ગોઠણ નો દુખાવો માંથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઉપચાર

આજની રોજિંદી વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર પડતી હોય છે, અને આપણે પણ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનતા હોય છે. એવા સમયમાં આપણા શરીરને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો પણ કરવો પડે છે. તમને જણાવી દઈએ કે, અત્યારના સમયમાં ગોઠણ નો દુખાવો ની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. ગોઠણ ના દુખાવા આમ તો 55 વર્ષની ઉંમર પછી થતા હોય છે પરંતુ, આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં નાની ઉંમરમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે આ દુખાવો થતો હોય છે.

જો આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય અને ઘુટણ ના દુખાવા સિવાય પણ અન્ય ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘૂંટણના દુખાવાના કારણે નીચે બેઠા બાદ ઊભા થવામાં ખૂબ તકલીફ પડે છે અને દુખાવો પણ થતો હોય છે. આ સિવાય ચાલવામાં પણ ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

ઘણી વખત શરીરમાં કોઈ પણ દુઃખાવો થાય છે ત્યારે આપણે દવાનું સેવન પણ કરતા હોય છે, પરંતુ વધુ પડતી દવાઓ લેવાથી લીવર અને કિડનીને નુકસાન થઈ શકે છે પરંતુ, એની જગ્યાએ ઘરમાં રહેલ વસ્તુનો ઉપયોગ કરીને ઘરગથ્થુ ઉપચાર દ્વારા જ દુખાવામાં રાહત મેળવી શકાય તો એ સૌથી શ્રેષ્ઠ રહે છે. રસોડામાં રહેલા મસાલા જ ઔષધીય દવાનું કામ કરે છે.

ગોઠણ નો દુખાવો

ઘુટણ ના દુખાવા હાલના સમયમાં નાના-મોટા દરેક વ્યક્તિને થાય છે. આ દુખાવામાંથી રાહત મેળવવા માટે આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે આ દુખાવામાંથી રાહત મેળવી શકશો.

ગોઠણ નો દુખાવો | ઘૂંટણ ના દુખાવા માટે ઘરેલું ઉપાય

ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે આદુ અસરકારક નીવડે છે. એના માટે સૌથી પહેલા 500 ગ્રામ આદુ લેવું. ત્યાર પછી આદુને સૂકવીને તેનો પાવડર બનાવી લેવો. આ પાવડરને એક કાચની બરણીમાં ભરી લેવો. એક વાટકીમાં બે ચમચી આ સૂંઠ પાઉડર લઈ લો. ત્યાર પછી તેમાં થોડું પાણી મિક્સ કરીને એને ગરમ કરવું. ત્યાર પછી પેસ્ટ બનાવીને તેને ઘુટણ નો દુખાવો હોય તે જગ્યા પર લગાવવું. એને એક કલાક સુધી રહેવા દેવું. જો તમે રાત્રે સૂતા પહેલા આ પેસ્ટ લગાવો તો, તેના ઉપર કપડું લપેટીને આખી રાત રહેવા દેવું. આ રીતે સૂકવેલા આદુના પાવડર નો ઉપયોગ કરવાથી ઘુટણ ના ગમે તેવો દુખાવો પણ દૂર થઈ જાય છે. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ફકત દસ જ મિનિટમાં આ દુખાવામાં રાહત મળે છે.

આ ઉપરાંત એક ગ્લાસ ગરમ પાણીમાં આદુનો પાવડર મિક્સ કરીને તેને ઉકાળવું. ત્યાર પછી ઠંડુ કરીને ગાળીને એને પીવું જોઈએ. આ ડ્રિન્ક નું સેવન કરવાથી ઘુટણ ના દુખાવા અને શરીરના અન્ય દુખાવો પણ દૂર થાય છે.

ઘુટણ ના દુખાવા માં રાહત મેળવવા માટે સૌથી પહેલાં 200 ગ્રામ સરસવનું તેલ લઈને ગરમ કરવું. ત્યાર પછી તેમાં 12 થી 14 લસણની કળી મિક્સ કરીને 10 મિનીટ સુધી ઉકળવા દેવું. ત્યાર પછી તેમાં ચાર થી પાંચ કપૂર મિક્સ કરવા. ત્યાર પછી ગેસ બંધ કરીને ઠંડું થવા દેવું. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે કાચની બોટલમાં ભરી લેવું પછી રોજ બે ટાઈમ આ તેલથી માલિશ કરવી જોઈએ.

આ તેલથી માલિશ કરવાથી ઘૂંટણના દુખાવામાં ખૂબ જ ઝડપથી રાહત મળે છે. જો તમે આ તેલને સવારે લગાવો છો તો લગાવ્યા પછી પંદર મિનિટ સુધી સૂર્ય પ્રકાશના કિરણો સામે બેસવું. જેથી ઘૂંટણ માં ભરાઈ ગયેલ વાયુ દૂર થાય છે અને દુખાવામાં જલ્દી રાહત મળે.

ઉઠવા બેસવામાં તકલીફ થતી હોય તો આ ઉપાય કરવાથી ખૂબ જ જલ્દી રાહત મળે છે. શરીરના અન્ય ભાગમાં દુખાવો હોય તો પણ આ ઉપાય કરવાથી તરત જ રાહત મેળવી શકાય છે.

આ ઉપરાંત રાત્રે મેથીદાણા પલાળીને સવારે ખાવાથી પણ દુખાવામાં રાહત મળે છે. એ ઉપરાંત હળદરવાળું હુંફાળું દૂધ પીવું જોઇએ. એનાથી પણ રાહત મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની સ્વાસ્થયને સંબંધિત અનેક મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment