તમારું બાળક પણ બોલતા અટકાય કે તોતડું બોલે છે તો અપનાવો આ ખાસ ઘરેલું ઉપાય

અક્કલગરો ના એકથી દોઢ ફૂટ ના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે આપણે ત્યાં આ છોડ કોઈ સ્થળમાં જોવા મળે છે. તેના મૂળ અને ડાળખી આપણા દેશમાં આયાત થાય છે. તેના છોડ ને પીળા અને સોનેરી રંગના ફૂલ આવે છે. તેની ડાળખી ચાવવાથી જીભ પર રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેના ફૂલો ઉધરસ માટે ખવાય છે. તેની આયાત અલજીરીયા થી કરવામાં આવે છે. તેના મૂળ બજારમાં મળે છે. તે 2 થી 3 ઈંચ લાંબા અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મૂળ બહારથી ભૂરા રંગના અને તેને તોડવાથી અંદર સફેદ રંગ જેવા હોય છે, એને ખાવા થી જીભ પર ચમચમાટ થાય છે.

એ ગરમ અને બળવર્ધક છે, તથા વાયુ કફ, પક્ષાઘાત, અને મોઢાનો લકવો પણ મટાડે છે. ઉપરાંત શુક્રસ્થમ્ભક અને આર્તવજનક પણ છે. તેને ઘસીને લગાડવાથી ઇન્દ્રિય બ્રેડ થાય છે. દાંતના પેઢાં ફૂલી જવા, જકડાઈ જવી વગેરેમાં પણ તે ખૂબ જ ઉપયોગી છે.

– એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલગરા નું ચૂર્ણ મિક્ષ કરીને, રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને જાતિય ઉત્તેજના અનુભવાય છે.

– બાળકોને બરાબર બોલતા આવડતું ન હોય અથવા તો થોડું બોલતા હોય તો તેની વાણી સુધારવા માટે અક્કલગરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી ફાયદો થાય છે.

જે બાળકોની જીભ મોટી હોય છે તે સારી રીતે બોલી નથી શકતા.એના ઈલાજ માટે મધની સાથે અક્કલગરાના સૂકા ફૂલોનું ચૂર્ણ લગભગ 250 મિ.ગ્રા. દિવસમાં બેવાર બાળકોને આપવું. સાથે જ તેમની જીભ ઉપર ચૂર્ણ લગાવવું. આ સમસ્યા દૂર થઈ જશે.
– ઓલિવ ઓઇલ અને અક્કલગરો વાટીને લગાવવાથી મસ્તિષ્કના રોગો, સાંધાના આને સ્નાયુના રોગ, મોઢાના અને છાતીના રોગ, પક્ષાઘાત, કુબળાપણું, મોઢાનો લકવો, હાથ-પગમાં શુન્યકાર જેવા જુના અને હઠીલા રોગો માંથી પણ મુક્તિ મળે છે.
– અક્કલગરાનું ચૂર્ણ સડેલા દાંત ઉપર ઘસવાથી દુખાવો મટે છે.
– 1/4 ચમચી જેટલું અક્કલગરાનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી અને ચપટી ચૂર્ણ નાકમાં નાખવાથી હિસ્ટીરિયા મટે છે.
– અક્કલ નું ચૂર્ણ મોઢામાં ઘસીને કોગળા કરવાથી મોઢાની વિરસતાં મટે છે.
– અક્કલગરાનું ચૂર્ણ બજારમાં મળે છે. તેનાથી મંદાગ્નિ, અરુચિ, સળેખમ, ઉધરસ, દમ, હિસ્ટીરિયા વગેરે દૂર થાય છે.

ગુજરાત માં અક્કલગરા નો ઉપયોગ આદિવાસીઓ ઘણો કરે છે. એ લોકો વર્ષોથી અક્કલગરા ને ઘણા ઈલાજ માં વાપરતા આવ્યા છે.

અક્કાલગરાનાં બીજા ઉપચાર 

સામગ્રી :

અક્કલગરા વાટેલો : 15 ગ્રામ, દ્રાક્ષ ના બીજ : 30 ગ્રામ,

બનાવવાની રીત –
– 15 ગ્રામ વાટેલો અક્કલગરો અને 30 ગ્રામ દ્રાક્ષ નાં બીજ ભેળવીને તેની ચણાના આકારની ગોળીઓ બનાવી છાયામાં સુકવી લેવી.
તેને સવાર સાંજ એક એક ગોળી લેવી. લકવા અને વાટેલો અક્કલગરો નાકથી સુંઘવાથી મીર્ગીનો રોગ મટી જાય છે.

ધ્યાન રાખવાની બાબતો –
અક્કલગરાનો બાહ્ય પ્રયોગ વધુ પ્રમાણમાં કરવાથી ત્વચાનો રંગ લાલ થઇ જાય છે તથા તેની ઉપર બળતરા પણ થાય છે.

– જો તેનું સેવન વધુ પ્રમાણમાં કરવામાં આવે તો તેનાથી નાડીની ગતિ વધવી, ઉબકા આવવા, દસ્ત લાગવું, જીવ ગભરાવો, બેભાન રહેવું, રક્તપિત્ત વગેરે આડ અસર થઇ શકે છે.
– ફેફસા માટે પણ તે નુકશાનકારક બને છે. કેમ કે, તેનાથી ફેફસાની ગતિ વધી જાય છે.
– સૂતરાઉ કપડાની અંદર અક્કલગરાને બાંધીને બાળકોના ગળામાં બાંધવાથી રાખવા મિરગીના હુમલા સારા થઈ જાય છે.
– અક્કલગરો નો ઉપયોગ કફના રોગ માટે પણ ઉત્તમ છે. ઘોડાવજ ને અક્કલગરા નું મૂળનું ચૂર્ણ ઘરમાં રાખવો જોઈએ. દાંતમાં થતો સોજો અને દર્દમાં પણ આ જ પૂર્ણ ખૂબ જ ફાયદાકારક છે. એના માટે થોડું સિંધવ મીઠું મિક્સ કરવું જોઈએ, તેના પર ઘસવું જોઈએ અથવા તેને દાંતમાં દાબાવી રાખવું. એનાથી સોજો અને દુઃખાવો ઓછા થઈ જાય છે. દાઢ સડી ને પોલી થઈ ગઈ હોય તો, અક્કલગરાનું ચૂર્ણ મધમાં મિક્સ કરીને લગાવવું જોઈએ.

અમને આશા છે કે આજના લેખની મહત્વપૂર્ણ જાણકારી તમને જરૂર થી પસંદ આવશે, અને ઉપયોગી થશે.

Leave a Comment