કેળાની છાલ માંથી બનાવેલું ફેસપેક દૂર કરશે મોઢા ઉપર રહેલા તમામ ખીલ સફેદ દાગ

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે એની સ્કિન એકદમ ડાઘ રહિત અને ચોખ્ખી હોય. પણ ક્યારેક સ્કિન પર આવેલી અણગમતી વસ્તુઓ તમારા ચહેરાને ખરાબ બનાવી દે છે. અને એના કારણે તમારે ક્યારેક શરમમાં મુકાવાનો વારો આવે છે. આવી જ એક તકલીફ છે મસાની. અને આજે અમે તમને આ જ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છે. તો ચાલો જાણી લઈએ કેળામાં રહેલા ગુણો વિશે તમને અજાણ હોવ એવું તો ન જ બને. કેળું એક એવું ફળ છે જેના સેવનથી તમે ઘણી બીમારીઓમાંથી છુટકારો મેળવી શકો છો. અને આશ્ચર્યની વાત એ છે કે કેળાનો ઉપયોગ કરીને તમે મસા પણ દૂર કરી શકો છો.

સામાન્ય રીતે આપણે બધા જ કેળું ખાધા બાદ એની છાલને ફેંકી દેતા હોઈએ છીએ પણ અહીં જ આપણે મોટી ભૂલ કરીએ છીએ કારણ કે કેળાની જેમ એની છાલમાં પણ ઘણા બધા ગુણો રહેલા છે જે તમારી શારીરીકની સાથે સાથે માનસિક તકલીફો પણ દૂર કરી શકે છે.

માથાનો દુખાવો માટે 

માથાનો દુખાવો આજકાલ મોટાભાગના લોકોની સમસ્યા છે જો તમે પણ આવી સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે કેળા તમારા માટે અકસીર સાબિત થઈ શકે છે. કેળાની મદદથી આધાશીશી સહિતના માથાના દુખાવામાં રાહત મળી શકે છે. આ માટે કેળાની છાલને તમારે તમારા માથા પર મુકવાની છે. આવું કરવાથી કેળાની છાલમાં રહેલું પોટેશિયમ તમારા માથાને શાંતિ અને આરામ આપશે.

દાંતને ચમકાવવા માટે

કેળાની છાલનો ઉપયોગ તમે તમારા દાંતને ચમકાવવા માટે પણ કરી શકો છો. આ માટે તમારે કેળાની છાલ લઈને તેને તમારા દાંત પર ઘસવાની છે. કેળાની છાલ તમારા દાંતને સફેદ કરવામાં તો મદદ કરશે જ પણ સાથે જ મોઢાના રોગ પણ દૂર થશે.

વાળ માટે 

જો તમે પણ તમારા વાળને એકદમ સિલ્કી અને સોફ્ટ બનાવવા માંગતા હોય તો કેળા તમારા ઘણા ઉપયોગમાં આવી શકે છે. તમે કેળાનો હેર માસ્ક બનાવી એને તમારા વાળમાં લગાવી શકો છો. એ બાદ તમારા વાળ એકદમ ચમકીલા બની જશે.

ચહેરો માટે 

હવેથી કેળું ખાઈ લીધા બાદ એની છાલને ફેંકી દેવાની ભૂલ ન કરતા. તમે તેનો ઉપયોગ તમારા ચહેરાને ચમકાવવા માટે કરી શકો છો. હવે તમને થશે કે એવું તે વળી કઈ રીતે બને તો તમને જણાવી દઈએ કે કેળાની છાલને ચહેરા પર ઘસવાની તમારો ચહેરો એકદમ મુલાયમ બની જશે અને તમારી સ્કિનનો રંગ પણ નિખરશે.

કેળાની છાલનો ઉપયોગ તમે તમારા નાક પરના બ્લેક હેડ્સ દૂર કરવા માટે પણ કરી શકો છો. આ માટે તમારે કેળાની છાલને મસળીને તેને સાવ બારીક કરી લેવાની છે અને ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને બેકિંગ સોડાને મિક્સ કરીને તેને બ્લેક હેડ્સ પર લગાવવાથી તમારા બ્લેક હેડ્સ દૂર થઈ જશે.

ખીલ દુર કરવા માટે 

કેળાની છાલમાં મધ મિક્સ કરીને જો તમે ખીલ પર લગાવશો તો તમને ખીલની સમસ્યામાંથી પણ મુક્તિ મળી શકે છે. આવું કરવાથી ખીલ એની જાતે જ બેસી જશે અને ચહેરા પર ખીલનો ડાઘ પણ નહિ રહે

જો તમે પણ આંખ નીચે થઈ ગયેલા ડાર્ક સર્કલથી હેરાન થઈ ગયા હોય તો કેળાની છાલને ગ્રાઈન્ડ કરી લો અને હવે એમાં એલોવેરા મિક્સ કરી લો. ત્યાર બાદ આ પેસ્ટને થોડા સમય માટે ડાર્ક સર્કલ પર લગાવી લો. નિયમિત રીતે આ ઉપાય કરવાથી કાળા ડાઘ દૂર થઈ જશે અને તમારા સ્કિન એકદમ સ્પષ્ટ થશે.

વધતી ઉંમરની સાથે જો તમારી સ્કિન પર કરચલીઓ પડી રહી હોય તો એનાથી બચવા તમારે કેળાની છાલને સૂકવીને એનું ચૂર્ણ બનાવી લેવાનું છે, ત્યારબાદ એમાં બદામનું તેલ મિક્સ કરીને આ પેસ્ટને ચહેરા પર લગાવી લો. આવું કરવાથી કરચલીઓ દૂર થશે અને તમારી સ્કિન એકદમ યુવાન દેખાવા લાગશે.

જો તમારા શરીરના બીજા અંગો અને ચહેરા પર મસા થઈ ગયા છે તો એનાથી છુટકારો મેળવવા માટે તમારે કેળાની છાલને બે કલાક માટે મસા પર બાંધી રાખવાની છે. આમ કરવાથી મસાની તકલીફમાંથી રાહત મળી શકે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

તો મિત્રો હવે તમે પણ કેળાની છાલને ફેંકી ન દેતા અને અમે જણાવેલ ઉપાયને એકવાર અપનાવી જોજો. આશા છે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

Leave a Comment