Bridal Makeup: પાર્લર વગર ઘરે પણ કરી શકો છો શાનદાર બ્રાઈડલ મેકઅપ અપનાવો આ ટિપ્સ

Bridal Makeup

લગ્નની સિઝનમાં જો તમે મેકઅપ વગર જો તમારો ચહેરો ચમકાવા માંગતા હોવ તો, ઘરે બેઠા દેશી ઉપાય કરીને તમે તમારો ચહેરો ચમકાવી શકો છો, માટે અમે તમને આજે કેટલાક એવા ઉપાય વિશે જણાવીશું.

ચહેરો ગોરો કરવા માટે

આ ઉપાય એવા છે જેમાં એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર પડતી નથી. આ ઉપાય પોતાના ઘરમાં ઉઠતાની સાથે જ સવારમાં જ કરવાનો હોય છે. મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈપણ પેસ્ટ લગાવ્યા વગર, કોઈ પણ ખર્ચો કર્યા વગર તમે તમારા ચહેરાને વધુ સુંદર બનાવી શકશો.

આ ઉપાય સસ્તા અને સારા છે. જેને અજમાવવાથી તમે સુંદર દેખાશો તમે જાણો છો કે, જ્યારે લગ્નની સિઝન શરૂ થાય ત્યારે બધા જ લોકોની સુંદર દેખાવું ગમતું હોય છે. દરેક વ્યક્તિઓ ઈચ્છતી હોય છે કે ખાસ દિવસે લોકોનું ધ્યાન તેમના તરફ જ હોય આ સમયે તમે બહુ મોંઘા મેકઅપ વાપરવાની જગ્યાએ જો ઘરેલું વસ્તુનો ઉપયોગ કરો તો તમારા ચહેરા પર નિખાર આવશે. સાથે જ તમારા વાળ પણ શિલ્કી અને ચમકદાર બને છે.

Bridal Makeup

દહીં અને કાકડીનો રસ :-

એક વાટકીમાં થોડું દહી લેવું તેમાં કાકડીનો રસ મિક્સ કરવો. આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવવું અને માલિશ કરવી 20 મિનિટમાં ચહેરાને પાણીથી ધોઈ લેવું ત્રણથી ચાર દિવસ સુધી નિયમિત રીતે આ મિશ્રણ લગાવવાથી ચહેરા ઉપર ચમક આવે છે.

હળદર અને નારંગી :-

બે ચમચી જેટલી હળદર લેવી. તેમાં નારંગીનો રસ મિક્સ કરવો તેને ચહેરા પર લગાવવું. ત્યારબાદ પાણીથી ધોઈ લેવું. તેનાથી ચહેરા પર ચમક આવે છે અને ચહેરો સુંદર બને છે.

એલોવેરા જેલ :-

જો તમારી સ્કિન ટેન થઈ ગઈ છે તો એમાં એલોવેરા જેલ તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એલોવેરા જેલને દસેક મિનિટ સુધી ચહેરા પર લગાવો અને ત્યારબાદ ચહેરાને ધોઈ લો. એલોવેરા લગાવવાથી તમારી સ્કીમ ગોરી અને મુલાયમ બનશે. સૂરજમુખીના બિયા સુંદરતા વધારવામાં ઘણા જ લાભદાયી છે. સૂરજમુખીના બિયાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેમાં કેસર અને હળદર ભેળવીને તેની એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર પંદર મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરો ગોરો બનશે.

દહીં ચણાનો લોટ :-

દહીંમાં બ્લીંચિંગ એજન્ટ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. દહીંમાં થોડોક ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવવો. આ પેસ્ટ 15 મિનિટ સુધી રાખ્યા બાદ ચહેરો ધોઇ લેવું. આમ કરવાથી તમારી ત્વચા સુંદર બનશે કેળા અને બદામના તેલમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રિશિયન હોય છે, જે તમારી સ્કિનને નિખારવામાં ખૂબ જ ફાયદાકારક છે. પાકા કેળામાં બદામનું તેલ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને ચહેરા પર લગાવો, લગભગ 20 મિનિટ જેવું રાખ્યા બાદ તેને ધોઈ લો.

