવાથી વાળ ઝડપથી નવા ઉગે છે, અને ખરતા વાળ અટકે છે.

આ ઉપરાંત વાળને મજબૂત કરવા માટે બે ચમચી મેથીના દાણાને પાણીમાં ઉકાળવા. ત્યારપછી જ્યારે આ પાણી નવશેકું હોય ત્યારે તેને ગાળી લેવું અને વાળમાં લગાવવુ. થોડી વાર રાખ્યા બાદ સામાન્ય શેમ્પૂથી વાળ ધોઈ લેવા. આમ કરવાથી વાળ મજબૂત થાય છે.

મેથીદાણા નો ઉપયોગ કરવાથી સ્કેલ્પના બેક્ટેરિયા અને ફંગલ દૂર થાય છે. વાળના મૂળને મજબૂત બને છે. વાળના ગ્રોથને વધારે છે. જે લોકોને વાળ ઉતરવાની સમસ્યા રહે છે, તેઓએ મેથીના દાણાનો ઉપાય કરવો જોઈએ. જો તમે પણ વાળની અનેક સમસ્યાથી પરેશાન છો તો, તમારે પણ મેથીના દાણાના ઉપર જણાવેલ પ્રયોગ અજમાવવા જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે આજના લેખની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment