આ 8 ઘરેલુ ઉપાયો કરીને તમે પણ મેળવી શકો છો સુંદર અને ગ્લોઇંગ ત્વચા જાણી લો

ગોરી ત્વચા માટે અત્યારની દોડધામ ભરી જીવનશૈલીને કારણે આપણે યોગ્ય રીતે કાળજી રાખી શકતા નથી. અત્યારના સમયમાં પ્રદૂષણ પણ ખૂબ જ વધી રહ્યું છે. સાથે જ વધતી ઉંમર પ્રમાણે ત્વચામાં પણ અમુક સમસ્યાઓ અને ફેરફાર થવા લાગે છે. જેમ કે ખીલ, કાળા વર્તૂળ,  કરચલીઓ પડવી, ચહેરાની ચમક ઉતરી જવી વગેરે જેવી ઉંમરની નિશાનીઓ દેખાવા લાગે છે. જેને દૂર કરવા માટે અથવા છુપાવવા માટે લોકો રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. જે ચહેરાની સમસ્યાઓને દૂર કરવાની કે ઘટાડવાની જગ્યાએ વધારે છે. ક્યારેક ઘણી આડઅસર પણ થતી હોય છે.

એના માટે તમે કેટલીક બાબતોમાં ફેરફાર કરીને અને કેટલાક ઉપચાર કરીને સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો અથવા એને ઓછી કરી શકો છો. જેમ કે ત્વચાને સુંદર રાખવા માટે આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે પાણી પણ વધુ માત્રામાં પીવું જોઈએ ઉપરાંત રોજ કસરત પણ કરવી જોઈએ. રાત્રે સુતા પહેલા ચહેરો સાફ કરી લેવો એટલે કે ધોઈ લેવો પછી સૂવું. ચહેરાને ધોઈ લીધા બાદ એના પર ગુલાબ જળ અથવા એલોવેરા જેલ લગાવી શકાય છે એનાથી ઘણો ફાયદો મળે છે. જેનાથી વધતી ઉંમરમાં પણ ત્વચા સુંદર અને ચમકીલી રહે છે.

હવે કેટલીક એવી જડીબુટ્ટી વિશે જાણીએ જેના ઉપચાર દ્વારા તમારી ત્વચા સુંદર રહી શકે સાથે વધતી ઉંમર સાથે ના લક્ષણો અને ત્વચા પર થતી અસરને ઘટાડે છે.

ગોરી ત્વચા માટે :-

1. અશ્વગંધા :- અશ્વગંધા ઘણા આયુર્વેદિક ઉપચારો માટે જાણીતું છે. આરોગ્ય માટે ઘણુ ફાયદાકારક છે. અશ્વગંધા નો ઉપયોગ કરવાથી ત્વચા પર પડેલી કરચલીઓ દૂર થાય છે. સોથેે ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે. અશ્વગંધા એ ચહેરાને આ વૃદ્ધત્વના લક્ષણો ઘટાડીને ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખે છે.

2. આમળા :- આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એની સાથે જ આમળા સુંદરતાને પણ વધારે છે અને જાળવી રાખે છે. આમળા વાળ માટે પણ ખૂબ જ ગુણકારી છે. આમળા વિટામીનથી ભરપૂર હોવાથી દરરોજ ખાઈ શકાય છે. આમળાની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરાની ત્વચા ચમકદાર બને છે.

3. તજ :- ઉંમર સાથે વધતા લક્ષણોને ઘટાડવા માટે તજ ઉપયોગી સાબિત થાય છે. એનો ઉપયોગ કરીને ચહેરા પરની કાળાશ દૂર કરી શકાય છે. તજ પાવડરને મધમાં મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવીને લગાવવામાં આવે તો ચહેરાની ત્વચામાં ચમક આવે છે.

4. લીમડો :- લીમડા માં રહેલા તત્વો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડામાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટીરિયલ જેવા ઘણા ગુણો રહેલા છે. જે ત્વચાને ખીલની સમસ્યામાંથી છુટકારો અપાવે છે. લીમડાના તેલનો ઉપયોગ ત્વચા પર લોશન તરીકે કરી શકાય છે એ ઉપરાંત લીમડાના ફેસ પેકને ત્વચા માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.

5. કાચું દૂધ :- ચહેરાને સુંદર બનાવી રાખવા માટે કાચું દૂધ ખૂબ જ ફાયદાકારક રહે છે. એનાથી ચહેરા પરની કાળાશ દુર થાય છે. કાચા દૂધને ચહેરા પર લગાવીને માલિશ કરીને ૩૦ મિનિટ સુધી રહેવા દેવું ત્યાર પછી એને વોશ કરી લેવું.

6. તુલસી : – તુલસીના પ્રયોગથી ચહેરા પરના ખીલ અને ડાઘ દૂર થાય છે. તુલસી ત્વચામાં રહેલા વધુ પડતા ઓઇલને દૂર કરે છે. એના માટે તુલસીના 10 પાન પાણી નાખીને પીસી લેવા અને ચહેરા પર એક કલાક સુધી લગાવીને રાખવું. ત્યાર બાદ ચહેરાને ધોઈ લેવો. આ ઉપાય કરવાથી ચહેરાની સુંદરતામાં વધારો થાય છે.

7. હળદળ : – હળદર ઘણી સમસ્યાઓના ઉપચારમાં ખૂબ જ ફાયદાકારક છે. હળદરનો ઉપયોગ કરવાથી ચહેરાની રંગત માં ચમક આવે છે. તે ચહેરાની santvanhi બચાવે છે અને ચહેરાની ત્વચાને નિખારે છે. એના માટે હળદર અને પાણી સાથે મિક્સ કરીને એક કલાક સુધી એ પેસ્ટને ચહેરા પર લગાવીને રાખવી. ત્યાર બાદ ચહેરાને ધોઈ લેવો.

8. લીંબુ : – લીંબુના ઉપયોગથી ત્વચામાં ચમક આવે છે. લીંબુનો ઉપયોગ કરવાથી ત્વચા પર જામી ગયેલી ગંદકી દૂર થાય છે. એના માટે લીંબુ 1 નાનો ટૂકડો લઈને ચહેરા પર રગડવું. ત્યારબાદ 30 મિનિટ સુધી રહેવા દેવું. ત્યાર પછી ચહેરાને પાણીથી ધોઈ લેવો.

અમને આશા છે કે આજે ત્વચાને લગતી સમસ્યાઓ ( ગોરી ત્વચા માટે )દૂર થાય અને વધતી ઉંમર સાથે ના લક્ષણોને ઓછા કરી શકાય એના માટે ના આજે મહત્વપૂર્ણ ઉપચાર જણાવ્યા એ તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે..

Leave a Comment