ટામેટા મધ અને ફુદીનો :-

એક બાઉલમાં ટામેટાનો રસ લેવો. તેમાં એક ચમચી મધ અને ફુદીનાનો રસ મિક્સ કરવા. આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ ચહેરા ઉપર લગાવવું 15 મિનિટ રહેવા દેવું ત્યારબાદ ચહેરાને પાણીથી ધોઈ લેવો. ટામેટું એક ક્લીનઝર તરીકે કામ કરે છે. એક નાના ટામેટાને વચ્ચેથી કાપી લો, ત્યારબાદ તેનું એક ફાડીયું ધીમે ધીમે આખા ચહેરા પર ઘસો, આવુ નિયમિતરીતે કરવાથી ચહેરા પર જામી ગયેલો મેલ દૂર થાય છે અને ચહેરાની રંગત નિખરે છે.

મધ, લીંબુ અને ખાંડ :-

ખાંડ આપણી ત્વચામાં સ્ક્રબની જેમ કામ કરે છે. તે ત્વચા પર નેચરલ ક્લીંઝરની જેમ કામ કરે છે. લીંબુમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ રહેલા હોય છે. જે વ્હાઇટહેડ્સની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.એક બાઉલમાં એક ચમચી ખાંડ અને એક ચમચી મધ મિક્સ કરવુ. તેના ઉપર લીંબુનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાવો. તેને લગભગ 10 મિનિટ માટે રહેવા દો. તે પછી ચહેરો પાણીથી ધોઈ લો.બટાકામાં પણ કુદરતી બ્લીચ રહેલું છે, જે તમારી સ્કિનને ફેર બનાવવામાં મદદ કરે છે. એક બટાકાને છીણીને તેનો રસ કાઢો અને આ રસને તમારા ચહેરા પર લગાવો. આ પ્રયોગ નિયમિતપણે કરવાથી એનું ખૂબ જ સારું પરિણામ મળે છે.

હળદર ચંદન અને ગુલાબજળ :-

તમારા ચહેરાને સુંદર બનાવવા માટે એક ચમચી ચંદન પાવડર લેવો. તેમાં અડધી ચમચી હળદર અને થોડું ગુલાબજળ મિક્સ કરવું. હવે તેને ચહેરા ઉપર લગાવીને દસ મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લેવો. જે લોકોની ત્વચા તૈલી હોય છે. તેમના માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક છે.

ટામેટું, મધ, લીંબુનો રસ :-

આ માસ્કને બનાવવા માટે 1 નાનું ટામેટું, 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવો. એક બાઉલમાં ટામેટાનો પલ્પ લેવો અને તેની સાથે મધ તેમજ લીંબુ મિક્સ કરવું. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગળા પર લગાવવુ. આશરે 15 મિનિટ સુકાયા બાદ ચહેરો બરાબર ધોઇ લેવો. એનાથી ચહેરા પર ચમક આવે છે. સાથે જ આ ઉપાય ચહેરાના દાગ-ધબ્બાને પણ દૂર કરે છે.

ચંદન પાવડર અને ગુલાબજળ :

એક બાઉલમાં 2 ચમચી ચંદન પાવડર લો. તેમાં ગુલાબજળ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવવુ. તે સુકાઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેવું. ત્યારપછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લેવી. તમે અઠવાડિયામાં 1 થી 2 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ ફેસ પેક ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. તે ત્વચાને ઠંડક આપે છે. તે ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે.

આ પણ વાંચો :- ચહેરા ને ગોરો બનાવવા માટે અપનાવો આ ઉપાય

હળદર અને મધ :-

હળદર ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે એક કારગર ઈલાજ છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ખીલના બેક્ટેરિયાને રોકવામાં મદદરૂપ થાય છે. અડધી ચમચી મધ એક ચમચી હળદરના પાવડર સાથે મિક્સ કરો. આ બે વસ્તુને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો ત્યારપછી તેને હળવા પાણીથી ધોઈ લો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલા Bridal Makeup Tips તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment