ભોજન કર્યા બાદ કરો એક વસ્તુનું ચમચી જેટલું સેવન થશે અનેક ફાયદા

વરીયાળી ના ફાયદા આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું. જેનો ઉપયોગ પ્રાચીનકાળથી જ મુખવાસ તરીકે અને રસોઈમાં કરવામાં આવે છે. આ વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર છે. જમ્યા બાદ તેનું સેવન કરવાથી ખોરાક સરળતાથી પચે છે. આ વસ્તુ ખાવાથી અન્નનળી સારી રીતે સાફ થઈ જાય છે અને ભોજન પણ સરળતાથી પચે છે. તો આ વસ્તુ એટલે કે વરિયાળીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન, વિટામિન એ, વિટામિન જેવા ખનિજ તત્વો રહેલા છે. વરિયાળી આયુર્વેદ પ્રમાણે ત્રિદોષનાશક હોવાથી તે બુદ્ધિ વર્ધક અને રુચિવર્ધક પણ છે. વરિયાળીમાં એવા ઘણા ગુણો રહેલા છે. જે ઘણી બધી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.

તો ચાલો વરીયાળી ના ફાયદા વિશે જાણીએ.

પાચનતંત્ર માટે ફાયદાકારક –

વરિયાળીમાં ખૂબ સારી માત્રામાં ફાઈબર છે. જે પાચનતંત્ર સારું બનાવે છે. ભોજન પછી શેકેલી વરિયાળીનો મુખવાસ નિયમિત ખાવાથી ભોજન મદદરૂપ થાય છે. ભોજન કર્યા પછી સાકર સાથે વરિયાળીનું સેવન કરવામાં આવે તો પેટની નાની-મોટી સમસ્યાઓ જેવી કે કબજિયાત, અપચો, ગેસ વગેરે દૂર થાય છે.

મેમરી પાવર વધારવામાં મદદરૂપ થાય છે –

વરીયાળી સાથે બદામ અને સાકર સાથે લેવાથી મેમરી પાવર માં વધારો થાય છે. આ માટે વરિયાળી બદામ અને સાકર સરખા પ્રમાણમાં લઈને પીસી એનું મિશ્રણ બનાવી લેવું. આ મિશ્રણનું ભોજન બાદ સેવન કરવાથી મેમરી પાવરમાં વધારો થાય છે.

શરીરની નબળાઈ દૂર થાય છે –

વરિયાળી ખાવાથી શરીરની નબળાઈ અથવા તો શરીર માં આવેલી કમજોરી દૂર થાય છે. આ માટે વરિયાળી અને સાકરનું સરખા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. બંનેને સમાન માત્રામાં લઈને પીસી સવાર-સાંજ એક એક ચમચી લેવાથી શરીરની નબળાઈ દુર થાય છે.

મોઢામાં પડેલા ચાંદા માટે ફાયદાકારક –

વરિયાળીના પાણીથી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદામાં રાહત મળે છે. એ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખીને ઉકાળી લેવું. ત્યારબાદ તેમાં થોડી ફટકડી મિક્ષ કરીને દિવસમાં બે-ત્રણવાર આ પાણીથી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદા મટે છે.

વજન ઘટાડે છે –

વરીયાળી રહેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. ગરમ પાણી સાથે લેવાથી ચરબી ઘટે છે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે.

ત્વચા માટે ફાયદાકારક  –

ખીલને દૂર કરવા માટેની ચહેરા પર કુદરતી ચમક બનાવવા માટે વરિયાળી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવુ. ઠંડું થાય એટલે એને ચહેરા પર લગાવવું જોઈએ. દસ મિનિટ પછી ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ લેવો જોઈએ. આ ઉપાય કરવાથી ચહેરાની કુદરતી ચમક બની રહે છે.

માથાનો દુખાવો દૂર થાય છે –

જે લોકોને વારંવાર માથામાં દુઃખાવાની સમસ્યા રહેતી હોય તે, લોકો વરિયાળી ધાણા અને સાકરને સમાન માત્રામાં લઈને પીસી ને મિશ્રણ બનાવવું જોઈએ. આ મિશ્રણને નિયમિત સવાર સાંજ નિયમિત લેવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

એસીડીટીની સમસ્યામાં ફાયદાકારક – 

એસીડીટીની સમસ્યા હોય તેવા લોકોએ અડધો ગ્લાસ ઠંડા દૂધમાં એક ચમચી શેકેલી વરિયાળી નાંખીને એક ચપટી એલચી પાવડર મિક્સ કરીને, તેમાં ખંડ પાવડર નાખીને મિક્સ કરીને પીવાથી પેટમાં ઠંડક મળે છે. આ સાથે એસીડીટી પણ દૂર થાય છે. જો એસિડિટીને કારણે ખાટા ઓડકાર આવતા હોય તો વરીયાળી ને પાણી સાથે ઉકાળીને સાકર મિક્ષ કરીને લેવું જોઈએ. તેનાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

મોઢાની દુર્ગંધ દૂર કરે છે –

વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. કારણ કે તેમાં એન્ટિ-બેક્ટેરિયલ તો મોઢાના બેક્ટેરિયાને ખતમ કરે છે. જવાની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ વરિયાળી ખાવી જોઈએ.

આંખોની રોશની માટે ફાયદાકારક  – 

આંખોની દ્રષ્ટિ વરીયાળી ના સેવન કરવાથી વધારી શકાય છે. વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે.

ઉત્તમ પાચક  –

ખાધા પછી વરીયાળી નું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચે છે. જીરું અને કાળું મીઠું મિક્સ કરીને ચૂર્ણ બનાવી લેવું. ખાધા પછી હુફાળા પાણી સાથે આ ચૂર્ણ લઇ લેવું. તે ઉત્તમ પાચક ચૂર્ણ છે.

ખાંસીમાં ફાયદાકારક –

ખાંસી થતી હોય તો વરીયાળી ખુબ ફાયદાકાર બને છે. એના માટે વરીયાળીનો 10 ગ્રામ અર્ક, મધ સાથે ભેળવી લેવો. તેનાથી ખાંસી આવવાનું બંધ થઇ જશે.

પેટમાં દુઃખાવો દૂર થાય છે –

જો તમને પેટમાં દુઃખાવો હોય તો, શેકેલી વરીયાળી ચાવવી તેનાથી તમને રાહત થશે. વરીયાળી ની ઠંડાઈ બનાવીને પીવો. તેનાથી ગરમી શાંત થશે.

હાથ-પગની બળતરામાં ફાયદાકારક –

હાથ-પગમાં બળતરા થવાની ફરિયાદ થાય તો વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર મિક્સ કરીને ભોજન કર્યા બાદ 5 થી 6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.

ગળામાં ખરાશ –

જો ગાળામાં ખરાશ થઇ જાય તો વરીયાળી ચાવીને ખાવી જોઈએ. વરીયાળી ચાવવાથી બેસેલું ગળું પણ સાફ થઇ જાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજની માહિતી વરીયાળી ના ફાયદા તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment