ઓપરેશન વગર હરસ મસા અને ભંગદર દૂર કરવાનો 100% અસરકારક દેશી ઈલાજ

મસા ની દેશી દવા ઘણા લોકોની શરીરના વિવિધ ભાગો પર મસાની તકલીફ જોવા મળે છે. જેમાં હાથ, ગળું, પીઠ અને શરીરના અન્ય ભાગ નો સમાવેશ થતો હોય છે. ભલે તે તકલીફવાળા હોતા નથી તેનાથી કોઈપણ પ્રકારનો દુખાવો પણ થતો નથી, પરંતુ દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે.

મસાને દૂર કરવા માટે બહાર જવાની જગ્યાએ તમે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને મસા હટાવી શકો છો. ખાસ વાત છે આ ઉપાયથી મસાને જડમૂળથી દૂર થઇ જશે અને ફરીથી ક્યારેય નહી થાય. ઘરેલૂ ઉપાય હોવાથી તેની કોઇ સાઇડ ઇફેક્ટ્સ નહી થાય અને સરળતાથી તમે શરીર પરથી દૂર કરી શકશો.

સામાન્ય રીતે મસા વિષાણુ સંક્રમણના કારણે થતા હોય છે. મસા એક કે બે નહી પરંતુ દસ-દસ પ્રકારના હોય છે. ઘણીવાર મસા ચેપના કારણે પણ થાય છે

મસા એકદમ નાના હોય છે અને તે એકદમ ધ્યાન માં આવતા નથી, પરંતુ અમુક વ્યક્તિ ને થતા મસા ની સાઈઝ ઘણી મોટી હોય છે. માટે તે દેખાવમાં ખૂબ ખરાબ દેખાતા હોય છે. મસામાં નિયમિતપણે ડુંગળીનો રસ લગાવવો જોઈએ. દિવસમાં એક વાર ફક્ત આ રસ લગાવવો. એનાથી મસા ધીમે ધીમે સૂકવવાનું શરૂ થાય છે અને જાતે જ નીકળી જાય છે. જ્યારે મસા થવાની શરૂઆત થાય છે ત્યારે ત્વચા ઉપર નાના દેખાતા હોય છે, ત્યારે ડુંગળીને ક્રશ કરીને તેનો રસ એના પર લગાવવો જોઈએ. આ ઉપાય સવાર-સાંજ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી થોડા દિવસમાં જ મસા ગાયબ થઇ જશે.

અન્ય ઉપાય માં એલોવેરા જેલ અસરકારક છે. એલોવેરાને વચ્ચે થી કાપી લેવું. તેનું જેલ મસા પર લગાવવું ધીરે ધીરે એનાથી મસા દૂર થઈ જાય છે. લસણની કળીને ગ્રાઈન્ડ કરીને તેની પેસ્ટ લગાવવાથી પણ મસા નીકળી જાય છે. પરંતુ લસણની પેસ્ટને રાત્રે સુતા પહેલા લગાવી જોઈએ અને સવારે તેને શુદ્ધ પાણીથી ધોઈ લેવું. સતત એક અઠવાડિયા સુધી આ ઉપાય કરવો જોઈએ. એલોવેરા ચહેરા પરના ડાઘને પણ દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

મસા ઉપર પ્લાસ્ટિકની દોરી બાંધીને પણ તેને દૂર કરી શકાય છે. મસાને દોરી વડે બાંધી દેવાથી તેના સુધી રક્ત સંચાર થતો નથી અને રક્તસંચાર ન થવાને કારણે તે સુકાઈ જાય છે અને નીકળી જાય છે. તમે જોઈ શકશો કે, દોરી બાંધ્યા પછી તેનો કલર પણ ધીમે ધીમે ડાર્ક થતો જાય છે અને થોડા સમય બાદ તે સૂકાઈને નીકળી જાય છે.

ખાટા સફરજનનો રસ પણ મસા ઉપર લગાવવાથી મસા દૂર થાય છે. ખાટા સફરજનનો રસ મસા દૂર કરવા માટે ઉપયોગી છે. થોડું ઍપલ સાઇડર વિનેગર લેવું તેમાં કોટન ભીનું કરીને દિવસમાં ત્રણવાર એને મસા ઉપર લગાવવું. થોડા દિવસ સુધી આ ઉપાય કરવાથી મસા નીકળી જાય છે. લસણની કળી ના ફોતરા કાઢીને તેને કટ કરી લેવા અને આ ટુકડાને મસા ઉપર ઘસવાથી પણ મસા દૂર થઈ જાય છે. આ ઉપાય જ્યાં સુધી મસા નીકળી ન જાય ત્યાં સુધી રોજ નિયમિત કરવો જોઈએ.

બેકિંગ સોડા અને એરંડિયા ને બરાબર માત્રામાં લઈને મિક્સ કરીને રાત્રે સુતા પહેલા લગાવવું જોઈએ. એરંડિયાની જગ્યાએ તમે કપૂરના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. એને લગાવ્યા બાદ સવારે ઊઠીને ઠંડા પાણી વડે સાફ કરી લેવું. થોડા દિવસો સુધી નિયમિત આ ઉપાય કરવાથી મસા દૂર થઈ જાય છે. બટાકાનો રસ પણ મસાની સમસ્યાઓમાં ફાયદાકારક છે. એના માટે બટાકાને ક્રશ કરીને તેને મસા ઉપર ઘસવું. એનાથી મસા સુકાઈ જાય છે. આ ઉપાય સળંગ એક અઠવાડિયા સુધી કરવો જોઈએ.

તાજા પાઇનેપલ નો ઉપયોગ કરવાથી પણ મસા દૂર થાય છે. એના માટે પાઈનેપલ ને કટ કરીને તેને મસા ઉપર ઘસવું જોઈએ. એનાથી મસા દૂર થઈ જાય છે આ ઉપાય જ્યાં સુધી મસા સૂકાઈને ખરી ન જાય ત્યાં સુધી કરવો જોઈએ. મસા દૂર કરવા માટે અળસી અને મધ પણ ઉપયોગી સાબિત થાય છે. એના માટે અળસીનાં બીજને પીસીને મધમાં મિક્સ કરીને મસા થયા હોય એ જગ્યાએ લગાવવું જોઈએ. એનાથી મસા આપોઆપ નિકળી જાય છે.

મસા દૂર કરવા માટે વડના પાન પણ ઉપયોગી છે. એના માટે વડના પાનને પીસીને તેમાંથી જે રસ નીકળે તેને સવાર-સાંજ બે ટાઈમ મસા પર લગાવવો જોઈએ. એનાથી મસા સુકાઈ જાય છે અને ખરી પડે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment