Hair Fall લાંબા,કાળા અને મજબૂત વાળ માટે ઘરે જ અપનાવો આ ઉપાય

Hair Fall  આજના સમયમાં દરેક મહિલાઓ અને પુરુષોને એક સમસ્યા હોય છે. તે હાલના સમયમાં ખૂબ જ વધી ગઈ છે. અને એમાં પ્રદૂષિત વાતાવરણ અને અનિયમિત ખાણીપીણી ના કારણે આપણે કેટલીક એવી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

હાલના સમયમાં દરેક મહિલાઓને પુરુષો વાળ ખરવાની સમસ્યાથી ખૂબ જ પરેશાન રહેતા હોય છે. વધુ વાળ ખરવાથી માથાના ભાગમાં ટાલ પડવા લાગે છે, અને એના કારણે દેખાવ ખૂબ જ ખરાબ લાગે છે. જેના કારણે વ્યક્તિને શરમ નો સામનો કરવો પડતો હોય છે. જો આપણા વાળને પૂરતું પોષણ ન મળે તો વાળ ખરવાનું કારણ બની શકે છે.

એના માટે વાળને જરૂરી પોષણ મળી રહે તે માટે યોગ્ય પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. જેથી આપણા વાળ મજબૂત બને અને વાળ ખરવાની સમસ્યા બંધ થાય. ધૂળ અને માટીના રજકણોની વધુ પડતા પ્રદૂષણના કારણે પણ વાળ ખરતા હોય છે. જેના કારણે દવાઓ અને બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો વાળ ધોવા માટે અલગ-અલગ શેમ્પૂનો ઉપયોગ કરે છે તો, પણ વાળ ખરવાનું કારણ બની શકે છે.

આજે અમે તમને ખરતા વાળને અટકાવવા માટે શું કરવું જોઈએ. એના વિશે જણાવીશું. આ ઉપાય કરવાથી ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળશે અને વાળ મજબૂત અને લાંબા બનશે. તો ચાલો આજે ખરતા વાળને અટકાવવા માટે શું કરવું જોઈએ એના વિશે જણાવીએ.

એરંડીયા નુ તેલ

એરંડીયા નુ તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. રોજ એરંડીયાનું તેલ માથામાં લગાવી ને વાળમાં માલિશ કરવી જોઈએ. તો વાળ ખરતા અટકે છે. ઉપરાંત વાળ લાંબા અને ચમકદાર બને છે. પહેલાંના જમાનામાં વાળને મજબૂત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. માટે જ મજબૂત બનાવવા હોય તો એરંડિયા ના તેલ નો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. તે ખૂબ જ ફાયદાકારક બની રહે છે.

Hair Fall  વાળ ખરવાની સમસ્યા

ડુંગળી નું તેલ

આ ઉપરાંત ખરતા વાળને રોકવા માટે ડુંગળી નું તેલ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો રોજ સવારે અને સાંજે બે વખત ડુંગળી નું તેલ વાળનાં મૂળમાં લગાવવામાં આવે તો ખરતા વાળ અટકે છે.

અત્યારના સમયમાં ઘણા લોકોને નાની ઉંમરે જ વાળ સફેદ થવા લાગે છે. તેના માટે પણ ડુંગળી નું તેલ ખૂબ જ ફાયદાકારક બની રહે છે. રોજ ડુંગળીના તેલનો ઉપયોગ કરવાથી વાળ સફેદ થતાં અટકે છે.

વાળ ખરવાના કારણે માથામાં ટાલ પડી ગઈ હોય તો સૌથી પહેલા એક ચમચી ડુંગળી નું તેલ લેવું. પછી તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને એક ચમચી ઘરે બનાવેલું દહીં લેવાનું. ત્યાર પછી બધાને મિક્સ કરીને જ્યાં વાળ ખરી ગયા હોય એ જગ્યા પર લગાવી દેવું. આમ કરવાથી ધીરે-ધીરે નવા વાળ ઊગવા લાગે છે.

તમે ડુંગળી ના રસ નો પ્રયોગ પણ કરી શકો છો. ડુંગળી લોહીનું પરિભ્રમણ વધારે છે, વાળને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. વાળમાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં પણ ઉપયોગી છે. નાના-નાના ટુકડામાં ડુંગળી કાપી લો અને તેનો રસ કાઢી લો. માથામાં આ રસ લગાવીને 30 મિનિટ સુધી રાખો. જે બાદ હૂંફાળા પાણી અને શેમ્પૂથી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરી શકો છો.

જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો બજારમાં મળતાં શેમ્પૂ અને કંડીશનરનો ઉપયોગ કરવાનું બંધ કરીને,પંદર દિવસ માટે ઉપર જણાવેલા ઉપાય નિયમિત કરવા જોઈએ. એનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત વાળ મજબૂત અને ચમકદાર બને છે.

આ ઉપરાંત તમે ખરતા વાળને રોકવા અન્ય ઉપાય પણ અપનાવી શકો છો. જે નીચે મુજબ છે.

– બટાકાનો રસ વાળને ખરતા રોકે છે. સાથે જ વાળને લાંબા અને ઘાટા કરે છે. બટકાનો રસ વાળમાં 15 મિનિટ સુધી લગાવી રાખો અને બાદમાં વાળ ધોઈ લો.

– આંમળા વિટામિન Cનો ભંડાર છે. આ વાળનો ગ્રોથ વધારે છે. આંબળા પાઉડર અને લીંબુના રસને સરખા પ્રમાણમાં મિક્સ કરીને, આ મિશ્રણને વાળ પર લગાવો. ત્યારપછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લેવા.

– લીંબુનો રસ પણ વાળને સ્વસ્થ અને લાંબા રાખવામાં મદદરૂપ છે. બે ચમચી લીંબુના રસમાં થોડું પાણી ઉમેરીને લગાવો. 30 મિનિટ સુધી વાળમાં લગાવીને રહેવા દેવું. બાદમાં હૂંફાળા પાણી અને શેમ્પૂથી વાળ ધોઈ લો. તમે આ પ્રયોગ એક અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આ લેખની Hair Fall  મહત્વપૂર્ણ માહિતી તમે જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment