હાડકા મજબુત કરવા માટે અને ફેક્ચર માટેના દેશી ઉપચાર

હાડકા મજબુત કરવા માટે આજના લેખમાં અમે તમને એવી ઔષધી વિશે વાત કરવાના છે. જે ઔષધિ આપણા વડીલો વર્ષો પહેલા ઉપયોગ કરતા હતા. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી આપણા હાડકા ખૂબ મજબૂત બને છે.
આપણા હાડકાઓ કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન ઉપરાંત ઘણા પ્રકારના મિનરલ મળીને બનેલા હોય છે. અવ્યવસ્થિત જીવન ધોરણને કારણે જ આ મિનરલ ઓછું થવા લાગે છે. જેનાથી હાડકાઓનું ઘનત્વ ઓછું થવા લાગે છે. ધીમે ધીમે તે નબળા થવા લાગે છે. ઘણી વખત આ નબળાઈ એટલી વધી જાય છે કે સામાન્ય ઈજા થવાથી પણ ફેકચર થઇ જાય છે.

હાડકા મજબુત કરવા માટે 

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આ ઔષધીનો નિયમિત રૂપે માલિશ તરીકે ઉપયોગ કરવાથી આપણા ફેક્ચર થયેલા હાડકાં સંધાય છે. જે લોકોને ફેક્ચર થઈ ગયા હોય એ લોકોને શિયાળાની ઋતુમાં ખૂબ જ દુખાવો થતો હોય છે અને વાદળછાયા વાતાવરણમાં પણ ખૂબ બળતરા થતી હોય છે.

ઔષધિથી નિયમિત રૂપે માલિશ કરવાથી આ પ્રકારની સમસ્યામાં તરત જ રાહત મળે છે આ ઔષધીનો ઉપયોગ કરવાથી હાડકા મજબૂત બને છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ઘેટીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોનાં હાડકા મજબૂત ન હોય તેવા લોકોએ ઘેટી ના દૂધની માલિશ કરવી જોઈએ. એનાથી ખૂબ જ ફાયદો થાય છે કે ઘેટી ના દૂધનું સેવન કરવાથી પણ હાડકા મજબૂત બને છે.

હાડકા મજબુત કરવા માટે

શિયાળાની ઋતુમાં ઘી નાખીને માલિશ કરવાથી હાડકા મજબુત થાય છે કે ઘેટીના દૂધનું સેવન કરવું પણ ખૂબ ફાયદાકારક બની રહે છે. એનાથી પણ હાડકા મજબૂત બને છે. ઉનાળાની ઋતુમાં જ્યારે દુષ્કાળ પડે ત્યારે કચ્છ જેવા રણવિસ્તારમાં ઘેટા ચરાવવા માટે લોકો એક ગામથી બીજે ગામ હજાર કિલોમીટર સુધી ચાલે છે.

આ લોકો તેમના ખોરાકમાં ઘેટીના દુધનો ઉપયોગ કરે છે. જેથી તેઓ ના હાડકા મજબૂત હોય છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે શિયાળાની ઋતુમાં ઘેટી ના દૂધનો અઠવાડિયામાં એક-બે વાર ઉપયોગ કરવામાં આવે તો હાડકા ખૂબ જ મજબૂત બને છે.

જે લોકોને હાથ પગમાં ફેક્ચર હોય તેવા લોકોએ શિયાળાની ઋતુમાં ઘેટી ના દૂધ વડે માલિશ કરવી જોઈએ. જે લોકો નું હાડકું ભાંગી ગયું હોય તેવા લોકોએ ઘેટી ના દૂધ વડે માલિશ કરવી જોઈએ. આવું કરવાથી હાડકામાં ઝડપથી રિકવરી આવા લાગે છે દેશી શુદ્ધ ગોળનું સેવન પણ વધુ માત્રામાં કરવું જોઈએ.

દેશી સાદા ગોળ માં વધુ માત્રામાં કેલ્શિયમ રહેલો છે. જે આપણા હાડકા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. શિયાળાની ઋતુમાં નિયમિત રૂપે ગોળ નું સેવન કરવાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આ ઉપાયો શિયાળામાં કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક ઘણા ફાયદા મળે છે.

આ સિવાય નીચે મુજબ ની અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે અને ઉપાય કરવામાં આવે તો ફાયદો થાય છે.
ચા-કેફી, ઠંડા પીણાનું સેવન ઓછું કરો અથવા બંધ કરો તો ઘણું સારું પરિણામ મળશે. કારણ કે આ વસ્તુ હાડકા અને મસલ્સને ઘણું નુકશાન પહોચાડે છે. આ ઉપાય કરવાથી મૃત્યુ આવશે ત્યાં સુધી તમને કોઈ તકલીફ રહેશે નહિ.

હાડકા મજબુત કરવા માટેના બીજા ઉપાય 

– દરરોજ બાજરો અને તેલનો ઉપયોગ કરો. તે ઓસ્ટીયો પોરોસીસનો ઉત્તમ ઈલાજ છે. પોલા અને નબળા હાડકા માટે આ ઉપચાર ઘણો અસરકારક છે.

– એક ચમચી મધ નિયમિત રીતે લેવું. તે તમારા હાડકા ભાંગવાથી બચાવવામાં ઘણો જ ઉપયોગી નુસખો છે.

– દૂધ કેલ્શિયમની ઉણપ દૂર માટે ઉત્તમ છે. તેનાથી હાડકાઓ મજબુત બને છે. ગાય કે બકરીનું દૂધ પણ ગુણકારી છે.

– વિટામીન ‘ડી’ હાડકાની મજબુતાઈ માં ઘણું ઉપયોગી માનવામાં આવે છે. વિટામીન ‘ડી’ સવારે તડકામાં બેસવાથી મળે છે. વિટામીન ‘ડી’ કેલ્શિયમના શોષણ કરવામાં મદદરૂપ થાય છે. શરીરનો 25 ટકા ભાગ ખુલ્લો રાખીને 20 મિનીટ નિયમિત તડકામાં બેસવાની ટેવ પાડો.

– ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરી દો. ભોજનમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી સોડીયમ વધુ પ્રમાણમાં ઉત્સર્જીત થશે અને તેની સાથે જ કેલ્શિયમ પણ બહાર નીકળશે.

– 15.20 ગ્રામ તલ થોડા ગોળ સાથે મીક્ષરમાં ફેરવીને તલવટ બનાવી લો. રોજ સવારે ઉપયોગ કરવાથી હાડકાની મજબુતાઈમાં મદદરૂપ થાય છે.

– ટમેટાનું જ્યુસ રોજ અડધો લીટર પીવાથી બે ત્રણ મહિનામાં હાડકા મજબુત બને છે.

– એક મુઠ્ઠી મગફળીથી તમે હાડકા સાથે જોડાયેલી તમામ તકલીફો માંથી મુક્તિ મેળવી શકો છો. મગફળીમાં આયર્ન, ફોલેટ, કેલ્શિયમ અને જીંકનો સારો સ્ત્રોત છે. તેમાં વિટામીન ‘ઈ’, ‘કે’ અને બી6 પુષ્કળ પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ અને વિટામીન ‘ડી’ વધુ પ્રમાણમાં હોવાથી તે હાડકાઓની નબળાઈ દુર કરે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment