સાંધાના દુખાવો, ડાયાબિટીસથી લઈને વજન ઘટાડવા સુધીની દરેક સમસ્યાઓ દૂર થાય છે આ ઔષધી દ્વારા જાણો

સરગવાના ફાયદા સરગવાને અનેક રોગોનું ઔષધ માનવામાં આવે છે. સરગવાની છાલ સિંગ બીજ અને પાન એ બધા જ ઔષધીય ગુણો ધરાવે છે. સરગવાના મુખ્ય બે પ્રકાર છે એક લાલ ફુલવાળો સરગવો અને એક સફેદ ફુલવાળો સરગવો. મોટા ભાગે સફેદ ફુલવાળો બધે જોવા મળે છે. સરગવાના અનેક ઔષધીય ગુણો છે. સરગવાની સિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આજે તમને જણાવી દઈએ કે સરગવાના પાંદડા પણ ખૂબ જ ફાયદાકારક છે.

સરગવાના પાન ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. આ ઉપરાંત ફોસ્ફરસ, વિટામિન ડી, વિટામિન ડી, લોહતત્વ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા તત્વો પણ ભરપૂર માત્રામાં રહેલાં છે. સરગવાના પાંદડા પણ ઔષધીય ગુણો ધરાવે છે. સરગવાના પાંદડા ડાયાબિટીસ, સોજા અને હૃદય રોગ જેવી બિમારીઓ માટે ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે સરગવાની સિંગો 80 પ્રકારના રોગ અને 72 પ્રકારના વાયુને દૂર કરે છે. જો દરરોજ નિયમિત સરગવાની સિંગ ખાવામાં આવે તો સાઇટીકા નો દુખાવો દૂર થાય છે. સરગવાની સિંગ અને સરગવાના પાન ખાવાથી સાંધાના દુખાવો જળમૂળ માંથી મટે છે.

સરગવા

સરગવો ની ભાજી ખુબ જ ફાયદાકારક છે સરગવાની ભાજી ખાવાથી આપણા શરીરને કેલ્શિયમ, બી-કોમ્પલેક્સ, વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહે છે. સરગવાનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે. એનાથી પેટ સાફ રહે છે.

સરગવાના ફાયદા : –

પાચનતંત્ર ની સમસ્યા દૂર થાય છે : પાચનતંત્ર સંબંધી કોઈપણ સમસ્યા દૂર કરવા માટે, સરગવાનાં પાનને વાટીને એનો એક ચમચી રસ લેવો. તેમાં એક ચમચી મધ અને નારિયેળ પાણી મિક્સ કરવું. એને પીવાથી પાચનતંત્ર સંબંધી સમસ્યા દૂર થાય છે. તેનુ શાક બનાવીને ખાવાથી કિડની મૂત્રાશયના જામેલી પથરીથી છુટકારો મળે છે એટલું જ નહીં પરંતુ કબજિયાતની સમસ્યામાં પણ ફાયદાકારક છે.

ડાયાબિટીસમાં : હાલના સમયમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જેના કારણે હૃદય રોગની સમસ્યાઓ પણ વધી રહી છે. એના માટે સરગવાના પાંદડા અને ઉત્તમ ઇલાજ માનવામાં આવે છે. જો તમે પણ હાઇબ્લડપ્રેશર થી બચવા માંગતા હોવ તો સરગવાના પાનનો ઉપયોગ કરવો જોઈએ.

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે : કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે આમ તો બદામ ખૂબ જ ફાયદાકારક છે પરંતુ સરગવાના પાન ખાવામાં આવે તો પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

હાડકા માટે ઉપયોગી : સરગવાના પાનની હાડકા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે સરગવાના પાનમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલું છે. જે આપણા હાડકાં માટે ખૂબ જ સારું છે. માટે સરગવાના પાન ખાવાથી સોજા દૂર થાય છે. સાથે સાંધાનો દુખાવો પણ મટે છે

કાનના દુખાવામાં રાહત અપાવે છે : જો કાનમાં દુખાવો થતો હોય તો સરગવાના પાનનો રસ કાઢીને કાનમાં નાખવાથી કાનના દુખાવામાં ખૂબ જલ્દી રાહત મળે છે.

દાંતની સમસ્યા : દાંતમાં રહેલા કિટાણુ દૂર કરવામાં અને પાયોરિયા જેવી સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે પણ સરગવાના પાન ખૂબ જ ફાયદાકારક છે.

ત્વચા અને વાળ માટે ઉપયોગી : સરગવાના પાનમાં રહેલું વિટામીન-એ ત્વચાને મુલાયમ રાખવા માં મદદ કરે છે. એ ઉપરાંત એમાં એમનો એસિડ પણ રહેલું છે જે આપણા વાળ માટે ફાયદાકારક છે સરગવાના પાન માંગેલું એમિનો એસિડ આપણા વાળને ઘટ્ટ અને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેમાં કેરોટીન અને પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ સારી માત્રામાં રહેલું છે.

વજન ઓછું કરે છે : સરગવાના પાનમાં ફાયબર ખુબ મોટા પ્રમાણમાં રહેલું છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. એના કારણે જલ્દી ભૂખ લાગતી નથી. સરગવાના પાન માં રહેલું ક્લોરોજેનિક એન્ટીઓક્સીડેન્ટ અને ઓછું કરે છે. ઉપરાંત બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે.

સરગવાના પાનનું સેવન કરવાની રીત : –

– સરગવાનાં પાનને સૂકવીને તેનો પાઉડર બનાવીને ઠંડા કે ગરમ પાણી સાથે એક ચમચી લઈ શકાય.

– સરગવાના પાન માં પ્રોટીન શેક મિક્સ કરીને પણ તેને ખાઇ શકાય છે.

– બજારમાં મળતી સરગવા ના પાવડર ની કેપ્સુલ પણ તમે લઇ શકો છો.

– આ ઉપરાંત તમે સારગવાના પાનની ચા પણ પી શકો છો.

સરગવાના પાનની ચા બનાવવા માટે સરગવાના પાનનો પાઉડર બનાવી લેવો. ત્યાર પછી અને ગરમ પાણીમાં એક ચમચી પાઉડર નાખીને ઉકાળીને ગાળી લેવું. તેમાં એક ચમચી મધ નાખીને પીવું.

સરગવાના બીજા  ફાયદા :-

– ચરબી દૂર થાય છે.

– બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

– કીડી અને પથરી ને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજે અમે જે સરગવા વિશે ની માહિતી અને તેના ફાયદા જણાવ્યા એ તમને જરૂરથી ઉપયોગી થશે.

 

Leave a Comment