મુસાફરી દરમિયાન થતી ઊલ્ટીનો દેશી ઉપાય જાણો

ઊલ્ટીનો દેશી ઉપાય મોટાભાગે ઘણા લોકોને મુસાફરી સમયે માથાનો દુખાવો અથવા પેટમાં દુખાવો થતો હોય છે. જેના કારણે તેમની મુસાફરી હંમેશા બગડતી હોય છે. સાથે સાથે અન્ય લોકોના આનંદમાં પણ ખલેલ પડે છે. મુસાફરી સમયે વારંવાર ઉલટી થવાના કારણે અતિશય થાક અને સુસ્તી થવા લાગે છે. આ સમયે અનેક લોકોને ઉલટી આવે છે. કેટલાક લોકોની વાહનોનાં ધુમાડાથી તો કેટલાકને બંધ ગાડીમાં આવી સમસ્યા થતી હોય છે.

કેટલાક લોકો બોટમાં બેસે તો પણ આ સમસ્યા થતી હોય છે. ઉલટી એક સામાન્ય બાબત છે પરંતુ જ્યારે આપણે મુસાફરી કરવા નીકળ્યો છે ત્યારે આ કારણથી આપણી બધી એનર્જી પૂરી થઈ જાય અને વ્યક્તિ અસહાય અનુભવે છે. પરંતુ કેટલાક ઘરેલૂ ઉપચારથી તમે આ સમસ્યાને દૂર કરી શકો.

ઊલ્ટીનો દેશી ઉપાય

તુલસીના પાન

જો તમે બસ અથવા કાર દ્વારા લાંબી મુસાફરી કરવા જઈ રહ્યા છો અને તમને ઊંઘ ન આવવાની સમસ્યા છે તો, તમારે તુલસીના પાન તમારી સાથે લઈ લેવા જોઇએ. જ્યારે પણ તમે મુસાફરી સમયે ઉલટી થવાની હોય એમ લાગે ત્યારે, તુલસીના પાનને તમારે મોઢામાં નાખવા જોઇએ. જો તમને તુલસીના પાન ન ગમે તો તમે તુલસીના પાનનો રસ પણ લઇ શકો છો. તેને સાથે રાખવો આ મુસાફરી સમયે આવતી ઊલટી અને ઉબકા ની સમસ્યાઓ થી બચાવે છે.

ઉલટી

ફુદીના

રૂમાલ પર ફુદીનાના તેલના ટીપા નો છંટકાવ કરવો અને મુસાફરી સમયે તેને સૂંઘતા રહેવું જોઈએ. ફુદીનાના પાન ને હૂંફાળા પાણીમાં નાખીને એક ચમચી મધ નાંખીને આ મિશ્રણને બહાર જતા પહેલા પીવું જોઈએ. તેનાથી તમને ઘણો આરામ મળે છે. દાડમનો પાઉડર અથવા આદુ ખાવાથી પણ મુસાફરી સમયે થતી ગભરાટ દૂર થાય છે. જ્યારે પણ તમે મુસાફરી માટે નીકળો ત્યારે એક લીંબુ તમારી સાથે રાખવું જોઈએ. એને પીવાથી ઊલટી થશે નહીં.

એક બોટલ મા લીંબુ અને ફુદીનાનો રસ ઉમેરીને તેમાં સિંધવ મીઠું નાખીને તેની સાથે રાખવું જોઇએ. જ્યારે પણ ઊલટીની સમસ્યા થાય ત્યારે આ મિશ્રણ કરવું જોઈએ. એના થી ઊલટીની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત પેટની દરેક સમસ્યાઓ માટે લીંબુ ફુદીનાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તાજી ઠંડી હવા પણ ઊલ્ટી ની સમસ્યામાં રાહત આપી શકે છે. જે લોકોને મુસાફરીમાં ઊલટીની સમસ્યા થતી હોય તેઓએ કારનું એસી બંધ કરીને બહાર ની તાજી હવા લેવી જોઈએ. એનાથી મુસાફરીમાં થતી ઉલટી અથવા અન્ય અગવડતા અને ઘટાડે છે.

આદુ

આદુમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે. જેના કારણે શરદી અને તાવ જેવી સમસ્યાઓને દૂર કરે છે. એ જ રીતે આદુ મુસાફરી સમયે થતી સમસ્યામાંથી પણ બચાવે છે. મુસાફરી સવારે બસ અથવા કારમાં ઉબકા કે ઉલટી જવાની સમસ્યા થતી હોય તો આદુની ગોળીનું સેવન કરવું જોઈએ. એનાથી ખૂબ જ ફાયદો મળે છે. જો શક્ય હોય તો મુસાફરી સમયે કાચુ આદુ સાથે રાખવું જોઈએ. એનાથી ગભરાહટ થાય તો તરત જ આદુનો ટુકડો ચૂસવો જોઈએ.

ડુંગળી

ડુંગળીનો રસ પણ ઊલટીની સમસ્યામાં રાહત આપે છે. એના માટે એક ચમચી ડુંગળીનો રસ અને એક ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. ઘરેથી નિકળતા પહેલા લગભગ એક કલાક પહેલા આ મિશ્રણ પીવું જોઈએ. યાત્રા સમયે એનાથી કોઈ પણ મુશ્કેલી આવતી નથી. તમે જ્યારે પણ બહાર ફરવા જાઓ ત્યારે ખાલી પેટે રહેવું જોઈએ નહીં. આવું હંમેશા યુવતીઓ સાથે થતું હોય છે. ભૂખ્યા રહેવાના કારણે મુસાફરી સમયે પેટ માં ગેસ બને છે જેને કારણે જીવ ઊંચોનીચો થાય છે એટલે કે, ગભરામણ થવા લાગે છે અને થોડા સમય બાદ ઉલટી થવા લાગે છે.

લવિંગ 

શેકેલા લવિંગની ગ્રાઈન્ડ કરીને બોક્સમાં ભરી લેવું. જ્યારે પણ તમે મુસાફરી કરો એ સમયે ઊલટી જેવું લાગે ત્યારે, એક ચપટી સાકર અથવા કાળા મીઠા સાથે લેવું અને ચૂસવો જોઈએ. ઉલ્ટી રોકવા માટે પાણીમાં જીરાનો પાઉડર મિક્ષ કરીને તેનું સેવન કરવું જોઈએ. એનાથી પણ ઊલટી ની સમસ્યા દૂર થાય છે.

અજમા 

અજમાનું સેવન કરવાથી પણ ઊલટીની સમસ્યા દૂર થાય છે. અજમામાં રહેલા કેટલાક ગુણધર્મો જે ઉલટી ને દૂર કરે છે. એ સિવાય કપૂર, ફુદીનો અને અજમો મિક્સ કરીને તેને તડકામાં સૂકવી દેવું. ત્યાર પછી તેનો પાવડર બનાવી લેવો. મુસાફરી સમયે સાથે રાખો ઉલટી કે ચક્કર આવે ત્યારે એક ચપટી જેટલું ખાવું જોઈએ. એનાથી ઊલટીની સમસ્યામાં રાહત મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના લેખની સ્વાસ્થ્યને સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી ઊલ્ટીનો દેશી ઉપાય તમને જરૂર થી પસંદ આવશે, અને ઉપયોગી થશે.

Leave a Comment