ડાયાબિટીસ ના દર્દીઓ માટે અમૃત સમાન આ ઔષધિ જાણો મીઠા લીમડાના ફાયદા

મીઠા લીમડાના ફાયદા : મીઠા લીમડાનો ઉપયોગ દરેક ઘરમાં રસોઈ બનાવવામાં થતો હોય છે રસોઈમાં વાનગીનો સ્વાદ અને સુગંધ વધારવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મીઠા લીમડામાં વિટામીન બી-6,  કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન બી 2, આયર્ન જેવા તત્વો રહેલા છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે મીઠા લીમડાના પાન રહેલા પોષક તત્વો વિવિધ બીમારીઓથી દુર રાખે છે.

મીઠા લીમડાનો ઉપયોગ રસોઈમાં વાનગીઓનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અનેક મોટી બીમારીઓ જેવી કે હૃદયરોગ, ડાયાબિટીસ, એનિમિયા, લીવરમાં પણ ઉપયોગી છે.

મીઠા લીમડાના ફાયદા :-

સફેદ વાળ માટે :

મીઠા લીમડાના 3 થી 4 તાજા પાન ખાવાથી ખુબ જ ફાયદો થાય છે. એ સિવાય વાળના ઈલાજમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિ સફેદ વાળથી પરેશાન હોય તો મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરીને વાળને કાળા બનાવી શકે છે.

વાળની સમસ્યામાં પણ મીઠા લીમડાના પાન ખૂબ જ ઉપયોગી થાય છે. તેના માટે નારિયેળના તેલમાં મુથા લીમડા ના પાન મિક્સ કરીને 15 મિનીટ ગરમ કરવું. ત્યારબાદ ઠંડુ કરીને કાચની બોટલમાં ભરી લેવું. આ તેલને દરરોજ વાળના મૂળમાં લગાડવું.

આ તેલ લગાવવાથી ખરતા વાળ અટકે છે, વાળ મુલાયમ બને છે. જો લીમડાના પાનને ચાવીબે ખાવા માં આવે તો બમણાં ફાયદા મળે છે. રોજ 3 કે 4 પાન ખાવાથી સફેદ વાળ કાળા બને છે.

અપચો અને ઉલટી :

અપચો અને ઉલટી માં પણ મીઠા લીમડાના પાન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. એના માટે મીઠા લીમડાના પાન માં લીંબુ અને સાફર ભેળવીને ક્રશ કરીને પીવાથી ફાયદો મળે છે. પેટમાં અપચો કે ગરબડ હોય તો છાશમાં લીમડાના 3 કે 4 પાન પીસીને પીવી એનાથી રાહત મળે છે.

ઘણી વ્યક્તિ ઓ મોટપાની સમસ્યાથી પરેશાન હોય છે અને એનાથી છૂટકારો મેળવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. એમાં એક ઉપાય મીઠા લીમડાના પાનનો પણ કરી શકાય. એનાથી પણ મોટાપો દૂર થાય છે. એના માટે રોજ 3 કે 4 પાન લીમડાના ચાવીને ખાવા એનાથી વધારાની ચરબી દૂર થાય છે.

આંખોની રોશની :

એટલું જ નહીં તાજા મીઠા લીમડાના પાન ખાવાથી આંખોની રોશની પણ વધે છે. મોટો ફાયદો એ છે કે એનાથી મોતિયાની બીમારીનું જોખમ ઘટે છે, પાચનક્રિયા સારી બને છે.

ડાયાબિટીસ :

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મીઠા લીમડાના પાન લાભપ્રદ છે. એના માટે દરરોજ ત્રણથી ચાર લીમડાના પાન ચાવીને ખાવા એનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

ફક્ત મીઠા લીમડાના પાન જ નહીં પરંતુ મીઠા લીમડાના મૂળમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઔષધીય ગુણો રહેલા છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે પણ મીઠા લીમડાના પાનનું સેવન કરવું સ્વાસ્થ્યવર્ધક છે. જો કોઈ જગ્યાએ દાઝી ગયા હોય કે વાગ્યું હોય તો મીઠા લીમડાના પાન નો લેપ લગાવવાથી ઝડપથી રૂઝ આવે છે.

લીમડામાં આયર્ન અને ફોલિક એસિડની માત્રા સારા પ્રમાણમાં રહેલી છે. જેનાથી એનિમિયા દૂર કરવામાં મદદ કરે છે. મીઠા લીમડામાં રહેલ વિટામિન એ અને સી પણ ખુબ જ ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલ ને પણ નિયંત્રણમાં રાખે છે. જેથી હૃદય પણ સ્વસ્થ રહે છે. એટલું જ નહીં એ ત્વચા માટે પણ ખુબ જ ઉપયોગી છે. કારણ કે મીઠા લીમડામાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ત્વચા સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે. સાથે જ ત્વચાને ઇન્ફેક્શનથી દૂર રાખે છે.

યાદ શક્તિ :

જો રોજ નિયમિત ખાવામાં આવે તો યાદ શક્તિમાં પણ વધારો થાય છે. એટલે કે દિમાગ તેજ બને છે. યાદશક્તિ તો તેજ બને છે પરંતુ અલ્ઝાઇમર જેવી સમસ્યા પણ ફાયદો થાય છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે મીઠા લીમડામાં રહેલું લીનાલુલ નામનું તત્વ માનસિક તણાવને દૂર કરે છે, એન્જાઇટી અને ડિપ્રેશન પણ ઓછું થાય છે. એ માટે રાત્રે સુતા પહેલા કરી લીફ એસેન્શીયલ ઓઇલના બે ત્રણ ટીપાં તકીયા પર છાંટવા.

મીઠા લીમડામાં રહેલા કાર્બોજોલે એલ્કલોઇડ્સમાં ડાયેરીયા બંધ કરવાના ગુણ રહેલા છે. એવું કહેવામાં છે કે, મીઠા લીમડાના પાન દરરોજ ખાવાથી કરવાથી ડાયેરિયામાંથી છુટકારો મળે છે.

લીમડાના સૂકા પર્ણોની ભુકી તલ કે નારીયેળના તેલ સાથે ઉકાળી અને માથામાં લગાવવાથી થોડા દિવસોમાં વાળના મૂળ મજબૂત થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આશા છે આજના આર્ટિકલની માહિતી આપને જરૂર ઉપયોગી થશે.

Leave a Comment