હાર્ટ એટેકથી બચવા આજથી જ કરો આ 5 કામ

આજકાલ લોકોના જીવનનો કઈ ભરોસો નથી રહ્યો, કાલે હસતો રમતો માણસ આજે દુનિયા છોડીને ચાલ્યો જાવ એવા અઢળક કિસ્સા આપણે સાંભળ્યા છે. 40- 45 વર્ષની ઉંમરમાં ય લોકોને અચાનક છાતીમાં દુખાવો ઉપડેને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યાં સુધી તો કેસ ખલાસ થઈ જાય એવા કિસ્સા આપણી આંખો સામે જ બનતા હોય છે. હાર્ટ એટેકના કારણે ફલાણા વ્યક્તિનું નિધન થયું એ સાંભળવું જાણે હવે સામાન્ય બનતું જાય છે.

પણ શું તમે જાણો છો કે હાર્ટ એટેક ક્યાં કારણોસર આવે છે? શરીરમાં ચરબી સાથે કોલેસ્ટ્રોલ લોહીની નળીઓમાં જમા થઈ જાય છે જેના કારણે લોહીની નળીઓ જાડી બને છે.  લોહીની નળી અંદરથી જાડી થવાથી લોહીના પ્રવાહમાં અવરોધ ઉભો થાય છે. અને ધીમે ધીમે લોહીનું પરિભ્રમણ ધીમું થવા લાગે છે અને એક સમયે બંધ થઈ જાય છે. જેના કારણે હૃદયને પૂરતા પ્રમાણમાં લોહી નથી મળતું અને સાથે જ ઓક્સિજનની પણ ખોટ વર્તાય છે. ને પરિણામે માણસ હાર્ટ એટેકનો ભોગ બને છે.

હાર્ટ એટેકને નિવારવા માટે તમારે અગાઉથી જ અમુક કાળજી લેવી જોઈએ. જો એ કાળજી રાખવામાં આવે તો મહદઅંશે હાર્ટ એટેકને નિવારી શકાય છે.

હાર્ટ એટેક

હાર્ટ એટેકથી બચવા માટે પહેલા તો તમારી રૂટિન લાઈફને સુવ્યવસ્થિત કરવાની જરૂર છે. સમયસર જમવું અને સમયસર સૂવું એ સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણી લઈએ આપણા જ રસોડાની અમુક એવી વસ્તુઓ વિશે જે તમને હાર્ટએટેકથી માઈલો દૂર રાખશે

હાર્ટ એટેકથી બચવા માટેના  ઉપાય

લસણ

સામાન્ય રીતે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી હાર્ટએટેકનું જોખમ વધી જાય છે. જો તમે નિયમિત લસણનું સેવન કરો છો તો તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. લસણમાં એલિસીન નામનું એન્ટીઓક્સિડન્ટ છે જે કોલેસ્ટ્રોલની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.

હળદર

હળદરમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી તો સૌ વાકેફ જ છે પણ હળદર શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને પણ ઘટાડે છે. અને ડાયાબિટીસમાં પણ ઘણી ખરી લાભદાયક સાબિત થાય છે.

હળદરવાળું દૂધ

તજ

તજના સેવનથી શરીરમાં બ્લડ ફ્લો સારો રહે છે, જેના કારણે નળીઓમાં લોહીની ગાંઠો થવાની શક્યતાઓ નહિવત બને છે. હ્ર્દયરોગથી બચવા માટે દરરોજ એક ચપટી તજનો પાઉડર અચૂકપણે લેવો જોઈએ.

સફરજન

રોજ એક સફરજન ખાવું એ તમને ડૉક્ટરથી તો દૂર રાખે જ છે સાથે જ એ શરીરમાં ક્યાંય લોહીની ગાંઠો થવા દેતું નથી, જેના કારણે હાર્ટ એટેકના ચાન્સ ઘણા ખરા ઘટી જાય છે

સફરજન

લાલ મરચાં

લાલ મરચામાં હાર્ટએટેકથી બચાવવાના જબરદસ્ત ગુણો રહેલા છે. હાર્ટ એટેક આવ્યો હોય એવી વ્યક્તિને પાણીમાં એક ચપટી લાલ મરચું નાખીને એ પાણી આપવાથી તરત ફાયદો થાય છે.

બદામ

4 5 બદામને રોજ રાત્રે પલાળીને સવારે આ બદામ ચાવીને ખાવી જોઈએ. બદામમાં જે તેલ રહેલું છે તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને બદામમાં રહેલા વિટામિન કોલેસ્ટ્રોલને પણ કન્ટ્રોલમાં રાખે છે.

આ તો થઈ રસોડાની અમુક ઉપયોગી વસ્તુઓની વાત, પણ આ સિવાય પણ અમુક વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે

નિયમિત કસરત કરો

હૃદયની સ્વસ્થતા માટે રોજ 15 મિનિટ કસરત કરો, એમાં તમે ચાલવા કે દોડવા જઈ શકો છો. જો તમે જીમમાં જતા હોય તો કાર્ડિયોને લગતી એક્સરસાઇઝને વધારો

સ્ટ્રેસથી દૂર રહો

આજકાલના સમયમાં સ્ટ્રેસ ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે પણ સ્ટ્રેસ એ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. એટલે જો તમને કોઈ વાતનું સ્ટ્રેસ હોય તો એને કોઈની સાથે શેર કરી હળવા થઈ જાવ, માઈન્ડ ફ્રેશ કરવા માટે ટીવી જુઓ, બાળકો સાથે રમો, પરિવાર સાથે ગપસપ કરો જેથી તમારા સ્ટ્રેસમાં રાહત મળશે

હાર્ટ એટેક

બ્લડપ્રેશર અને ડાયાબિટીસનું ધ્યાન રાખો

જો તમે બીપી કે ડાયાબિટીસના દર્દી હોવ તો તેની યોગ્ય કાળજી લો. નિયમિત ચેકઅપ કરાવો

ધુમ્રપાન અને પાન મસાલાથી દૂર રહો

જો તમે હાર્ટએટેકથી બચવા માંગતા હોવ તો ધુમ્રપાન અને પાન મસાલા જેવી કુટેવોથી હંમેશા દૂર જ રહો

તમારું વજન કાબુમાં રાખો

વધતું વજન એ રોગને આમંત્રણ આપે છે એ વાત હંમેશા યાદ રાખો,  એટલે તમારા ડાયટમાં ચરબીવાળા પદાર્થો લેવાનું ટાળો.વધારે વજન હોય તો હૃદયને વધુ લોહી પંપ કરવું પડે છે જે હૃદય પર વધુ દબાણ આપે છે.

જંક ફૂડ અને તૈલી ખોરાક ન લો

જંક ફૂડ અને તળેલી વાનગીઓથી દૂર રહો કારણ કે તેમાં ઘણા પ્રમાણમાં તેલ હોય છે જે તમારા હૃદયને  નુકશાન પહોંચાડે છે

નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

Leave a Comment