માથાનો દુખાવો થાય ત્યારે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

માથાનો દુખાવો નો ઉપાય 

સામાન્ય રીતે ખરાબ લાઇફસ્ટાઇલ અને ભોજનનો સમય ન સચવાતો હોવાને કારણે ઘણા લોકોને આધાશીશી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આધાશીશીની સમસ્યા એક એવી સમસ્યા છે જે મોટેભાગે સ્ટ્રેસના કારણે થાય છે.

તમને જણાવી દઈએ કે આધાશીશી એક એવા પ્રકારનો રોગ છે, જેમાં સખત માથાનો દુખાવો થાય છે. અધાશીશીમાં શરૂ શરૂમાં માથાના એક ભાગમાં દુખાવો થાય છે અને પછી સમયની સાથે ધીમે ધીમેં આખા માથામાં દુખાવો શરૂ થઈ જાય છે
અને દુખાવાની વાત કરીએ તો આધાશીશીનો દુખાવો એટલો સખત હોય છે કે ઘણી વાર એને સહન કરવો લોકો માટે અશક્ય બની જાય છે. આધાશીશીના દુખાવાથી રાહત મેળવવા ઘણા લોકો જાત જાતની દવાઓનું સેવન કરતા હોય છે તો કેટલાક લોકો એવા પણ હોય છે જે ઘરેલુ ઉપચાર કરીને આ દુખાવાને ઓછો કરવાનો પ્રયત્ન કરતા હોય છે.

દવાઓનો વધુ પડતો ઉપયોગ અંતે તો આપણા શરીરને જ નુકશાન કરે છે અને એટલે જ આજે અમે તમને આધાશીશીની સમસ્યાને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છે, જેનાથી તમે ઘરે બેઠા જ આધાશીશીની સમસ્યામાંથી રાહત મેળવી શકશો.

માથાનો દુખાવો ઉપચાર

આદુનો ભોજનમાં ઉપયોગ તો આપણે સૌ કરતા જ હોઈએ છીએ, આદુની મદદથી ભોજનનો સ્વાદ વધી જાય છે અને આદુ વાળી ચાની તો વાત જ શુ કરવી, આદુવાળી ચાના તો ઘણા લોકો દીવાના હોય છે
હાલના જ કેટલાક વર્ષોમાં થયેલી રિસર્ચ મુજવ આદુનો ઉપયોગ કરીને તમે ઘણી બધી બીમારીઓને પણ જડમૂળમાંથી ભગાડી શકો છો અને કેટલીક બીમારીઓને વધતી રોકી પણ શકો છો. આદુમાં બળતરા વિરોધી ગુણો રહેલા છે જે આધાશીશીના લક્ષણોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

આદુમાં રહેલા તત્વો આધાશીશીના રોગને અવરોધવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત આદુનો ઉપયોગ પાચનતંત્રના સુધારા માટે પણ કરી શકાય છે. જેથી કરીને આધાશીશીની તકલીફ ધરાવતા લોકોને ઉલ્ટીની સમસ્યાઓનો સામનો પણ નથી કરવો પડતો
આધાશીશીમાં રાહત મેળવવા માટે આદુનો ઉપયોગ બે રીતે કરવામાં આવે છે. પહેલી રીત મુજબ તમારે સૌપ્રથમ આદુમાં લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી એને દિવસમાં એકથી બે વખત સેવન કરવાનું છે. આમ કરવાથી આધાશીશી દરમિયાન થતા માથાના સખત દુખાવાથી રાહત મળી શકે છે.

બીજી રીતે મુજબ તમારે આદુના થોડા ટુકડાને સુકવી અને એને પીસી લેવાના છે અને એનો પાઉડર તૈયાર કરી લેવાનો છે. હવે પાણીમાં બે ચમચી આ પાઉડર મિક્સ કરીને એને કપાળ પર લગાવવાનો છે. આમ કરથી માથાના દુખાવામાં જલ્દી રાહત મળી જશે. તેમજ આધાશીશીની તકલીફને દૂર કરવા માટે તમે આદુ વાળી ચા પણ પી શકો છો.

એટલું જ નહીં તમે આદુનો ઉકાળો બનાવીને એનું પણ સેવન કરી શકો છો. જો તમે આદુના ઉકાળાનો સ્વાદ ન ગમે તો તમે એમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પણ પી શકો છો. જેનાથી તમને એનો ટેસ્ટ પણ ગમશે અને તમારા આધાશીશીની તકલીફમાં પણ રાહત મળી જશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

Leave a Comment