જો તમારે વજન ઓછું કરવું હોય તો બ્લેક કોફી પીવાનું શરૂ કરો

ઘણા લોકોને કોફી પીવી ગમે છે. એને વિવિધ રીતે બનાવવામાં આવે છે. પરંતુ જો કોફીમાં ખાંડ અને દૂધ નાખવામાં ન આવે તો એ વધુ ફાયદાકારક બની રહે છે. બ્લેક કોફી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેની સુગંધ તણાવ ને દૂર કરે છે અને મૂડ સારું કરે છે. આજે અમે બ્લેક કોફી ના વિવિધ ફાયદાઓ વિશે તમને જણાવીશું. મોટાભાગે બધા કોફીનું સેવન કરવાથી ડરતા હોય છે. કારણ કે એમાં કેફીન રહેલું છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે પણ જો બ્લેક કોફીનો યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો એના અનેક ઘણા ફાયદા પણ મળે છે. આરોગ્ય નિષ્ણાંતો કોફીને ચરબી બર્ન સપ્લિમેન્ટ કહે છે. જે ચરબીને ઓગાળીને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

બ્લેક કોફીમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, એનર્જી ફોસ્ફરસ, સોડિયમ, વિટામિન ઇ, વિટામિન બી 6, વિટામિન કે વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. જે આપણાં હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

 બ્લેક કોફી ના ફાયદા

 બ્લેક કોફી ના ફાયદા :-

 શારીરિક કાર્યક્ષમતામાં વધારો થાય છે

જે લોકો રોજ કસરત કરતા હોય એમણે બ્લેક કોફી પીવી જોઈએ. સ્ટેમીના વધારવા માટે પણ બ્લેક કોફી પીવી જોઈએ પરંતુ એ માટે પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

 હૃદય માટે ઉપયોગી 

અત્યાર સુધીના હૃદયને લગતા થયેલા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે બ્લેક કોફી પીવાથી હૃદય રોગના જોખમમાં ઘટાડો થાય છે. એના માટે રોજ એક કે બે કપ કોફી પીવી જોઈએ

ડાયાબિટીસના જોખમમાં ઘટાડો થાય છે

જૂની અમિત બ્લેક કોફી પીવામાં આવે તો ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે. કારણ કે બ્લેક કોફી શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પાદન કરવામાં મદદ કરે છે. જેનાથી ડાયાબિટીસના જોખમમાં ઘટાડો થાય છે. ડાયાબીટીસ સામે લડવામાં મદદ કરે છે.

ચિંતા અને હતાશામાંથી મુક્તિ મળે છે

અત્યારના સમયમાં મોટે ભાગે દરેક વ્યક્તિ ચિંતા, હતાશા અને તણાવથી પીડાતા હોય છે. વધુ પડતી ઉંઘ અને સૃષ્ટિ જેવી સમસ્યાથી પણ પરેશાન હોય છે. આ સમસ્યા તકલીફથી છુટકારો મેળવવા માટે પણ બ્લેક કોફી પીવી જોઈએ. બ્લેક કોફીમાં કેફિનનું રહેલું છે. જે નર્વસ સિસ્ટમ અને મગજને ઉત્તેજિત કરે છે.

વજન ઘટે છે 

બ્લેક કોફીમાં રહેલું કેફીન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને તેનાથી વજન નિયંત્રણમાં રહે છે. એ ઉપરાંત બ્લેક કોફીમાં રહેલું કેફીન એ મેટાબોલિઝમના કાર્યમાં સુધારો કરે છે. આહાર દ્વારા બનતી ઉર્જા ની પ્રક્રિયા ને સુધારે છે.

લીવર માટે ફાયદાકારક

બ્લેક કોફી પીવાથી લીવરના કેન્સર ની શકયતા ઘટે છે. એ સિવાય ફેટી લીવર ડીસીઝ, હિપેટાઇટસ, આલ્કોહોલિક સિરોસીસ જેવા રોગોની સમસ્યામાં ઘટાડો થાય છે.

સંધિવામાં રક્ષણ આપે છે

એક સંશોધનમાં સામે આવ્યું છે કે જે લોકો દિવસના ચાર કપ બ્લેક કોફી પીવે છે એમને સંધિવા થવાની શક્યતા ઓછી થઇ જાય છે. જેને સંધિવાની સમસ્યાઓ એમને બ્લેક કોફી મદદરૂપ થાય છે.

વર્કઆઉટ 

બ્લેક કોફીનો મોટો ફાયદો એ છે કે તમારા ફિઝિકલ પરફોર્મન્સમાં સુધારો કરે છે. જેના કારણે તમે વર્કઆઉટમાં 100 % આપી શકો છો. બ્લેક કોફી પીવાથી શરીરમાં એન્ડ્રેનાઇલનું સ્તર વધે છે. જેના કારણે બોડી ફિઝિકલ એક્સર્શન માટે રેડી થાય છે.

યાદશક્તિમાં વધારો

વધતી ઉમર સાથે લોકોમાં ભુલવાની બીમારી પણ વધતી હોય છે. જેને કારણે અલ્ઝાઇમરની બીમારી થાય છે. પરંતુ જો રોજ સવારે બ્લેક કોફી પીવામાં આવે તો મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ની બ્રેઇન પાવર વધે છે.

બ્લેક કોફી બનાવવાની રીત :-

બ્લેક કોફી બનાવવા માટે બ્લેક કોફી પાવડર અને પાણીની જરૂર પડે છે. પાણીમાં એક ચમચી બ્લેક કોફી પાવડર નાખીને ઉકળવા દેવું. ત્યાર પછી આ મિશ્રણને ગાળીને પીવું.

કોફી પીવા માટેનો યોગ્ય સમય 

એક કારણમાં જાણવા મળ્યું છે કે જો ભૂખ્યા પેટે કોફી પીવામાં આવે તો એ નુકસાનકારક સાબિત થાય છે. બ્લેક કોફીને નાસ્તો કર્યા પછી પીવી જોઈએ. એનું કારણ એ છે કે નાસ્તો કર્યા પછી બ્લેક કોફી પીવાથી અચાનક બ્લડશુગર વધતુ નથી.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી આપને જરૂર થી પસંદ આવશે.

Leave a Comment