આજના જમાનામાં દરેકે દરેક વ્યક્તિ એકદમ ફિટ એન્ડ ફાઇન રહેવા માંગે છે. અને એ જ કારણે આજનો માણસ પોતાની લાઇફસ્ટાઇલ અને ડાયટ પર ખૂબ જ ધ્યાન આપે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ભોજનની સાથે ફળો પણ ખાવા જોઈએ એ વાત પણ આજનો માણસ ચૂકતો નથી.
હેલ્થ એક્સપર્ટના કહેવા પ્રમાણે કોઈપણ જાતની દવા વગર એકદમ કુદરતી રીતે પકવેલા ફળો ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. એમાંય બધા ફળોમાંથી નારંગી અને નારંગીના જ્યુસમાંથી શરીરને ઘણા લાભ મળે છે. તો ચાલો જાણી લઈએ કે નારંગી અને તેનું જ્યુસ સ્વાસ્થ્ય માટે કઈ રીતે લાભકારી સાબિત થઈ શકે છે.
તણાવ દૂર કરવા :
જો તમે રોજ જ નારંગીનું જ્યુસ પીવો છો તો તમારો કોઈપણ જાતનો તણાવ દૂર થાય છે અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.
ક્રોનિક સોજામાં લાભદાયી :
ઘણા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે ક્રોનિક સોજો આવવાના કારણે ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વઘે છે. નારંગીનું જ્યુસ પીવાથી આ રોગો કંટ્રોલમાં રહે છે.
આંખોનું વધે છે તેજ :
નારંગીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ રહેલું હોય છે. અને આંખો માટે વિટામિન એ ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલે અઠવાડિયામાં 2 થી 3 વાર નારંગીનું જ્યુસ પીવાનું રાખવું જ જોઈએ જેથી તમારી આંખોનું તેજ વધે.
હૃદય રહે છે હેલ્ધી :
નારંગીમાં રહેલું પોટેશિયમ અને ક્લોલીન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નારંગીમાં રહેલું ફોલેટ હોમોસ્ટીનને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે ને પરિણામે હૃદય ખૂબ જ સારી રીતે કામ કરે છે.
ડાયાબીટીસમાં ફાયદાકારક :
નારંગીનું જ્યુસ ડાયાબિટીસના દર્દી માટે અકસીર સાબિત થાય છે. ડાયાબીટીસના દર્દીઓ જો નિયમિત રીતે નારંગી ખાય કે પછી એનું જ્યુસ પીવે તો એમનું સુગર લેવલ કાબુમાં રહે છે. આ ઉપરાંત ખાટી વસ્તુઓ ખાવાથી ડાયાબીટીસનું જોખમ ઘટે છે.
વજન ઘટાડવામાં ઉપયોગી :
નારંગીના જ્યુસના સેવનથી વજન પણ કંટ્રોલમાં રહે છે. તમે એકવાર નારંગીનું જ્યુસ પીવાનું શરૂ કરો પછી વજન આપમેળે જ ઓછું થવા લાગે છે. નારંગીમાં રહેલું ફાઇબર ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે જેના કારણે તમારું વજન ઓછું થવા લાગે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવી :
નારંગીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું હોય છે જેના કારણે એના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો ગમને શરીરમાં નબળાઈ લાગતી હોય, થાક થાક લાગતો હોય તો નારંગીના જ્યુસના સેવનથી શરીર મજબૂત થાય છે અને તમારું શરીર રોગોનું ઘર બનતા અટકે છે.
ચહેરો બને છે સુંદર :
જો તમે તમારા ચહેરાને સુંદર અને મુલાયમ બનાવવા માંગતા હોય તો નારંગીનું ચોક્કસપણે સેવન કરો. નારંગીના સેવનથી ચહેરાનો ગ્લો વધે છે. આ ઉપરાંત નારંગીના છાલના ફેસ પેકથી ચહેરો ચમકી ઉઠે છે. નારંગીની છાલને સૂકવીને એને પીસીને પાઉડર બનાવી લો, એ પછી તેમાં દૂધ નાખીને ફેસ પેક બનાવી લો. આ ફેસ પેકને ચહેરા પર 15 થી 20 મિનિટ રાખીને ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો.
વાળ બને છે ચમકીલા :
વિટામિન સી વાળ માટે ખૂબ જ ઉપયોગી છે ને તમે જાણો છો તેમ નારંગીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સીની માત્રા હોય છે. જો તમે નારંગીના પેકને વાળમાં લગાવો તો તમારા વાળ મુલાયમ બને છે અને એ સાથે જ એની ચમક પણ વધે છે. જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો નારંગીના સેવનથી વાળ ખરવાનું પણ બંધ થઈ જાય છે.
જો તમે હજી નારંગી કે નારંગીનું જ્યુસ ન લેતા હોય તો પછી જરા પણ રાહ જોયા વગર આજથી જ નિયમિત રીતે નારંગીનું સેવન કરવાનું શરૂ કરી દો અને પછી જુઓ એના હેલ્થ બેનિફીટ્સ. આશા છે કે અમે જણાવેલી માહિતી તમને ઉપયોગી સાબિત થતી હશે
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.