ગેસ, એસિડીટી અને કબજિયાત કરી દેશે 5 જ મિનીટમાં દુર કરો ઉપાય

વરિયાળી ના ફાયદા ભારતીય ભોજનમાં મસાલાનું અલગ મહત્વ છે. આ મસાલા ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ જાળવી રાખવાનું કામ કરે છે. દરેક ભારતીય રસોઈ ઘરમાં એવા બધા જ મસાલા ઉપલબ્ધ હોય છે, જે અનેક ઔષધીઓ ગુણોથી ભરપૂર હોય છે. એ જ રીતે વરિયાળી નો ઉપયોગ પણ લગભગ મોટાભાગના ઘરોમાં કરવામાં આવે છે.

ખાવામાં મસાલા તરીકે વરિયાળી નો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે લોકો વરિયાળીનો માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરે છે. વરીયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. ઉપરાંત બીજા અનેક ઘણા ફાયદા થાય છે. વરિયાળી ઔષધીય ગુણોથી ભરપૂર છે. વરિયાળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

વરિયાળીમાં જરૂરી દરેક પોષક તત્વો રહેલા છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વરિયાળીમાં પોટેશિયમ, આયર્ન, એન્ટી એંફ્લેમેટ્રી, ફોલેટ, વિટામીન સી, ફાઇબર અને બીજા અનેક ગુણો રહેલા છે. વરિયાળીના પાણીનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ ઉપરાંત નિયમિત વરીયાળી ખાવાથી બીજા અને ઘણા ફાયદા થાય છે. તો ચાલો એના કેટલાક વિશિષ્ટ ફાયદા વિશે જાણીએ.

વરિયાળી ના ફાયદા

કબજિયાત, ગેસ, એસીડીટી 

પેટનો અપચો સોજો અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે વરિયાળી ખૂબ જ ઉપયોગી છે. માટે વરિયાળી વાળું દૂધ પીવાથી આ બધી સમસ્યાથી છુટકારો મળે છે. વરીયાળી નું સેવન કરવાથી પેટમાં થતો ગેસ, એસીડીટી પણ દૂર થાય છે. વરિયાળીનું દૂધ પીવાથી એસિડિટી અને મસાલાવાળા ખોરાકથી થતી એસિડિટી તથા સોજો દૂર થાય છે.

વરિયાળી ના ફાયદા

ઉધરસ

ઉધરસ થી છુટકારો મેળવવા માટે 10 ગ્રામ વરીયાળીમાં થોડું મધુ મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણ વાર સેવન કરવાથી ઉધરસ થી છુટકારો મળે છે, અથવા એક ચમચી વરિયાળી અને એક ચમચી અજમાને અડધા લીટર પાણીમાં ઉકાળીને ત્યારબાદ તેમાં એક ચમચી મધ ઉમેરીને ઠંડું થવા દેવું. આ ઉકાળાને દર એક કલાકે ત્રણ ચમચી પીવાથી પણ ઉધરસથી છુટકારો મળે છે.

પેઢામાં થતા દુખાવા

વરીયાળીનું પાણી પાચન ક્રિયાને ઝડપી બનાવે છે. તેમાં રહેલું ફાઇબર શરીરને એનર્જી આપે છે. તેના નિયમિત સેવનથી ભૂખ પણ ઓછી લાગે છે અને નબળાઈ થતી નથી. આ બધા જ ગુણોના કારણે વજન ઘટાડવામાં પણ વરિયાળી મદદરૂપ થાય છે. વરિયાળીનું પાણી પીવાથી પેઢામાં થતા દુખાવા અને ઉલટી ની સમસ્યા પણ દૂર થાય છે.

મોઢાના છાલામાં રાહત મળે છે

નાના બાળકોની થતી પાચનની સમસ્યા માં પણ વરીયાળી ખૂબ જ ઉપયોગી છે. બાળકોને પેટના રોગ માટે બે ચમચી વરિયાળીના ચૂર્ણ ને બે કપ પાણીમાં સારી રીતે ઉકાળવું. બે ભાગ જેટલું પાણી પાણી રહે ત્યારે ઉકાળીને બાદમાં ઠંડુ કરવું. આ ઉકાળાને દિવસમાં બે થી ત્રણ વાર એક એક ચમચી પીવડાવવું. મોઢામાં છાલા પડ્યા હોય તો વરીયાળીને ઉકાળીને પાણી અડધું રહે ત્યારે તેમાં ફટકડી ઉમેરીને દિવસમાં બે થી ત્રણ વાર સેવન કરવાથી મોઢાના છાલામાં રાહત મળે છે.

બળતરા દૂર થાય છે

વરીયાળીના પાવડરને સાકર સાથે મિક્સ કરીને ખાવાથી હાથ પગની બળતરા દૂર થાય છે. જમ્યા બાદ 10 ગ્રામ ભરીયાળી ખાવી જોઈએ. વરિયાળીના પાણીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે. તેનું સેવન કરવાથી કબજિયાત, એસિડિટી, ગેસની સમસ્યા, ઉલટી, ગભરામણ થવી જેવી સમસ્યાથી છૂટકારો મળે છે.

આંખોની દ્રષ્ટિ વધે છે

વરીયાળી ને આંખ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને રોજ ખાવાથી આંખોની રોશની વધે છે. આયુર્વેદ મુજબ રોજ પાંચ ગ્રામ વરીયાળી ખાવાથી આંખો સારી રહે છે. આંખોની દૃષ્ટિ વરિયાળીના સેવન કરવાથી વધારી શકાય છે વરિયાળીને સાકર સરખા ભાગે લઈને તેને વાટી લેવું. તેને એક ચમચી જેટલું પાણી સાથે બે મહિના સુધી લેવાથી આંખોની દ્રષ્ટિ વધે છે.

વરીયાળીના પાણીમાં ફાઇબરનું સારું પ્રમાણ રહેલુ છે. જેના કારણે તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત શરીરની ગંદકીને પણ સાફ કરે છે. તેનાથી લોહી પણ સાફ થાય છે. તેના માટે એક ચમચી વરીયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત માટે રહેવા દેવી. ત્યારબાદ સવારે ઊઠીને તેનું સેવન કરવું એનાથી ખૂબ જ ફાયદો થાય છે.

વરીયાળી એ કુદરતી માઉથ ફ્રેશનર છે. તેને ચાવવાથી તેમાંથી સુગંધિત તેલ નીકળે છે. જે શ્વાસની દુર્ગંધને દૂર કરે છે. તેના એન્ટી બેક્ટેરિયાનો અને એન્ટીઇનફ્લેમેંટ્રિ ગુણ પેઢા ના ચેપથી પણ બચાવે છે. પાણીમાં થોડી વરીયાળી નાખીને ઉકાળીને તેને ઠંડી થાય એટલે કોગળા કરવા. આ રીતે નિયમિત કરવાથી મોઢાની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.

વરીયાળીનું સેવન કરવાથી લીવર વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે અને લીવર ને ઘણા રોગો સામે રક્ષણ મળે છે. વરિયાળીનું સેવન થોડા ગરમ પાણી સાથે કરવુ જોઈએ. એનાથી પેટના સોજા દૂર થાય છે. વરિયાળી ગેસ્ટ્રીક એસીડના સ્ત્રાવ ને સારો કરવામાં મદદરૂપ થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment