બરફની જેમ ઝડપથી ઓગળશે પેટની ચરબી અપનાવો આ ઉપાય

વજન ઘટાડવા અત્યારના સમયમાં ઘણા બધા મેદસ્વિતા સમસ્યાથી પરેશાન છે. એના માટે લોકો કોઈને કોઈ ઉપચાર શોધતા હોય છે. જેથી શરીરની વધારાની ચરબી ઘટાડી શકે, ઘણા બધા લોકો ને આ સમસ્યાઓનો ઉપચાર કરવાથી અને દવાઓ લેવાથી પણ આ સમસ્યાનો ઉપાય મળતો નથી.અને સતત વજન વધ્યા કરે છે.

આજે અમે આ સમસ્યાનો સરળતાથી ઉપચાર કરી શકાય અને આ રોગને મટાડી શકાય એના વિશે જણાવીશું. જો તમે આ ઉપચાર કરશો તો તમારું વજન ખૂબ જ ઝડપથી અને સરળતાથી ઘટવા લાગશે. એના માટે ઉપયોગી છે અળસીના બીજ.

અળસી ના બીજ વજન ઘટાડવા માં મદદરૂપ થાય છે. ઘણા સમયે લોકો કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરે છે. જેના લીધે તેમનું વજન વધવા લાગે છે. જેના કારણે તેમને અન્ય શારીરિક સમસ્યાઓ થાય છે.

આ રીતે શરીરનું વજન વધવાને કારણે હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે. જેથી ગમે તે રીતે શરીરનું વજન ઘટાડવું જરૂરી છે. જેમાં તમારે માટે અળસીનાં બીજ ખૂબ જ ઉપયોગી થઇ શકે છે.

અળસીના બીજ

અળસી સાંધાની દરેક તકલીફો માં પણ અસરકારક છે. તેના નિયમિત સેવનથી લોહી પાતળું બને છે. જેના કારણે પગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે, પીડામાંથી રાહત થાય છે. સાંધાના દુખાવામાં અળસીના પાઉડરને સરસિયાના તેલની સાથે ગરમ કર્યા બાદ તેને ઠંડુ પાડી સાંધા પર લગાવવાથી રાહત મળે છે.

અળસીમાં ઘણા એવા ઉપયોગી તત્વ છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેના બીજમાં ઓમેગા-૩ ફેટી એસિડ, પ્રોટીન, વિટામિન અને મિનરલ રહેલા છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી તત્ત્વો પૂરાં પાડે છે.

અળસી નો ઉપયોગ કરવાથી વજન ઘટવાની સાથે શરીર ને અન્ય લાભ પણ મળે છે. શરીરમાં આવતા સોજા તેમજ આંતરિક સોજાથી પણ છુટકારો મળે છે. શરીરના કોઇપણ ભાગ પર આવતા સોજા માટે અળસી ખૂબ જ અસરકારક છે.

અસ્થમાના દર્દીને અળસી રાહત આપે છે. તેના માટે અળસીના બીજને વાટીને તેમાં પાણી મિક્સ કરી લેવું. પછી આ પાણીને 10 કલાક મૂકી રાખવું. આ પાણીનું દિવસ માં ત્રણ વાર સેવન કરવાથી અસ્થમાના દર્દીને રાહત મળે છે. સાથે સાથે ઉધરસ માં પણ રાહત થાય છે.

અળસીમાં મળતો ઓમેગા-3 શરીરની બળતરાને ઘટાડે છે. હ્રદય ની ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક નથી થતી અને તે સાથે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.

અળસી ખાવાથી ડાયાબિટિસ નિયંત્રણમાં રહે છે. અમેરિકામાં ડાયાબિટિસ વાળા દર્દી પર રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે, અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

કોઈપણ લેવલનું બ્લડપ્રેશર હાઈ કે લો અને અળસી કંટ્રોલ કરે છે જરૂરી કંટ્રોલ માં રહેલા ઓમેગા-3 ફેટી એસીડ મગજના કોષો પર આવતા રોકે છે. તેમજ ડાયાબિટીસનો કોઈપણ ટાઈપના સ્ટેજમાં હોય તેના માટે અસરકારક છે.

ખરજવા અને સોરાયસિસમાં અળસીનું સેવન કરવાથી અને અળસીને લેપ બનાવીને લગાવવાથી ફાયદો થશે. બાહ્ય ત્વચા રોગ મુક્ત અને ચમકતી થવા લાગશે તેથી ચેપ લાગવાનો સંભવ રહેશે નહીં

15 ગ્રામ અળસી માં આશરે 4 ગ્રામ ઈનસોલ્યુબલ ફાઈબર મળે છે જે કબજિયાત દૂર કરે છે, મોટા આંતરડામાં સક્રિયતા લાવે છે. પરિણામે હરસ, મસા ભગંદર થતા પણ અટકે છે. અનિયમિત શોચ પ્રક્રિયા નિયમિત બને છે.

કફમાં રાહત મેળવવા માટે 15 ગ્રામ અળસીના બીજને ક્રશ કરીને, પાંચ ગ્રામ મુલેઠી, 20 ગ્રામ સાકર , અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દેવું. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પી લેવો. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે.

અળસીનાં બીજનો ઉકાળો બનાવીને પીવાથી કરીને વજન ઝડપથી ઘટે છે, શરીરમાં વધારે પડતા વજનને નિયંત્રણમાં રાખે છે. આ ઉકાળો બનાવવા માટે એક ગ્લાસ પાણી લેવું, તેમાં એક ચમચી અળસીના બીજ નો પાવડર, 1 ચમચી લીંબુનો રસ, એક નાનો ટુકડો ગોળો વગેરે લઈને ઉકાળો બનાવવો. આ ઉકાળો ખૂબ જ અસરકારક પરિણામ આપે છે, અને વજન ઘટાડે છે.આ ઉકાળો પીવાથી શરીરનું વજન તો ઘટે જ છે, પણ શરીરને શક્તિ પણ પ્રદાન કરે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આ લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આપ સૌને ઉપયોગી થશે.

Leave a Comment