દાળને બાફવા માટે કુકરનો ઉપયોગ થાય છે. ત્યારે ઘણી વખત પાણી વધુ પડતું હોવાથી દાળ કુકરમાંથી બહાર આવવા લાગે છે અને ઉભરાઇ જાય છે, જેના કારણે બધી દાળ ખરાબ થઈ જાય છે. ઉપરાંત રસોડાનું પ્લેટફોર્મ પણ ગંદુ થાય છે પરંતુ, જો તમે ઈચ્છો તો તમારી દાળ ખરાબ ન થાય તો કૂકરના ઢાંકણામાં આ એક વસ્તુ લગાવી દેવી, એનાથી દાળ ઉભરાતી નથી.
દાળ-ભાત એવી વસ્તુ છે, જે લગભગ દરેક ઘરમાં બને છે પરંતુ કાયમ એવું થતું હોય છે કે, દાળ ભાત બનાવતી વખતે પ્રેશર કૂકરમાં ની સીટી વાગતાંની સાથે જ દાળ અને ભાત નું પાણી બહાર નીકળી આવે છે. એવામાં કૂકર ઠંડું થાય અને ગેસ ઉપરાંત પ્લેટફોર્મ પર પણ છાંટા ઉડવાથી ગંદુ થાય છે. જેના કારણે ગૃહિણીનું કામ ઘણું વધી જાય છે માટે આજે અમે તમને આ સમસ્યાનો ઉકેલ બતાવીશું કે, તમે કેવી રીતે આ સમસ્યાથી બચી શકો છો, એના માટેની ટિપ્સ જણાવીશું.
– દાળ-ભાત બનાવતી વખતે પાણીનું પ્રમાણ યોગ્ય માત્રામાં હોવું જરૂરી છે. ઘણી વખત વધુ પડતા પાણીના કારણે સાઇડમાંથી દાળને ભાત માં પાણી બહાર આવી જાય છે અને આમ દાળ અને ભાત સૂકા થઈ જાય છે.
– એટલું જ નહીં ઘણી વખત કુકર ની રીંગ ખરાબ થઈ જવાથી પણ દાળ અને ભાત નું પાણી કુકરમાંથી બહાર આવી જાય છે. એવામાં તેનાથી બચવા માટે રિંગ ચેક કરીને બદલવી જોઈએ. ઘણી વખત રિંગ ઢીલી થઈ જાય છે, જેના કારણે સીટી વાગતાની સાથે પાણી બહાર આવી જાય છે માટે, બદલી નાખવી અને તો પાણી નિકળતું બંધ થઈ જશે.
– જો રિંગ બરાબર હોય છતાં પણ દાળ-ભાતના પાણી બહાર નીકળે તો, તમે કૂકરના ઢાંકણામાં થોડું તેલ લગાવી દો. તેનાથી દાળને ભાત નું વધારાનું પાણી બહાર નીકળે નહીં અને દાળ-ભાત સૂકા પડશે નહીં.
– દાળ કે ભાત બનાવતા પહેલા કુકરની સીટી ને કાઢીને તેને બરાબર સાફ કરવી જોઈએ. તેમાં કોઈપણ વસ્તુ ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. કારણ કે ઘણી વખત વરાળ ન બનવાને કારણે પણ કુકર ના ઢાંકણ માંથી પાણી બહાર નીકળતું હોય છે.
– ભાત બનાવતી વખતે પાણીનું પ્રમાણ પણ યોગ્ય માત્રામાં હોવું જરૂરી છે. પાણીનું પ્રમાણ ઓછું હોય તો ચોખા કાચા રહે છે અને પાણીનું પ્રમાણ વધુ હોય તો, ઢીલા થઈ જાય છે, અને ચીપકેલા પણ રહે છે. તેવામાં પાણીનું યોગ્ય પ્રમાણ ચોખાથી ડબલ માત્રામાં હોવું જોઈએ એટલે કે, તમે એક ગ્લાસ ચોખા લો છો, તો તેમાં બે ગ્લાસ પાણી નો ઉપયોગ કરવો જોઈએ.
– ઉપરાંત બરાબર દાળ બનાવવા માટે તમારે યોગ્ય પ્રમાણમાં પાણી નાખવાની સાથે પંદરથી વીસ મિનિટ માટે દાળને પલાળીને રાખવી જોઈએ. કારણ કે, પાણીમાં પલાળવા તે બરાબર બફાઈ જાય છે અને સ્વાદ પણ સારો આવે છે.
ઉપરાંત અમુક બાબતોની કાળજી રાખવાથી પણ આ સમસ્યા હલ થઈ શકે છે. કોઈ ભારતીય ઘર એવું નહિ હોય જ્યાં કુકરનો ઉપયોગ ન થતો હોય. જેમ તે જૂનું થતું થાય જાય છે તેમ તેનું કામ ઓછું થતું જાય છે. અને બિલ્ડ અપ પ્રેશર પણ સમાપ્ત થઇ જાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પ્રેશર કુકર રીપેર કરાવવા જાય છે અને ઘણા લોકો બજારમાંથી નવુ ખરીદે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ઘરે સરળતાથી ઠીક કરી શકાતી હોય છે.
જો પ્રેશરકુકરમાં મેન્ટેનન્સ ના કારણે કોઈ સમસ્યા હોય તો, તમારે પ્રેશર કુકર ને ઘરે જ કરવું જોઈએ એના માટે પણ અમે અમુક ટિપ્સ તમને જણાવીશું.
– જો પ્રેશર કુકરમાં બિલ્ડ અપ નથી થઈ રહ્યું તો, સૌથી પહેલા એનું રબર ચેક કરવું જરૂરી છે. જો પ્રેશર કુકર ના કટ માં પડી ગયો હોય તો પણ પ્રેશર કુકર બિલ્ડ અપ નહીં કરી શકે અને જો જૂનું થઈ ગયું હોય તો, પણ આવું થઈ શકે છે માટે એને દર છ મહિને બદલવું જોઇએ. એનાથી તમારા પ્રેશર કુકર નું આયુષ્ય પણ વધે છે અને એ સુરક્ષિત પણ રહેશે. રબર પ્રેશર કુકરમાંથી વરાળે છોડે છે.
– જો પ્રેશર કૂકર સ્ટીમ વારંવાર લીક થતી હોય તો એક કારણ રબર હોઈ શકે છે અને બીજું કારણ ઢાંકણામાં કોઈ ખરાબી હોઈ શકે છે. એના માટે પ્રેશર કુકર ના ઢાંકણા ને રીપેર કરાવી લેવું જોઈએ.
– ગાસ્કેટ માં કોઈ ખરાબી હોય તો તેને પણ સાફ કરીને ઠીક કરી શકાય છે. રબરને સારી રીતે સાફ કરવું. ધ્યાન રાખો કે આ રબર સાફ કરતી વખતે એમાં કોઈ કટ પડવો જોઇએ નહીં.
અમને આશા છે આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.