શરીર માટે ઉત્તમ અને ગુણકારી એવાં કાળા તલનાં અદ્ભૂત ફાયદાઓ

તલ બે પ્રકારના હોય છે એ વાતથી તો આપ સૌ પરિચિત જ હશો, સફેદ અને કાળા એમાંય સફેદ તલનો તો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ કાળા તલનો ઉપયોગ આપણે મોટાભાગે ભગવાન શિવના શિવલિંગ પર ચડાવવા માટે કરતા હોઈએ છીએ, પણ શું તમે જાણો છો કે કાળા તલ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી છે. કાળા તલને ગરમ માનવામાં આવે છે અને એટલે જ આપણે શિયાળાના દિવસોમાં કાળા તલનું કચરિયું ખાઈએ છીએ. ઘણા લોકો રસોઈમાં પણ કાળા તલનો ઉપયોગ કરતા હોય છે, જે ખરેખર ખૂબ જ ફાયદાકારક છે.

કાળા તલ ભોજનને અનેરો સ્વાદ તો આપે જ છે પણ એમાં રહેલા ગુણો તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો ચાલો આજે આપણે જોઈ લઈએ કે આ નાનકડા કાળા તલમાં ક્યાં મોટા મોટા ગુણો રહેલા છે.

કેન્સરને વધતું અટકાવે છે:

કેન્સર થયું હોય એ વ્યક્તિ જો કાળા તલનું સેવન કરે તો કાળા તલમાં રહેલુ એન્ટીઓક્સીડેન્ટ કેન્સરને શરીરમાં ફેલાવવા નથી દેતું. અને તમને ધીમે ધીમે કેન્સરની બીમારીમાં પણ રાહત મળે છે.

મસામાં આપે છે રાહત:

નિયમિત રીતે બે ચમચી કાળા તલને ચાવી ચાવીને ખાવાથી મસાની તકલીફમાંથી રાહત મળે છે.

kala tal na fayda

કબજિયાતથી મળે છે છુટકારો:

કાળા તલમાં રહેલું કુદરતી તેલ પેટમાં રહેલા કૃમીને દૂર કરે છે અને તમારી ડાયજેસ્ટ સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે. જો કાળા તલને નિયમિત રીતે લેવામાં આવે તો તમારું પેટ સાફ ન થવાની તકલીફ સંપૂર્ણપણે દૂર થાય છે.

હાડકા બનાવે મજબૂત:

કાળા તલમાં ઝીંક અને કેલ્શિયમનું ભરપૂર પ્રમાણ હોય છે જેના કારણે તમારા હાડકા સ્ટ્રોંગ બને છે, જો ક્યારેક કોઈ અકસ્માતમાં તમારું હાડકું ભાંગ્યું હોય તો પણ કાળા તલના સેવનથી જલ્દી રિકવરી આવે છે

હૃદયને રાખે છે તંદુરસ્ત:

હૃદયને તંદુરસ્ત રાખવામાં કાળા તલ મહત્વનો ભાગ ભજવે છે. કાળા તલમાં રહેલા તત્વો હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે.

દાંતને બનાવે છે મજબૂત:

જો તમારા દાંતમાં કોઈપણ પ્રકારનો સડો થયો હોય કે પછી તમારા પેઢા નબળા પડી ગયા હોય તો સવારે નરણા કોઠે શેકેલા તલને ચાવીને ખાવા જોઈએ. આવું કરવાથી દાંત મજબૂત તો બનશે જ પણ સાથે સાથે તમારા મોઢામાંથી જો વાસ આવતી હશે તો એ પણ દુર થશે

કાળા તલના બીજા અન્ય ફાયદાઓ

– નાના બાળકોને તલના તેલની માલિશ કરવામાં આવે તો એમની માંસપેશીઓ મજબૂત બને છે અને એમને પૂરતી ઊંઘ પણ મળે છે.

– જો તમારા વાળ ખરતા હોય તો રોજ કાળા તલનું સેવન કરવાનું શરૂ કરી દો, તલ તમારા ખરતા વાળને અટકાવી શકે છે.

– બાળક રાત્રે ઊંઘમાં પથારી ભીની કરતું હોય તો એને કાળા તલના લાડુ ખવડાવવાથી ફેર પડશે

– જો તમને ઉધરસ થઈ હોય તો તલ અને સાકરને પાણીમાં બરાબર ઉકાળી લો અને પછી આ પાણી ઠંડુ થાય એટલે એનું સેવન કરો

– કાળા તલનું સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે

– શિયાળામાં જો ચામડી ફાટવાની સમસ્યા સતાવતી હોય તો એના પર તલનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.

– જો મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ જ દુખાવો થતો હોય કે પછી અટકી અટકીને માસિક આવતું હોય તો તલ ખાવાથી ઘણો ફાયદો થાય છે.

– જો કાનમાં કોઈ કારણસર દુખાવો થતો હોય તો તલના તેલમાં લસણની કળીઓને કકડાવીને એ તેલ કાનમાં નાખવાથી દુખાવો દૂર થાય છે.

કાળા તલને તમે શેકીને કે પછી કાચા પણ ખાઈ શકો છો એ સિવાય તમે કાળા તલનું કચરિયું બનાવીને એનું વધુ પ્રમાણમાં સેવન કરી શકો છો, સફેદ તલની જેમ કાળા તલની ચીકી પણ બની શકે છે. પણ  તમને જણાવી દઈએ કે જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હોય તો તમારે તલનું સેવન ટાળવું જોઈએ કારણ કે તલમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ હોય છે.

તો હવે તો તમને કાળા તલના અઢળક ફાયદા વિશે ખ્યાલ આવી ગયો ને, તો પછી રાહ કોની જુઓ છો, આજે જ કાળા તલનું સેવન કરવાનું શરૂ કરી દો. અમે જણાવેલી કાળા તલની માહિતી તમારા રોજિંદા જીવનમાં ચોક્કસ ઉપયોગમાં આવશે જ એવી અમને આશા છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

1 thought on “શરીર માટે ઉત્તમ અને ગુણકારી એવાં કાળા તલનાં અદ્ભૂત ફાયદાઓ”

Leave a Comment