અનેક બીમારીઓ દૂર કરે છે આ એક શક્તિશાળી ફળ ડાયાબિટીસની સાથે વજન ઘટાડવામાં પણ છે મદદરૂપ જાણો

ફીંડલા ના ફાયદા આપણી આસપાસ એવા ઘણા છોડ છે. જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. મોટા ભાગે આપણને એવું લાગે છે કે આ છોડ માત્ર સાત સજાવટ માટે ઉપયોગી છે. પરંતુ એવા ઘણા છોડ છે જે ઘરની સજાવટની સાથે ઔષધીય ગુણો પણ ધરાવે છે. તેમાં રહેલા પોષક તત્વો ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. આજે અમે વાત કરી રહ્યા છીએ કાંટાળી વનસ્પતી થોરની. જે મુખ્યત્વે રણપ્રદેશમાં થતી ઔષધીય વનસ્પતિ છે. એ મોટેભાગે તેવી જગ્યાએ નીકળે છે જે પાણીની કમી હોય આ કારણે તે મોટા ભાગે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. થોરની ઘણી પ્રજાતિઓ છે પરંતુ અમુક પ્રજાતિઓ એવી છે જેની ખેતી કરવામાં આવે છે. થોર ઓછા પાણીની માત્રામાં પણ લીલુંછમ રહે છે. થોર પર આવતાં ફળ જેને થોરના ફિંડલા કહેવામાં આવે છે. જે લાલ રંગના હોય છે અને ગુણોથી ભરપૂર હોય છે. તેમાં અનેક રોગ નાબૂદ કરવાની શક્તિ ધરાવે છે. તો આવો જાણીએ થોરના ફિંડવાના વિશેષ.

ફીંડલા ના ફાયદા

1. કેન્સર સામે રક્ષણ આપે છે 

રિસર્ચમાં સામે આવ્યું છે તે કે થોરના ફિંડવા માં એન્ટી કેન્સર ગુણ રહેલા છે. જે કેન્સરના સેલ્સની લેવલને વધતાં અટકાવે છે અને તેને નાબૂદ કરવામાં પણ મદદરૂપ થાય છે. ફિંડવા માં રહેલું વિટામીન-સી ઇમ્યુનિટી પાવર વધારવામાં અને બીમારીઓ સામે રક્ષણ આપવામાં સહાયક બને છે.

2. વજન ઘટાડવા માટે મદદરૂપ 

ફિંડવાને મોટા પ્રમાણમાં ફાઈબર રહેલું છે. જે શરીરમાં ચરબીનું અવશોષણ કરવાનું કામ કરે છે. જેથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. માટે એનો તમે રોજના ભોજનમાં પણ સમાવેશ કરી શકો છો. અથવા તો તેને સલાડ રૂપે ખાઈ શકાય છે. એને ખાવા માટે તેના ઉપર ના કાંટા ને હટાવી ને છાલ દૂર કરવામાં આવે છે.

cactus

3. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે 

થોરના ફિંડલાના એક વિશેષ પ્રકારના નોપલમાં કાર્બોહાઇડ્રેટની પ્રક્રિયાને તેજ કરવાનો પ્રભાવ રહેલો છે, જેને કારણે તે ખાદ્ય પદાર્થોને મળનારા કાર્બોહાઇડ્રેટને પચાવીને લોહીમાં શુગરની માત્રાને વધતા રોકે છે. જેમાં રહેલા ફાઈબર બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રાખવામાં સહાયક બને છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફિંડવા રામબાણ સાબિત થાય છે.

4. હૃદય માટે ફાયદાકારક 

થોર માં પ્રાકૃતિક સેલેનિયમ રહેલું છે. જે કેન્સર, હૃદય સંબંધિત સમસ્યાઓ, વાયરલ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમાં રહેલું પોટેશિયમ રક્તચાપ નિયંત્રણમાં રાખે છે. ઉપરાંત કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઘટાડે છે. હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને હૃદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં થોરના ફિંડવા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

5. ત્વચા માટે ફાયદાકારક 

ફિંડવા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે છે, સાથે સાથે થોરમાં ત્વચાની સંબંધી સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા પણ રહેલી છે. ફિંડવા વિટામિન એ નો ભરપૂર સ્ત્રોત છે. જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ફિંડવાના પલ્પ ને ચહેરા પર લગાવવાથી ખીલ અને મસા ની સમસ્યા માંથી છુટકારો મળે છે ઉપરાંત ત્વચા સુંદર બને છે.

6. પેટના ચાંદા દૂર કરે છે 

પેટના રોગોમાં પણ ફિંડવા ફાયદારુપ છે. પેટમાં ચાંદા પડતા હોય અને લાંબા સમયથી દવાઓ કર્યા પછી ફરી ઉથલો મારતો હોય તો ફિંડલાથી જરુર રાહત મળશે. જેમને વારંવાર પેટમાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે ફિંડલાનો રસ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

7. લીવર માટે ફાયદાકારક 

ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે ફિંડવા લિવર માટે પણ ફાયદાકારક છે. લિવર શરીરનું મહત્વનું ઓર્ગન છે. પિત્તાશયમાં તકલીફ હોય તો અનેક બીમારીઓ થતી હોય છે. પિત્તાશય લોહીને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. માટે ફિંડવાનો ખાવાથી પિત્તાશયની સમસ્યાઓ દૂર થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment