રંગમાં નહીં પડે ભંગ હોળી પહેલાં કરો આ ઉપાય

આજની આ ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલમાં ફિઝિકલી અને મેન્ટલી મજબૂત રહેવું મહત્વનું છે. એવામાં એ બહુ જરૂરી થઈ પડે છે કે તમારે તમારું શારીરિક માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જેથી તમે બીમારીઓથી બચી શકો. WHO આધારિત તંદુરસ્તીની વ્યાખ્યા જોઈએ તો તંદુરસ્તી એટલે માત્ર શરીરમાં નબળાઈ અને રોગની ગેરહાજરી જ નહીં પણ માનસિક, સામાજિક અને શારીરિક રીતે સંપૂર્ણપણે સુખાકારી.

જો તમારી ફિઝિકલ હેલ્થ સારી હશે તો તમારી ઇમ્યુનિટી પણ સારી જ રહેશે કારણ કે તમારી ફિઝિકલ હેલ્થ એ તમારી ઇમ્યુનિટીનો એક ભાગ છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો ઘણી બીમારીઓથી તમે દૂર રહી શકશો. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છે જેની મદદથી તમે તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ જાળવી શકશો.

મેડિટેશન કરો 

જો તમે માનસિક શાંતિ મેળવવા માંગો છો તો મેડિટેશન કરો. જો તમે રોજ મેડિટેશન કરશો તો તનાવભર્યા માહોલમાં પણ પોતાની જાતને શાંત રાખી શકશો, ઉપરાંત નકારાત્મક વિચારો પણ તમારાથી દૂર જ રહેશે. જો તમે મેડિટેશન ન કરી શકતા હોય તો તમે થોડો સમય કસરત અને યોગ માટે પણ કાઢી શકો છો. જેથી તમે ફિઝિકલી ફિટ રહી શકો અને માનસિક શાંતિ પણ મળે.

રોજ હળવા ગરમ પાણીથી સ્નાન કરવું 

આપણે રોજ સ્નાન કરીએ જ છીએ પણ જો તમે ઠંડા પાણીથી નાહવાને બદલે હળવા ગરમ પાણીથી સ્નાન કરો. ઠંડા પાણીથી તમે સ્નાન કરો છો તો તમને થોડા સમય માટે તાજગી મળે છે પણ હળવા ગરમ પાણીથી સ્નાન કરવાથી તમે આખો દિવસ હળવાશ અનુભવશો. એ સાથે જ શરીર પરની દુર્ગંધ અને પરસેવો પણ દૂર થશે. તમે ઈચ્છો તો તમે તમારા નાહવાને પાણીમાં લીંબુ કે ગુલાબજળ પણ મિક્સ કરીને સ્નાન કરી શકો છો.

ખુલ્લા અને હળવા કપડા પહેરો 

ગરમીના દિવસોમાં જો તમે એસીની આદત ન પાડવા માંગતા હોય તો ફિટ કપડાં પહેરવાંને બદલે ખુલ્લા અને લાઈટ કલરના કપડાં પહેરો. કોટનના કપડાં પહેરવા એ બેસ્ટ છે. કોટનના કપડાં પહેરવાથી તમારા શરીરને હવા પણ મળશે અને પરસેવો પણ ઓછો થશે.

ફળ અને સલાડનું સેવન કરો 

સવારનો નાસ્તો અને બે સમયનું ભોજન યોગ્ય રીતે લો અને સાથે જ જો હળવી ભૂખ લાગે તો ઓઈલી અને જંક ફૂડ ખવાને બદલે તમે ફળ કે પછી સલાડ જેવી વસ્તુઓનું સેવન કરો. આ તમારી ભૂખ ને તક શાંત કરશે જ ને સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે.

ભક્તિમય સંગીત સાંભળો 

મ્યુઝિક માનસિક શાંતિ માટે ખૂબ જ અકસીર સાબિત થઈ શકે છે. એમાં ય જો ધીમા અવાજે ભક્તિમય સંગીત સાંભળવામાં આવે તો તમને ઘણું હળવું અને રિલેક્સ લાગશે.

સારી અને પૂરતી ઉંઘ લો :

શરીરને સારી અને પૂરતી ઊંઘ મળે એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે સુતા પહેલા કોઈ એવી વાત ન કરો જે તમને પરેશાન કરી શકે અને જેના કારણે તમારી ઊંઘ વચ્ચે વચ્ચે ઉડી જાય. હવા ઉજાસ વાળા રૂમમાં સુવાથી ઊંઘ વધુ સારી આવે છે.

તો હવે ફિઝિકલ હેલ્થની સાથે સાથે તમારી મેન્ટલ હેલ્થને જાળવવા માટે મેડિટેશનની સાથે સાથે અમે ઉપર જણાવેલ બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો તમે એકદમ સ્વસ્થ રહી શકશો. આશા રાખીએ કે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થતી હશે.

“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment