કોઈપણ પ્રકારની દવા વગર શરદી-કફ અને ઉધરસને મટાડો કરો આ ઉપાય

શરદી ઉધરસ

મોટાભાગે વાતાવરણમાં પરિવર્તન આવવાની સાથે જ અનેક બીમારી થવાનો ભય પણ ઉભો થતો હોય છે. જેમાંથી વાયરલ બીમારીઓ તો વ્યક્તિને ખૂબ જ જલ્દી પકડમાં લઈ લેતી હોય છે. જેમ કે શરદી, ઉધરસ અને કફ જેવી વાયરલ બીમારીનો મોટાભાગે લોકો શિકાર બને છે. જેનાથી કાયમી ધોરણે છુટકારો મળતો નથી.

એના માટે આજના લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું, જેનાથી તમે ઝડપથી આ બીમારીમાંથી રાહત મેળવી શકો છો. તો ચાલો આ ઉપાય વિશે જાણીએ.

– ગળામાં જામી ગયેલા કફ અથવા ખારાસને દુર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ તમે કર્યો જ હશે, પરંતુ તમને જણાવી દઈએ કે, ફટકડી નો ઉપયોગ કરવાથી ઝડપથી રાહત મળે છે.

– ગળાની ખારાશને દૂર કરવા માટે સૌથી પહેલા ફટકડીને ગરમ કરવી, હવે તેને સવારે નિયમિત પાણીમાં મિક્સ કરીને સેવન કરવાથી ઝડપથી આરામ મળે છે.

 શરદી ઉધરસ

– જો તમને ઉધરસ થઈ ગઇ હોય અને તેનાથી રાહત ન થતી હોય તો, તમારે ફટકડીને ગરમ કરીને પાણીમાં ઉમેરવી. ત્યારબાદ જ્યારે ફટકડી પાણીમાં ઓગળી જાય ત્યારે તેનું સેવન કરવું જોઈએ. એનાથી ઝડપથી રાહત મળે છે.

– જો તમને કફથી છુટકારો ન મળતો હોય તો એના માટે ફટકડીને તવા પર શેકી લેવી. હવે તેને વાટીને તેનું ચૂર્ણ બનાવી લેવું. ત્યારબાદ આ ચૂર્ણ ને મધ સાથે મિક્સ કરીને સેવન કરવાથી રાહત મળે છે. જેનાથી તમને ઉધરસમાં પણ રાહત મળશે. ગળાની ખરાશ પણ ઓછી થશે.

– જ્યારે કોઈ જગ્યાએ ઘા થયો હોય અને લોહી નીકળવાનું બંધ ન થતું હોય તો ફટકડી એના માટે કારગર સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ફટકડીને પાણીમાં મિક્સ કરીને ઘા ને સાફ કરવો. આ ઉપાય કરવાથી લોહી વહેતું બંધ થઈ જાય છે અને આરામ મળે છે.

– મોટાભાગે ફટકડીનો ઉપયોગ તમે નજર ઉતારવા માટે થતો જોયો હશે, પરંતુ તમને કહી દઈએ કે આ સાથે તમે ફટકડીનો ઉપયોગ કફ અને ઉધરસ જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ કરી શકો છો.

આ ઉપરાંત પણ ફટકડીના અનેક ફાયદા છે. જે આ મુજબ છે.
– નાકમાંથી રક્તસ્રાવ થવાને બોલાચાલની ભાષામાં નસકોરી ફૂટવાનું કહેવામાં આવે છે. જ્યારે નાકમાંથી લોહી નીકળતું હોય ત્યારે પાણીમાં ફટકડી મિક્સ કરવી અને તેના ટીપાંને નાકમાં નાંખવા. તેનાથી નાકમાંથી લોહી નીકળતુ બંધ થઈ જાય છે.

– ત્વચા પરના દાગ દૂર કરવા માટે પણ ફટકડી એ એક અકસીર ઉપાય છે. એના માટે દરરોજ ફટકડીથી ચહેરા પર મસાજ કરવો અથવા ફટકડીના પાણીથી ચહેરો સાફ કરવો. આ ઉપાય કરવાથી, ત્વચા બેદાગ અને સુંદર બને છે.

– જો તમારા દાંતમાં દુખાવો થઈ રહ્યો હોય અને તમને તેનાથી રાહત નથી મળી રહી, તો દુખાવો થતો હોય એ જગ્યાએ ફટકડીનો પાઉડર લગાવવો. એનાથી તમને દાંતના દુખાવામાં ઝડપથી રાહત મળશે.

– ફટકડી મેળવેલા પાણીથી થોડા દિવસ માથુ ધોવાથી જુ ખતમ થઈ જાય છે.

– બવાસીરમાં ફટકડીનો પાઉડર અને માખણમાં મેળવીને મસ્સા પર લગાવવાથી ખૂબ લાભ થાય છે.

– એક ગ્રામ ફટકડી, 40 ગ્રામ ગુલાબજળમાં પલાળીને શીશીમાં ભરી લેવું. તેના બે-બે ટીપા આંખમાં રોજ નાખવા. તેનાથી આંખનો દુ:ખાવો, ચીપડા, લાલાશ વગેરે દૂર થાય છે. રાત્રે સુતા સમયે આંખમાં નાખવાથી પણ ફાયદો થાય છે. એને રોજ નાખી શકાય છે.

– પાણીમાં વધુ કામ કરવાથી શિયાળામાં આંગળીઑમાં સોજા કે ખંજવાળ થઈ જાય છે તો, પાણીમાં ફટકડી ઉકાળીને તેનાથી આંગળીઑ ધોવાથી લાભ થાય છે.

– પાયોરિયા, પેઢામાં દુ:ખાવો, સોજો, લોહી નિકળવુ જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે, એક ભાગ મીઠુ, બે ભાગ ફટકડી જીણુ પીસી પેઢા પર રોજ ત્રણ વાર લગાવો. ત્યારપછી એક ગ્લાસ ગરમ પાણીમાં પાંચ ગ્રામ ફટકડી નાખીને હલાવીને કોગળા કરો. તેનાથી પેઢા અને દાંત મજબૂત થાય છે. ઉપરાંત લોહી નિકળવુ અને મવાદ આવવાનુ પણ બંધ થઈ જશે.

– ફટકડીને ગરમ પાણીમાં ઑગાળીને સતત કોગળા કરવાથી દાંતમાં થઈ રહેલા દુ:ખાવાથી જલ્દી આરામ મળે છે.

– જો પેશાબ કરતા સમયે બળતરા થતી હોય તેમાં પેશાબ અટકી-અટકીને ખૂબ મુશ્કેલી આવતો હોય તો, 6 ગ્રામ પીસેલી ફટકડીને એક ગ્લાસ પાણીમાં ઑગાળીને પીવાથી આ.સમસ્યામાંથી છૂટકારો મળે છે.

– જો હાથ-પગમાં ખુબ પરસેવો આવે તો ફટકડીને પાણીમાં ઑગાળીને તેનાથી હાથપગને ધોવા. તેનાથી પરસેવો આવવાનો બંધ થઈ જાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજની માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment