આંખો નીચેના ડાર્ક સર્કલ જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે. આ ડાર્ક સર્કલ છુપાવવા માટે સ્ત્રીઓ ઘણી વખત મેકઅપ કરે છે. ફાઉન્ડેશન અને કન્સીલર નો ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ કે, આંખોના ડાર્ક સર્કલ ખૂબ જ કદરૂપા લાગે છે.
જે મહિલાઓની આંખોમાં સર્કલ વધવા લાગે છે. તે ઉંમર પહેલાં જ વૃદ્ધ દેખાવા લાગે છે. આંખોના ડાર્ક સર્કલ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જેમકે પાણી ઓછું પીવું, તણાવ, ઊંઘ ન આવવી, હિમોગ્લોબીનની ઊણપ, આનુવંશિક કારણો, લાંબી બીમારી, કમ્પ્યુટર પર વધુ સમય પસાર કરવો અને ખરાબ આહાર ને કારણે પણ આંખો નીચે ડાર્ક સર્કલ થવા લાગે છે.
અનિયમિત જીવનશૈલી જેમાં સવારે જાગવાનો રાતે સૂવાનો અને સમયસર ભોજન કરવાનું નક્કી ન હોય ત્યારે સૌથી પહેલી અસર તે વ્યક્તિના ચહેરા પર પડે છે. ચહેરો ફિક્કો થઈને આંખ નીચે કાળાં કુંડાળા પડવા લાગે છે.
આ ડાર્ક સર્કલ રાતોરાત દૂર જતા નથી. એના માટે તમારે અમુક પ્રયત્ન કરવાની જરૂર હોય છે. ડાર્ક સર્કલ દૂર કરવામાં આહાર એ મહત્વનો ભાગ ભજવે છે. આહારમાં તમારે મોસમી ફળ અને શાકભાજીનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાથી ડાર્ક સર્કલ કુદરતી રીતે દૂર થાય છે.
જો તમે પણ ડાર્ક સર્કલ છુપાવવા માટે મેકઅપ નો સહારો લેતા હોય તો એની જગ્યાએ કેટલાક ઘરેલુ ઉપચાર મનાવવા જોઈએ.
નાળિયેર અને બદામના તેલથી માલિશ કરવી
જો તમને પણ આંખો નીચેના ડાર્ક સર્કલની સમસ્યા હોય તો, નારિયેળ તેલ અને બદામના તેલથી આંખોની નીચે મસાજ કરો. આ બંને તેલ મિક્સ કરીને આંખોની આસપાસ હળવા હાથે મસાજ કરવો.
મસાજ કર્યા બાદ એક કલાક માટે તેલ લગાવીને રહેવા દેવું. આ તેલને રોજ લગાવવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર થાય છે. તમે આ તેલને રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો અને તે અઠવાડિયા સુધી બગડતું નથી.
ડાર્ક સર્કલ દૂર કરવા માટે ટોમેટોના ટોનરનો ઉપયોગ કરવો
ટામેટા એ એક ઉત્તમ એક્સફોલિએન્ટ એજન્ટ છે. લીંબુનો રસ અને તાજા ટામેટાનો રસ મિક્ષ કરીને દરરોજ આંખોની આસપાસની જગ્યા પર ડાર્ક સર્કલ પર લગાવો અને મસાજ કરવો આ નેચરલ ટોનર લગભગ વીસ મિનિટ માટે લગાવીને રાખવું. ત્યાર બાદ વીસ મિનિટ પછી આંખોને સાદા પાણીથી ધોઈ લેવી.
બટાકાની સ્લાઈસનો ઉપયોગ કરવો
કાચા બટાકાની સ્લાઈસને આંખો પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે. કાચા બટાકાના ટુકડા કાપીને આંખોને ડાર્ક સર્કલ પર 15 મિનિટ સુધી મસાજ કરવા ત્યારબાદ અને સુકાવા દો. 15 મિનિટ પછી તમારી આંખોને ઠંડા પાણીથી ધોઈ લેવી. આ ઉપાયથી આંખો નીચેના કાળા કુંડાળાથી છુટકારો મળે છે. બટાટા એ કુદરતી બ્લીચ છે. જે ડાર્ક સર્કલ દૂર કરવા ઉપરાંત આંખોની આસપાસના સોજા પણ દૂર કરે છે.
ગુલાબનો ઉપયોગ કરવો
આંખો પરના ડાર્ક સર્કલ દૂર કરવા માટે ગુલાબજળનો ઉપયોગ કરવો જોઈએ. રૂની મદદથી ડાર્ક સર્કલ પર ગુલાબ જળને લગાવવું, અને આખી રાત રહેવા દેવું. સવારે ચહેરો ધોઈ લેવું. એનાથી ડાર્ક સર્કલ થી છુટકારો મળે છે.
કાચા દૂધનો ઉપયોગ
ઠંડા થયેલા કાચા દૂધને થોડું વાટકીમાં લઈને રૂ વડે આંખો ની આસપાસ શરૂ કરી ગાલના ઉપસેલા ભાગ સુધી હળવે હાથે લગાવવું. સૂકાઈ જાય પછી આંગળીના ટેરવેથી સાફ કરીને ઠંડા પાણીથી ધોઈ લેવું. આ પ્રયોગ દિવસમાં બે વખત નિયમિત એકાદ અઠવાડિયા સુધી કરવાથી ખુબ સારું પરિણામ મળે છે.
કાકડીનો ઉપયોગ
જયારે પણ તમને થોડો ફ્રી ટાઈમ મળે, ફ્રિજમાં મુકેલી કાકડીની સ્લાઈસ કાપીને આંખો પર મૂકીને આરામ કરો. એનાથી ડાર્ક સર્કલ્સથી ખુબ જ જલ્દી છૂટકારો મળી જશે.
ટી બેગનો ઉપયોગ કરો
સામાન્ય રીતે આપણે ચા બનાવ્યા બાદ ટી બેગ્સને કચરા પેટીમાં નાંખી દઈએ છીએ. પરંતુ ડાર્ક સર્કલ્સ દૂર કરવામાં તે તમને મદદરૂપ થઇ શકે છે. ટી બેગ્સને વાપર્યા પછી તેને ધોઈને ફ્રિજમાં મૂકી દેવી. તેને રાત્રે સૂતા પહેલા રોજ 10 મિનિટ સુધી તેને આંખો પર મૂકો. તમને એનાથી ફાયદો મળશે.
જો તમે પણ ડાર્ક સર્કલની સમસ્યાથી પરેશાન હોવ તો, અહીં જણાવેલા ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરીને તમે એનાથી છુટકારો મેળવી શકો છો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આ વિશેષ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.