આયુર્વેદિક પદ્ધતિ દ્વારા ઘર બેઠા કરો ફેફસા અને લીવરની સફાઈ

ફેફસા અને લીવર શરીરને સ્વસ્થ અને તાજગીસભર રાખવા માટે યોગ્ય પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો પણ ખૂબ જરૂરી છે. વિશેષજ્ઞ દ્વારા જણાવવામાં આવે છે કે અમુક મૂખ્ય વસ્તુ હોય તો જમ્યા પછી નિયમિત ખાવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. એ જ રીતે જો અમુક વસ્તુઓ જમ્યા પહેલા ખાલી પેટે ખાવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે.

આરોગ્ય વિશેષજ્ઞ જણાવે છે કે અમુક વસ્તુઓ જમ્યા પહેલા ખાવાથી ફાયદો થાય છે અને અમુક વસ્તુ જમ્યા બાદ ખાવાથી ફાયદો થાય છે પરંતુ એને યોગ્ય સમયે ખાવી એ પણ ખૂબ જ જરૂરી છે તો જ તેનો ફાયદો મળે છે. ઘણા લોકોને સવારે ઊઠીને ઘણા ખાટા ફળ ખાવાની આદત હોય છે.

મોટા સ્થળોમાં વધુને વધુ પ્રદુષણ વધી રહ્યું છે. જેનાથી શ્વાસની સમસ્યા ઉભી થઇ શકે છે. પ્રદૂષણને કારણે મોટા પ્રમાણમાં ફેફસાંને નુકસાન થવાની શક્યતા રહેલી છે. એના માટે જોવા અમુક વસ્તુઓ ખાવામાં આવે અને, સ્વાસ્થ્યનું ધ્યાન અને કાળજી રાખવામાં આવે તો અને લિવરને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખી શકાય છે.

વાહનો ના ધુમાડા અને હવામાં રહેલા પ્રદૂષણ આપણા ફેફસા માટે ઝેર સમાન છે. આ નુકસાનકારક પ્રદૂષણ શ્વાસ વાટે આપણા શરીરમાં પહોંચે છે. એવામાં આપણા શરીરના અમુક ભાગો જેવા કે, ફેફસાં, કિડની, લીવર, ત્વચા, વાળને ખૂબ નુકસાન પહોંચે છે. ઉપરાંત મોટું જોખમ પણ ઊભું કરી શકે છે. તો આજે અમે તમને જાણવી શું કે ફેફસા અને લીવર ની સફાઈ કઈ રીતે કરવી.

પપૈયું :  પપૈયું ખાવાથી આંતરડા અને લીવર એકદમ સાફ અને સ્વસ્થ રહે છે. એટલું જ નહીં પપૈયુ એ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે. એ સિવાય શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. પપૈયુ ને કોઈ પણ ઋતુમાં સરળતાથી મળી રહે છે. જેને હૃદયની બીમારીનું જોખમ હોય એના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કેમકે પપૈયું હૃદયની બીમારીના જોખમને ઘટાડે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પપૈયુ ખૂબ જ ફાયદાકારક છે. સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. પપૈયા અને ખાલી પેટે ખાવું યોગ્ય રહે છે.

પાણી અને મધ : સારા સ્વાસ્થ્ય માટે પાણી અને મધનું મિશ્રણ એક ખૂબ જ ફાયદાકારક છે. મધમાં એન્જાઇમ, વિટામિન, મિનરલ જેવા પોષક તત્વો રહેલા છે. જ્યાં આંતરડાને સાફ રાખે છે.

સુકામેવા : શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે સૂકા મેવા ખાવા ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એમાં પણ જો બદામને ખાલી પેટે ખાવામાં આવે તો પાચનક્રિયા સુધરે છે. એ સિવાયના પણ અનેક ડ્રાયફુટ જેવા કે  કાજુ, પિસ્તા, કિશમિશ જેવા સુકામેવા પણ રોજિંદા આહારમાં સામેલ કરવા જોઇએ. સુકામેવા નિયમિત ખાવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા મળે છે.

આ સિવાય એવા ઘણા ઘરગથ્થુ ઉપચાર છે જે પ્રયોગ કરીને ફેફસાં અને લિવરને સાફ રાખી શકાય. જેમ કે, ફેફસા ની સફાઈ માટે ગરમ પાણીમાં હળદર, આદુ નાના ટુકડા અને લસણ ઉમેરીને બરાબર ઉકાળવું. ત્યાર પછી ગેસ બંધ કરીને આ મિશ્રણને સામાન્ય તાપમાન પર આવવા દેવું. આ મિશ્રણને રોજ સવાર-સાંજ બે-બે ચમચી લેવું. આ ઉપાયથી ફેફસામાં રહેલી બધી જ હાનિકારક ગંદકી દૂર થઈ જાય છે. આ એક કુદરતી detox નું કામ કરે છે.

આ ઉપરાંત અન્ય ઉપાયમાં ગાજર ના ટુકડા ને પાણીમાં નાખીને બાફવા. ગાજર બફાયા બાદ વધેલું પાણી કાઢી લઈને ગાજર ને ક્રશ કરી લેવા. એની પેસ્ટ રેડી થઈ જાય ત્યાર પછી એમાં ચાર ચમચી મધ ભેળવીને બરાબર મિક્સ કરવું. ત્યાર પછી એમાં ગાજર બનાવતી વખતે વધેલું પાણી એ પણ એડ કરવું. આ મિશ્રણને ફ્રિજમાં સ્ટોર કરીને રાખો. આ મિશ્રણને દિવસમાં ત્રણ વાર લેવું જોઈએ. આ મિશ્રણથી ફેફસા વધુ કાર્યક્ષમ બને રહે બને છે અને ગંદકી પણ દૂર થાય છે.

આ સિવાય મેથી અને મસૂરની દાળ પણ ફેફસાં અને કાર્યક્ષમ અને સ્વસ્થ રાખે છે. ફેફસા માટે વિટામીન સી ધરાવતા ફળો જેવા કે નારંગી લીંબુ, કીવી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ કે જેમાં એન્ટી ઓક્સિડેન્ટ વધુ પ્રમાણમાં રહેલા છે એનું સેવન કરવું.

આ ઉપરાંત ધ્યાનમાં રાખવા જેવી બાબતો 

મોર્નિંગ વોક માટે જાવ ત્યારે મોં અને નાકની ઢાંકીને નીકળવું.

આંખોને ઠંડા ચોખ્ખા પાણીથી સાફ કરવી અને બહાર જતી વખતે ચશ્મા પહેરવા.

ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ અને ઘરની આસપાસ મની પ્લાન્ટ અને તુલસીના છોડ લગાવવા.

ગોળ ખાવો અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. શરીરમાં પાણીની કમી થવા દેવી જોઈએ નહીં.

અમને આશા છે કે આજની ઉપયોગી માહિતી આપને જરૂર પસંદ આવશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

 

Leave a Comment