સ્ત્રીઓને પોતાની glowing skin ત્વચા હંમેશા સુંદર અને ચમકદાર રહે એની ચિંતા સતત સતાવતી હોય છે અને એ માટે તેઓ બજારમાંથી જાત જાતના પ્રોડક્ટ્સ ખરીદે છે અને પોતાની ત્વચા પર એનો ઉપયોગ કરતા ખચકાતી નથી. પણ શું તમને એ વાતનો ખ્યાલ છે કે આ પ્રોડક્ટસમાં રહેલું કેમિકલ તમારી ત્વચાને કેટલું બધું નુકશાન પહોંચાડી શકે છે
માર્કેટમાં ઉપલબ્ધ આ બ્યુટી પ્રોડક્ટ્સની અસર તો તમને તરત જોવા મળે છે પણ લાંબા ગાળે આ પ્રોડક્ટ તમારી કુદરતી ત્વચાને નિસ્તેજ બનાવી શકે છે. એના કરતાં આપણે આપણી ત્વચાનું ધ્યાન રાખવા એવી જ અમુક વસ્તુઓનો ઉપયોગ કરીએ જે આપણા ઘરમાં જ સરળતાથી મળી રહે અને એમાં કોઈપણ જાતનું કેમિકલ પણ ન હોય. તો ચાલો અમે તમને આજે એવી એક વસ્તુ વિશે જણાવી દઈએ
ત્વચાની ચમક વધારવામાં બદામ અને કાચું દૂધ ઘણું ઉપયોગી છે. તો આવો જાણીએ લઈએ કે કઈ રીતે બદામ અને કાચું દૂધ તમારા ચહેરાને ચમકાવી શકે છે
બદામ અને કાચા દૂધના ફાયદા
બદામ ઓમેગા-3 ફેટી એસિડનો સ્ત્રોત છે જે તમારી સ્કિન માટે કુદરતી મોઈશ્ચરાઈઝર બની રહે છે. બદામમાં રહેલું વિટામિન-E અને વિટામિન-A તમારી સ્કિનને વધુ ચમકદાર બનાવે છે અને આ ઉપરાંત આંખોની નીચે રહેલા કાળા કુંડાળાને પણ ઘટાડી શકે છે.
દૂધમાં લૈક્ટિક એસિડ રહેલું છે જે તમારી ત્વચાને એક્સફોલિએટ કરવામાં ખૂબ જ અકસીર સાબિત થાય છે. દૂધમાં વિટામિન-એ અને વિટામિન-ડી સારી એવી માત્રામાં હોય છે જે તમારી સ્કિનને સૂર્યના અત્યંત હાનિકારક કિરણો એવા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે.
કેવી રીતે કરશો બદામ અને કાચા દૂધનો ઉપયોગ
આ માટે તમારે સૌ પ્રથમ બદામને મિક્સરમાં ન સારી રીતે પીસીને તેનો પાવડર બનાવી લેવાનો છે. એ બાદ આ પાઉડરમાં થોડું કાચું દૂધ મિક્સ કરેલું. જો તમારી ઈચ્છા હોય તો તમે આ મિશ્રણમાં કાળા તલ પણ ઉમેરી શકો છો. કાળા તલ તમારી સ્કિન માટે સ્ક્રબનું કામ કરશે એ પછી કાચું દૂધ અને બદામના પાઉડરને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. વીસેક મિનિટ આ પેસ્ટને તમારા ચહેરા પર રાખ્યા પછી કોટનથી મદદથી તમારા ચહેરાને સાફ કરી લો. ત્યાર બાદ તમે ઇચ્છો તો ચહેરા પર બદામ રોગાન તેલ લગાવી શકો છે.
તમને જણાવી દઈએ કે ચહેરા પર બદામ રોગન તેલ લગાવવાથી એ તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરશે. જો તમે સુંદર દેખાવા માંગતા હોય તો તમારે અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ અચૂક કરવાનો છે.
આ તો થઈ દૂધ અને બદામની પેસ્ટની વાત પણ આ સિવાય પણ એવી ઘણી ઘરેલુ વસ્તુ છે જેની મદદથી તમે તમારા ચહેરાને ચમકાવી શકો છો. તો ચાલો એના વિશે પણ તમને જણાવી દઈએ.
લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે તમારા ચહેરા પર કુદરતી બ્લીચનું કામ કરે છે અને ચહેરાને ચમક આપે છે. આ ઉપરાંત લીંબુ તમારા ચહેરા પરના ડાઘ ધબ્બા પણ દુર કરે છે.લીંબુની જેમ દહીં પણ કુદરતી બ્લીચ છે. દહીંમાં એકાદ ચમચી ચણાનો લોટ નાખીને પેસ્ટ બનાવી આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી તમારો ચહેરો ચમકી ઉઠશે.
દહીં અને કાકડીનો રસ મિક્સ કરીને આ મિશ્રણને ચહેરા પર 3-4 દિવસ સુધી રોજ ઉપયોગ કરવામાં આવે તો તમારા ચહેરા પર અલગ જ ચમક આવી જશે.
આ સિવાય તમે હળદરમાં નારંગીનો રસ મિક્સ ક્રિમે તેને ફેસ પર લગાવી શકો છો. આ પેકને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને એ પછી ચહેરો ધોઈ લો. તમારા ચહેરા પરનો ગ્લો ખરેખર જોવા જેવો હશે.
તમારા ચહેરા પર અમે જણાવેલ નુસખા ચોક્કસથી અપનાવી જોજો અમે પછી જોજો તમારો ચહેરો કેવો દમકી ઉઠે છે. અમે જણાવેલી માહિતી તમને ઉપયોગી સાબિત થઈ કે નહીં એ અમને જણાવવાનું ભૂલતા નહિ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
1 thought on “બ્યુટી પાર્લર ગયા વગર જ ચહેરો ગોરો દૂઘ જેવો થઈ જશે કરો આ ઉપાય”