ઘરમાંથી મચ્છર ભગાડવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

મચ્છર ભગાડવા માટે અત્યારના સમયમાં રસ્તા પર ઘરની આસપાસ, બગીચાઓમાં અને આજુબાજુ યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં ન આવે તો એ જગ્યાઓમાં ભરપૂર માત્રામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે ઘણી બધી બીમારીઓ પણ થાય છે.

વર્ષની એક પણ ઋતુ એવી નથી હોતી કે જ્યારે મચ્છરોનો ઉપદ્રવ ન હોય. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસુ હોય કે પછી બેવડી ઋતુ હોય દરેક સિઝનમાં નાના-મોટા સહુને મચ્છર પરેશાન કરતા હોય છે. તેના કારણે ગંભીર બિમારીઓ પણ ફેલાય છે. મચ્છરથી મેલેરિયા, ચિકનગુનિયા, ડેંગ્યુ વિગેરે ઘણી બિમારીઓ થઈ રહી છે. આપણે એનાથી અજાણ નથી. જો તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપાય ન થાય તો સ્થિતિ ગંભીર પણ બની શકે છે.

જો આપણા ઘરમાં કે ધાબા ઉપર પાણી ભરાઇ રહે, બે ત્રણ દિવસ તે પાણી ભરેલું રહે તો, એ જગ્યાએ ભરપૂર મચ્છર નો ઉપદ્રવ થાય છે. એ જગ્યાઓની આસપાસ જવાથી મચ્છર કરડે તો બીમાર થઈ શકાય છે.

મચ્છરની ઘરમાંથી બહાર કાઢવા માટે બજારમાં ઘણી બધી લિક્વિડ અને કોઈલ વાળી ઘણી બધી પ્રોડક્ટ મળે છે. જેમાં ભરપૂર કેમિકલ રહેલા હોય છે. તે પ્રોડક્ટમાં રહેલ કેમિકલ દ્વારા શરીરમાં જાય છે, અને આપણા ફેફસાંને નુકસાન પહોંચાડે છે.

માટે જ આજે અમે તમને એક એવા ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું. જેની મદદથી તમે ઘરના ખૂણામાં ભરાઇ ગયેલા મળને બહાર કાઢી શકશો. આ ઉપાય ખૂબ જ સરળ અને અસરકારક સાબિત થશે.

મચ્છર દૂર કરવાના ઉપાયો | મચ્છર ભગાડવા માટે

ઉપાય ની રીત

સૌપ્રથમ માટેનું એક કોડિયું લેવું. ત્યાર પછી પાંચથી છ લસણની કળી અધકચરી ફોતરા સાથે જ છીણીને લેવી. ત્યાર પછી તેમાં એક ચમચી અજમો, અડધી ચમચી ઘી, એક ચમચી ગુગડ અને 4 થી 5 કપૂરની ગોટી વાટીને નાખવી.

આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી ત્યાર પછી તે કોડિયા ઉપર ત્રણ આખી કપૂરની ગોટી મૂકી દેવી. ત્યારબાદ એને સળગાવવું. હવે તે કોડિયું લઈને દરેક રૂમમાં ફરવું.  જેથી તેના ધુમાડાની સુગંધ થી મચ્છર ઘરમાંથી બહાર નીકળી જશે.

મચ્છર દૂર કરવાના ઉપાયો

આ ઉપરાંત જો તમારા ઘરમાં કોઈપણ ખૂણામાં મચ્છર રહી જશે તો આ ધુમાડાની સુગંધ થી તે મચ્છર મરી જશે. મચ્છરને ઘરમાંથી બહાર કાઢવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

મચ્છરને તમારા શરીરથી દૂર રાખવા માટે લીમડાના તેલનો ઉપયોગ કરી શકાય છે. જો તમે લીમડાના તેલને તમારા શરીર પર લગાવો તો, મચ્છર લીમડાના તેલની ગંધથી દૂર રહે છે. લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાઇરલ જેવા ગુણો રહેલા છે. જે મચ્છરને શરીરની આસપાસ પણ આવા દેતા નથી, જેથી મચ્છર તમને કરડશે નહી.

આ ઉપરાંત નીચે મુજબના ઉપાય પણ કરી શકાય છે.

આ સિવાય તમે ઘરે પણ વિવિધ તેલના મિશ્રણનું સ્પ્રે તૈયાર કરીને તેને ઘરમાં સ્પ્રે કરીને પણ મચ્છરને. દૂર રાખી શકો છો. તેના માટે તમે નાળિયેર તેલ, લવિંગનું તેલ, નિલગિરીનુ તેલ અથવા તેનો રસ, તુલસીના પાંદડાનો રસ, લેવેંડર ઓઇલ, લીંમડાનો રસ, ફુદીનાનો રસ, લસણનો રસ વગેરેનો ઉપયોગ કરી શકો છો. જો તમને થોડી ઓઇલી સ્કીનમાં વાંધો ન હોય તો આ બધા તેલનો ઉપયોગ તમે શરીર પર પણ કરી શકો છો.

આ ઉપરાંત તમે જ્યારે બહાર નીકળો અથવા બાળકો જ્યારે સાંજના સમયે ગાર્ડનમાં રમવા વિગેરે જાય ખાસ કરીને સાંજના સમયે ત્યારે તેમને બને ત્યાં સુધી આંખી બાંય તેમજ પાયજામા કે પેન્ટ જેવા ખુલ્લા અને આખા વસ્ત્રો પહેરાવો. તેનાથી મચ્છરો તમારા પર સીધો પ્રહાર નહીં કરી શકે.

આ સિવાય તમે તજ પત્તા, લવિંગ, નિલગિરીના પાન તેમજ કપૂરનો ધૂમાડો કરીને પણ મચ્છરને ઘરમાંથી ભગાડી શકો છો. સાથે સાથે ઘરના વાતાવરણને પણ સુવાસિત કરી શકો છો.

મચ્છરને ઘરથી દૂર રાખવા માટે તમારે આખો દિવસ ઘરના બારી બારણા બંધ રાખવાની જરૂર નથી. પણ, સાંજના સમયે એટલે કે સુર્યાસ્ત સમયે તમારે ઘરના બારી બારણા બંધ કરી દેવા. તેને મોડી રાત્રે ખોલવા. સૌથી વધારે મચ્છર આ સમયે જ ઉપદ્રવ મચાવે છે.

આ ઉપરાંત દિવસ દરમિયાન તમારા ઘરમાં પુરતો સુર્ય-પ્રકાશ પ્રવેશવા દેવો. તેનાથી ઘરના ભેજવાળા વિસ્તારમાં તડકો પહોંચશે અને ખૂણાઓમાં મચ્છર ફેલાશે નહીં.

અમને આશા છે કે, આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment