કમળો માટેના ઘરેલું રામબાણ આયુર્વેદિક ઉપાય

કમળો ના ઉપાય યકૃતમાંથી બળતરા થાય છે એટલે કે યકૃતમાં આવેલા સોજાને કમળો કહેવામાં આવે છે. જે વાયરલ ચેપને કારણે થાય છે. એ સિવાય દારૂ જેવા હાનિકારક દ્રવ્યો ના વધુ પડતા સેવનના કારણે પણ થાય છે. કમળાના બે પ્રકાર હોય છે. એક તીવ્ર અને લાંબી અસર વાળો.

કમળા ના વાયરસ ની વિવિધ રોગોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કમળો અને વધુ પડતા નશા યુક્ત પદાર્થોનું સેવન કરવાની કારણે થાય છે એ સિવાય દારૂનું સેવન,  દવાઓનું સેવન, બીજા ચેપોનો પણ સમાવેશ થાય છે.

કમળો થાય છે ત્યારે ચામડી અને આંખોમાં પીળાશ આવી જાય છે. જ્યારે રોગ થાય છે ત્યારે શરીરમાં ઝેરનું પ્રમાણ વધી જાય છે. બિલીરૂબિન નામના પીળા પીગમેન્ટનું પ્રમાણ વધવાને કારણે થાય છે. બીલીરુબિન શરીરમાં લોહીની કોશિકાઓ તૂટતા બચાવે છે. કમળો નવજાત શિશુમાં વધુ જોવા મળે છે. મોટાભાગે અધૂરા માસમાં જન્મેલા બાળકોને આ સમસ્યા વધુ થતી હોય છે. શરીરમાં પિત્તનો પ્રકોપ વધવાથી થાય છે. આયુર્વેદમાં કમળા ને શરીરમાં ઝેરી તત્વો વધવાથી થતા રોગો માં ગણવામાં આવે છે.

કમળો ના ઉપાય

કમળો થવાના કારણો

લીવર માં સોજો, પિત્તરસ માં ખામી, વધુ પડતું દારૂનું વ્યસન હોય તો અધૂરા માસે જન્મેલા બાળક અને બાળકનું વજન ઓછું હોય ત્યારે નિઓનેટલ કમળો થાય છે. આ ઉપરાંત પેન્ક્રીઆસ નું કેન્સર, દારૂ સંબંધી લીવર ની બીમારી, હિપેટાઇટિસ, કાયમી દવાઓ લેવાથી અને ગંદુ પાણી પીવાથી પણ થઈ શકે છે.

કમળાના લક્ષણો  

કમળાના દર્દી ના નખ, આંખો ઝાડો,પેશાબ પાણી શરીરની ત્વચા પીળી પડી જાય છે. આ ઉપરાંત તાવ અને ઠંડી આવે છે, પીળા રંગનું યુરીન અને માટી રંગનું મળ આવે છે , પેટમાં પીડા થાય છે, ચામડીના રંગ માં બદલાવ આવે છે, વજન ઘટે છે, ભૂખ ઓછી લાગે છે, ધાધર જેવા રોગ થાય છે, હાથમાં ખંજવાળ આવે છે, પેટનો દુખાવો થવો અને લિવર સંબંધી રોગો કમળાના લક્ષણ છે.

કમળાના ઉપાય કમળો ની દવા કમળાની આયુર્વેદિક દવા કમળો મટાડવાની દવા

શેરડીનો રસ :

શેરડીનો રસ કમળાના રોગમાં ખૂબ જ ગુણકારી છે. આખા દિવસમાં ત્રણથી ચાર વાર શેરડીનો રસ પીવામાં આવે તો કમળાના રોગમાં ખૂબ જ ફાયદો થાય છે. જો કમળાના દર્દીને નિયમિત શેરડીનો રસ થોડા દિવસ સુધી પીવે તો કમળો મટે છે. શેરડીનો રસને  કમળો ના ઉપાય તરીકે તમે લઈ શકો.

ટામેટા :

ટમેટાંમાં ભરપૂર માત્રામાં લાઈકોપીન નો સ્ત્રોત રહેલો છે. સવારમાં ખાલી પેટે લસણનું સેવન કરવામાં આવે તો એનાથી લીવર સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને લીવર સ્વસ્થ બને છે. ટામેટા નરમ બનાવવા માટે એને થોડી વાર સુધી પાણીમાં ગરમ કરવા. ત્યાર પછી ની છાલ કાઢી નાખીને ટામેટાનો પલ્પ બનાવીને એને પીવાથી કમળો દૂર થાય છે.

હળદર :

હળદર પણ કમળાના રોગમાં ખૂબ જ ગુણકારી છે. કમળાના દર્દીએ એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર નાંખીને પીવું જોઈએ. આખા દિવસમાં ત્રણવાર જો આ મિશ્રણ પીવામાં આવે તો શરીરમાં રહેલા ઝેરી તત્વો નાશ પામે છે. કમળાના રોગમાં આ શ્રેષ્ઠ ઉપચાર છે.

નારંગી :

નારંગી પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. કમળાના રોગમાં પણ ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. નારંગી રસનું સેવન કરવાથી લિબારુબિનની માત્રા ઘટી જાય છે.  જેનાથી લીવર સ્વસ્થ બને છે.

આદુ :

આદુમાં ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં રહેલાં છે.જે હાઇપોલીપેડેમીક પણ છે. માટે તે લીવર માટે ખૂબ જ ગુણકારી છે. આદુવાળી ચા પીવાથી કમળાના રોગમાં રાહત મળે છે.

દહીં :

કમળામાં દહીંનું સેવન ગુણકારી માનવામાં આવે છે. દહીંનું સેવન કરવાથી બીલીરુબિનનું સ્તર નિચુ આવે છે. જે હાનિકારક બેક્ટેરિયાથી પણ રક્ષણ કરે છે. કમળાના રોગમાં રક્ષણ મેળવવા માટે રોજ એક વાટકો દહીં ખાવું જોઈએ.

આમળા :

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે. એ ઉપરાંત આમળા અન્ય પોષક તત્વોથી પણ ભરપૂર છે. માટે આમળા પણ કમળાના રોગમાં રક્ષણ આપે છે. એનું સેવન કરવા માટે આમળાની ગરમ પાણીમાં ઉકાળવા. ત્યારબાદ તેની પેસ્ટ બનાવીને એને મધ સાથે લેવાથી કમળાના રોગમાં રાહત મળે છે. આમળાને કમળો ના ઉપાય માટે તમે લઈ શકો.

સંતરા :

સંતરા અને નારંગી પાચન ક્રિયા માટે ખૂબ જ સારા છે. આ બંને ફળ ખાવાથી કમળામાં ખૂબ જ સારી રાહત મળે છે. સંતરાનો રસ પીવાથી લીવર ની કમજોરી દૂર થાય છે. એના માટે દિવસમાં પાંચથી છ વખત સંતરાના રસનું સેવન કરવું જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અને આશા છે કે આજની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment