ડાયાબિટીસ આપણે બધા જાણે છે કે, ડાયાબિટીસ એક એવો રોગ છે જેને નિયંત્રણમાં રાખવો ખૂબ જરૂરી છે. આ એક એવો રોગ છે જે લાંબા સમય સુધી તમારી સાથે રહે છે, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને સ્વસ્થ આહાર, કસરત અને તણાવથી દૂર રહીને આ રોગને નિયંત્રણમાં રાખી શકાય છે.
ડાયાબિટીસના આ રોગને નિયંત્રણમાં રાખવામાં ન આવે તો હૃદય, કિડની અને આંખો જેવા શરીરના ભાગને નુકસાન પહોંચે છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે દવાની સાથે આહાર નું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. માટે આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ, જેનાથી શુગર કંટ્રોલમાં રહે.
એના માટે ઔષધિય ગુણોથી ભરપૂર કંકોડાનું શાક. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. કંકોડાનું સેવન કરવાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે. આ શાકભાજી નો રંગ લીલો અને સ્વાદ હળવો કડવો હોય છે. કંકોડાની બહારની સપાટી છોલીને તેનું શાક બનાવવામાં આવે છે.
આ શાકભાજીમાં પ્રોટીન ભરપૂર હોય છે. તેને દરરોજ ખાવાથી તમારું શરીર તાકાતવર બને છે. તેના માટે કહેવામાં આવે છે કે તેમાં મીટ કરતાં 50 ગણી વધુ તાકાત અને પ્રોટીન હોય છે. કંકોડામાં ઉપલબ્ધ ફાઇટોકેમિકલ્સ સ્વાસ્થ્યને વધારવામાં ખૂબ મદદ કરે છે. આ એંટીઓક્સીડેંટથી ભરપૂર શાક છે.
કંકોડા માં ભરપૂર માત્રામાં અનેક પોષક તત્વો રહેલા હોય છે. તેમાં ફાઇબર, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, થિયામીન, નિયાસીન, એસ્કોરબીક એસિડ જેવા ખનીજો વધુ પ્રમાણમાં હોય છે. આ બધા પોષક તત્વ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
કંકોડાનું શાક મહિલાઓની સમસ્યાઓને દૂર કરવામાં પણ ફાયદાકારક છે .કંકોડા ખાવાથી નબળી પડી ગયેલી આંખોની રોશની વધે છે. તો ચાલો કંકોડા ખાવાથી ડાયાબિટીસ કઇ રીતે નિયંત્રણમાં રહે છે અને તેના ફાયદા શું છે તેના વિશે જાણીએ.
કંકોડા ડાયાબિટીસને કઈ રીતે નિયંત્રણમાં રાખે છે
કંકોડાનું શાક નું સેવન કરવાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે. આ શાકભાજીનું ઓછું ગ્લાયમેસિક સેવન લોહીમાં શુગરને નિયંત્રણ રાખે છે. વરસાદની ઋતુમાં મળતું આ શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઈટોન્યુટ્રિયન્ટ્સ, પોલીપેપટાઇડ -પી શરીરમાં હાજર વધારા ના ખાંડના સ્તર ઘટાડવામાં મદદરૂપ થાય છે. માટે એનું નિયમિત રીતે સેવન કરવાથી શુગરની માત્રા ઘટે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં કરે છે
કંકોડા ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. જો તમે પણ હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન હોવ તો, કંકોડાનું શાક તથા તેના રસનું સેવન કરવું જોઈએ. કંકોડા માં રહેલા એન્ટી હાઈપરટેનસીવ ગુણ હાઇબ્લડપ્રેશરને નિયંત્રણ કરવામાં ખૂબ જ અસરકારક ભાગ ભજવે છે.
ગર્ભાવસ્થામાં ફાયદાકારક છે
ગર્ભાવસ્થા સમયે જોવા શાકભાજીનું સેવન કરવામાં આવે તો સ્ત્રી અને બાળક બન્ને માટે ફાયદાકારક રહે છે. તેનાથી જ્ઞાનતંતુઓની ખામી ઘટે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
કંકોડામાં પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રા હોય છે. જ્યારે કેલેરી ઓછી માત્રામાં હોય છે. જો 100 ગ્રામ કંકોડાની શાકભાજીનું સેવન કરો છો તો, 17 કેલેરી પ્રાપ્ત થાય છે. જેથી વજન ઘટાડનારા લોકો માટે પમ આ સારો વિકલ્પ છે.
પાચન ક્રિયા માટે ફાયદાકારક – જો તમે તેની શાક ખાતા ન હોવ તો, અથાણું બનાવીને પણ ખાઈ શકાય છે. આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે તેને ઔષધિના રૂપમાં ઉપયોગ કરે છે. એ પાચન ક્રિયાને દુરસ્ત કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
હવે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ શાકભાજી બજારમાં મળવા લાગશે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો, તમારે ચોક્કસ આ શાકભાજી આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
અમને આશા છે કે, આજના લેખની માહિતી તમને જરૂર થી પસંદ આવશે ઉપયોગી થશે.