ચહેરાને સુંદર અને ચમકતો બનાવવા ઘરે જ કરો આ ઉપાય

ચહેરાને સુંદર બનાવવા

હાલના સમયમાં પ્રસંગ અને તહેવારોમાં પાર્લરમાં જઈને ચહેરાને સુંદર બનાવવા માટે ઘણો બધો ખર્ચ કરવામાં આવે છે પરંતુ એ વસ્તુઓ ચહેરાની ત્વચા માટે હાનિકારક હોય છે. અલગ અલગ કેમિકલવાળી વસ્તુથી ચહેરો ખરાબ થવા લાગે છે. થોડા દિવસ સુધી ચહેરો ચમકે છે પરંતુ આગળ સમય જતાં તે ખરાબ થવા લાગે છે. આપણે પાર્લરમાં જઈને કરેલો ખર્ચ બેકાર જાય છે તો, આજે અમે તમને એક આયુર્વેદિક ઉપાય વિશે જણાવીશું. જેનાથી ચહેરા ને કોઈપણ જાતનું નુકસાન પહોંચતું નથી અને પૈસા પણ બચી જાય છે.

અત્યારના સમયમાં બધી જ સ્ત્રીઓ અને છોકરીઓ ને પોતાનો ચહેરો સાફ અને સુંદર રાખવો ગમે છે. પણ અત્યારે તે શક્ય નથી તેનું કારણ છે કે, વધારે પડતું પ્રદૂષણ, ધૂળ, ધુમાડો અને ખાવા-પીવાની વસ્તુઓ તેનાથી ચહેરો ખરાબ થવા લાગે છે. એનાથી બચવા માટે મહિલાઓ અને યુવતિઓ એ પાર્લરમાં જઈને પોતાના ચહેરા પર અલગ-અલગ વસ્તુઓ અજમાવે છે. ફેશિયલ, ફેશવોશ, અલગ અલગ ક્રીમ ચહેરા પર લગાવે છે. તેનાથી ચહેરો થોડા દિવસ સાફ અને સુંદર રહે છે. સમય જતાં ચહેરો કેમિકલવાળી વસ્તુ ના કારણે વધુ ખરાબ થવા લાગે છે.

 

ચહેરાને સુંદર પાર્લરમાં ખર્ચ કરવો અને ત્વચાને નુકસાન કરવું એના કરતા આયુર્વેદિક વસ્તુ થી, ઘરગથ્થુ ઉપચાર કરીને પોતાનો ચહેરો સુંદર અને ચમકીલો બનાવવો જોઈએ. એનાથી ચહેરો ક્યારેય પણ ખરાબ થતો નથી અને બીજી કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થતી નથી, કે ત્વચાને નુકસાન થતું નથી, તે વસ્તુ ના કારણે કુદરતી રીતે વસ્તુ માં રહેલા ગુણ આપણા ચહેરાને સુંદર બનાવે છે.

પ્રદુષણના કારણે જે પણ ત્વચા કાળી પડી ગઇ હોય તેનો રંગ સાફ કરવામાં અને ત્વચાને સ્વસ્થ બનાવવામાં આવે તો ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઉપાય કોઈપણ વ્યક્તિ કરી શકે છે. મહિલા હોય કે પુરુષ આ વસ્તુઓની મદદથી પોતાની ત્વચા સંબંધીત સમસ્યાને દૂર કરી શકે છે તો, ચાલો જાણીએ એ વસ્તુ, એના ઉપાય અને એનો ઉપયોગ કરવાની રીત.

chahera-ne-sundar-banava

જે પણ મહિલા કે પુરુષની ત્વચા સૂકી હોય તેના ઉપાય માટે એક સારું અને પાકુ ટામેટુ લેવું. તેને હાથ વડે મસળી ને તેનું જ્યૂસ બનાવવું, પછી તેની અંદર એક ચમચી મધ મિક્ષ કરવું. આ બંને વસ્તુને બરાબર મિક્સ કરીને તેને લગાવવું જોઈએ. એના માટે એક સારા કોટનના કપડાને પાણી થોડું ભીનું કરવું. એનાથી પોતાના ચહેરાને સાફ કરી લેવો. ત્યાર પછી ટામેટા અને મધનું મિશ્રણ ચહેરા પર લગાવવું અને ધીરે ધીરે મસાજ કરવો. આ પેસ્ટને પાંચથી દસ મિનિટ સુધી સૂકાવા માટે રાખવો, પછી તેને ઠંડા પાણી વડે સાફ કરી લેવું.

એને સાફ કર્યા પછી ચહેરા ઉપર હળવા હાથે કોઈપણ ક્રીમ કે મોઇશ્ચરાઇઝર લગાવી દેવું. આ ઉપાય નિયમિત આઠ દિવસ સુધી દિવસમાં ત્રણથી ચાર વાર કરવો. ધીરે ધીરે ચહેરો ગ્લો કરવા લાગશે. જે લોકોની ત્વચા ઓઇલી રહેતી હોય છે તેમના માટે પણ આ ઉપાય ખૂબ જ અસરકારક છે. ઓઈલી સ્કિન વાળી વ્યક્તિએ ટામેટું અને મધની સાથે એક ચમચી લીંબુનો રસ મિક્સ કરવો જોઈએ. એનાથી ઓઈલી સ્કિન થી છુટકારો મળે છે.

આજ મિશ્રણને ગરદન, હાથ અને પગમાં કાળી પડી ગયેલી ત્વચા પર લગાવી શકાય છે. ચહેરાની સાથે ગરદન પર આ વસ્તુ જરૂર લગાવવી જોઈએ કારણ કે, ચહેરો જ્યારે ગ્લો કરે છે ત્યારે ગરદનના ભાગની ત્વચા અલગ દેખાશે.

આ મિશ્રણમાં રહેલા ગુણ 

ફાટી ગયેલી ચામડી માં મધ ખૂબ જ ફાયદાકારક છે. તે ચામડીને મોઇશ્ચરાઇઝ કરે છે. સાથે જ પાણીમાં રહેલી ધૂળ પણ સાફ કરે છે. ત્વચા કાળી પડી ગઇ હોય તેના માટે ટામેટુ ખૂબ જ ઉપયોગી છે. તેમાં રહેલા ગુણો ચામડીમાં રહેલા ગોરાપનાને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે અને લીંબુ ચામડીમાં રહેલા ઓઈલને દૂર કરે છે. આ વસ્તુઓની મદદથી થોડા દિવસની અંદર ચહેરા પર કુદરતી ચમક આવે છે. ખીલ અને તેના ડાઘ પણ દૂર થવા લાગે છે. ચહેરાની ખરાબ થયેલી કોશિકાઓ જલ્દી થી બહાર નીકળવા લાગે છે અને નવી કોશિકાઓ બનવા લાગે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાચો :- બ્યુટી પાર્લર ગયા વગર જ ચહેરો ગોરો દૂઘ જેવો થઈ જશે કરો આ ઉપાય

અમને આશા છે કે, આ લેખની મહત્વપૂર્ણ માહિતી તમને ઝડપથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment