જુનામાં જુની કબજિયાત થી છૂટકારો મેળવવા માટે કરો આ ઉપાય

જુનામાં જુની કબજિયાત ની દવા

જુના જમાના ની લાઈફ સ્ટાઇલ ની આજની લાઈફસ્ટાઈલમાં ખૂબ જ ફરક છે. ભોજન ની અનિયમિતતા, ભાગદોડવાળું જીવન વગેરેના કારણે રોજ સવારે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે. દરરોજ સવાર ની સૌથી મોટી સમસ્યા કબજિયાત છે. જે મોટી ઉંમર ના માણસોને જ નહીં, પરંતુ આજના સમયમાં યુવાનો અને બાળકોને પણ પરેશાન કરે છે.

આ સમસ્યા માટે થોડી સાવચેતી રાખવામાં આવે તો, આ સમસ્યાથી ચોક્કસ છુટકારો મેળવી શકાય છે. કબજિયાત થવાથી શરીરમાં ગેસ, એસીડીટી, પેટમા દુખાવો અને બળતરા જેવી ઘણી સમસ્યાઓ થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોવ તો કેટલાક ઘરેલુ ઉપચાર અજમાવી શકો છો. પરંતુ એ ઉપાય જાણતા પહેલા, સૌપ્રથમ આપણે કબજિયાત થવાના કારણો વિશે જાણીશું.

કબજિયાત થવાના કારણો

કબજિયાત થવાના ઘણાં બધાં કારણો હોય છે. જેવા કે ભોજનમાં ફાઈબરની નો અભાવ, શરીરમાં પાણીની ઉણપ, જમ્યા પછી બેસી રહેવું, કોઈપણ પ્રકારનો શારીરિક પરિશ્રમ કરવો નહીં, દવાઓનું સેવન કરવું, થાઇરોઇડ હોર્મોનનું ઓછું થવું, શરીરમાં કેલ્શિયમની પોટેશિયમની ઉણપ થવી, ડાયાબિટીસના દર્દીઓમાં પાચન સંબંધી સમસ્યાઓ હોવી, વધુપડતું ધુમ્રપાન કરવાથી કે દારૂ પીવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. તો હવે કબજિયાત ની સમસ્યામાંથી છુટકારો મેળવવાના ઉપાય વિશે જાણીએ.

જુનામાં જુની કબજિયાત

કબજિયાત ની દવા | કબજિયાત નો ઈલાજ | જુનામાં જુની કબજિયાત ની દવા

લસણ

કબજિયાતની સમસ્યાથી પીડાતા લોકોએ ખોરાકમાં લસણ નો સમાવેશ કરવો જોઈએ. કારણ કે લસણ મળ ને નરમ કરે છે, અને સરળતાથી મળ ને બહાર કાઢવામાં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત લસણમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો પેટમાં થતા સોજાને પણ ઓછું કરવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રોજ સવારે એક કે બે કળી લસણ ખાવું જોઈએ.

પાણી

પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી અને લાભદાયક છે. પાણી વગર જીવન અશક્ય છે. દરેક વ્યક્તિએ આખા દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. દિવસ દરમિયાન સમયસર પાણી પીવાથી શરીરમાં થતાં આ રોગની સમસ્યાઓ થી છુટકારો મળે છે. આ ઉપરાંત સવારમાં નરણા કોઠે બે ગ્લાસ હુંફાળું પાણી પીવું જોઇએ. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સવારમાં હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલો કચરો સરળતાથી બહાર નીકળી જાય છે.

મેથીદાણા

મેથીને સાંધાના દુખાવા માટે અને શરીરમાં શક્તિ મેળવવા માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે.આ ઉપરાંત મેથી કબજિયાતની સમસ્યા માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. દરરોજ કબજિયાતની સમસ્યા રહેતી હોય તો, સૂતા પહેલાં એક ચમચી મેથી નું ચૂર્ણ પાણીમાં મિક્ષ કરીને પીવું જોઈએ. રાત્રે મેથીના ચૂર્ણનું સેવન કરવાથી સવારમાં સરળતાથી પેટ સાફ થાય છે.

આ સિવાય દરરોજ દહીં ખાવાથી પણ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.આ ઉપરાંત રોજ રાત્રે એક ચમચી મેથી દાણા પલાળીને સવારે ઊઠીને નવશેકુ થાય ત્યારે નરણા કોઠે પીવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. એસીડીટી, પેટનો દુખાવો, આફરો અને બેચેની જેવી સમસ્યાઓમાં મેથી દાણાના અસરકારક ઉપાય છે.

ત્રિફલા 

ત્રિફલાનો ઉપયોગ આયુર્વેદમાં મોટા પ્રમાણમાં થાય છે. ત્રિફલાનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે કરવામાં આવે છે. જે કબજિયાત માટે પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે ત્રિફલા પાવડરને સુતા પહેલા એક ગ્લાસ નવશેકા પાણીમાં મિક્ષ કરીને તેનું સેવન કરવું. તેનાથી થોડા દિવસોમાં જ કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે.

વરીયાળી

વરીયાળી કબજિયાત દૂર કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. વરિયાળી નો ઉપયોગ કરવા માટે 1 કપ પાણી માં પલાળીને સૂકવી ને શેકી લેવી. ત્યારબાદ તેને બારીક પીસીને એક જારમાં ભરી લેવી. રોજ રાત્રે સૂતા પહેલા તેની અડધી ચમચી પાવડર પાણી સાથે લેવું. થોડા દિવસો સુધી આ ઉપાય કરવાથી કબજિયાત માટે હમેશાં માટે છુટકારો મળે છે.

વજ્રાસન 

દરરોજ રાત્રે ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે વજ્રાસનમાં બેસવાથી તમારું પાચનતંત્ર અને પેટ હંમેશા સ્વસ્થ રહે છે. તે પાચક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો તમે સૂતા પહેલા લગભગ એક કલાક વાજ્રાસન મુદ્રામાં બેસો તો તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાચો :- ઘૂંટણ ની દવા ઘૂંટણ નો દુખાવો દૂર કરવાનો ઉપાય જાણો

જો તમે આ લેખમાં દર્શાવેલ આ ઉપાય કરશો તો કબજિયાતની સમસ્યાથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો. અમને આશા છે કે, આ લેખ ની માહિતી તમે જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment