કમરના દુખાવા ની દેશી દવા મહિલાઓમાં થતાં કમરના દુખાવા ના ઘરેલુ ઉપચાર

મહિલાઓમાં સૌથી વધુ સમસ્યા કમરના દુખાવાની જોવા મળે છે. દોડા દોડી વાળા જીવનના કારણે આ સમસ્યા અત્યારના સમયમાં એકદમ સામાન્ય બની ગઈ છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ છે જે બહાર જઈને કામ કરતી હોય છે ઉપરાંત ઘરે પણ તેઓ કામ કરે છે. જેના કારણે તેમને કમરના દુખાવા ની સમસ્યા વધી જાય છે જેના કારણે કમરનો દુખાવો વધી જાય છે. એવા બાજુ કમર પર ક્યારેક ઝટકો લાગી જાય તો, માંસપેશીઓમાં ખેંચાણ આવવા લાગે છે. જેના કારણે કમરના દુખાવામાં વધારો થાય છે. આ સમસ્યા એટલી વધી જાય છે કે તમે શાંતિથી બેસી પણ શકતા નથી. એના કારણે આપણે ડોક્ટરો પાસે જઈએ છે. પરંતુ એમના ઉપચાર કર્યા પછી પણ આ દુખાવામાં કયારેક કોઈ ફરક પડતો નથી. અથવા તો જ્યાં સુધી દવાઓનું સેવન કરવામાં આવે ત્યાં સુધી જ સમસ્યામાં રાહત રહે છે. ત્યારબાદ ફરીથી દુખાવો થવા લાગે છે. આજે અમે તમને કમરના દુખાવા ની દેશી દવા વેચે જાણવી શું.

એવી સ્થિતિમાં જો તમે કેટલાક ઘરેલુ ઉપચાર અજમાવો તો, કમરના દુખાવામાં રાહત મળે છે. માટે આજે અમે તમને કમરના દુખાવામાંથી છુટકારો મેળવવા માટેના કેટલાક સરળ ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું.

back pain relief

જડમૂળથી દૂર થાય છે કમરનો દુખાવો, એના માટે અપનાવો આ ઉપાય.

કમરના દુખાવા ની કસરત | કમરના દુખાવા ની દેશી દવા | કમરના દુખાવાની આયુર્વેદિક દવા

યોગા 

કમરનો દુખાવો મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે. એના માટે તમે વ્યાયામ અને યોગ કરી શકો છો. એના માટે તમારે નિયમિત રીતે યોગ કરવા જોઈએ.

હળદરવાળું દૂધ પીવું જોઇએ

જો તમે કમરના દુખાવામાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો એક ગ્લાસ ગરમ દૂધમાં 1 ચપટી હળદર મિક્ષ કરીને એનું સેવન કરવું જોઈએ. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે. જે કમરના દુખાવામાં રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

કેલ્શિયમયુક્ત પદાર્થોનું સેવન કરવું 

જો તમે કમરના દુખાવાથી છુટકારો મેળવવા માંગતા હોય તો કેલ્શિયમ વાળા પદાર્થોનું સેવન કરવું જોઈએ. કેલ્શિયમયુક્ત પદાર્થોનો પોતાના રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ.

આદુનું સેવન કરવું જોઈએ 

કમરના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે ગરમ પાણી સાથે આદુનું સેવન કરવું જોઈએ. એનાથી કમરના દુખાવામાં રાહત મળે છે. આદુમાં દુખાવાને દૂર કરવાના ગુણો રહેલા છે. માટે તે કારગર સાબિત થાય છે.

મેથીના દાણા અને સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ  

સરસવનું તેલ ની મેથી દાણાનો ઉપયોગ કરવાથી પણ કમરનો દુખાવો દૂર થાય છે. આ ખૂબ જુનો અને કારગર ઉપાય છે. સરસવના તેલની હૂંફાળું ગરમ કરીને તેમાં મેથીના દાણા નાખીને એ તેલ છે કમર પર માલિશ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી કમરના દુખાવામાંથી છુટકારો મળે છે.

શેક કરવો જોઈએ 

ઠંડો અથવા ગરમ શેક કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. દુખાવો જો એક બે દિવસ જૂનો હોય તો ઠંડા બરફનો શેક કરવાથી રાહત મળે છે, અને જો દુખાવો થોડો વધુ જૂનો હોય તો, ગરમ શેક કરવો જોઈએ.

સ્ટ્રેચ

ઓછામાં ઓછી ત્રીસ સેકંડ સુધી સ્ટ્રેચ કરવું. આવું કરવાથી માંસપેશીઓમાં થતા ખેંચાણને તમે દૂર કરી શકો છો. એના માટે તમારે ઊભા રહીને પોતાના પગના પંજાનો ને પકડવા જોઈએ.

આ સિવાય નીચે મુજબના ઘરેલુ ઉપચાર પણ તમે અજમાવી શકો છો.

– નારિયેલ તેલમાં ત્રણથી ચાર લસણની કળીઓ નાખીને તેને ગેસ પર ગરમ કરી દો. ત્યાં સુધી ગરમ કરવું પણ તેલ કાળુ થવું જોઈએ નહીં. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
તેલ ઠંડુ થાય ત્યારે એક શીશીમાં તેને બંધ કરી લો. સવારે અને સાંજે આ તેલથી પીઠમાં મસાજ કરો.

– મીઠું ભેળવેલા ગરમ પાણીમાં એક ટોવેલ નાખીને તેને નીચોવી લો. ઉંધા સુઇને પીઠના ભાગે આ ગરમ ટોવેલ લગાવો. તેનાથી કમરનો દુખાવો તો ગાયબ થશે જ સાથે, સાથે માંસપેશીઓ પરનો તણાવ પણ ઘટશે.

– સતત એક પોઝીશનમાં બેસીને કામ ન કરો. તમારી સિટિંગ જોબ હોય તો પણ દર 45 મિનિટે ઉભા થઇને ચાલવાની આદત રાખો.

– અજમાને તવા પર થોડી ધીમી આંચ પર ગરમ કરી લેવો. ઠંડો થાય ત્યારે તેને ચાવતા ચાવતા ગરમ પાણી સાથે ગળી જવો. તેના નિયમિત સેવનથી પણ કમરદર્દમાં લાભ થાય છે.

કમરદર્દના અનેક કારણો છે. જેમકે માંસપેશીઓ પર વધુ તણાવ, વધુ વજન, ખોટી રીતે બેસવુ, હંમેશા ઉંચી એડીના જુતા કે સેન્ડલ પહેરવા, ખોટી રીતે વધુ વજન ઉઠાવવુ, શરીરમાં લાંબા સમયથી કોઇ બિમારી હોવી.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે

અમને આશા છે આજની માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment