વધેલા તેલને આ રીતે કરો બીજી વાર ઉપયોગ ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ

ભજીયા, પાપડ કે પુરી તળ્યા બાદ વધેલા તેલને આ રીતે કરો બીજી વાર ઉપયોગ

પૂરી અને પકોડાને તળ્યા પછી તેમાંથી બાકી રહેલા તેલનું શું કરવું ? એટલે કે વધેલા બળેલા તેલનું શું કરવું ? કેટલીક વાર આ તેલ આપણા માટે ઉપયોગમાં આવી શકે છે અને તેને આપણે બીજી વાર કૂકિંગ માટે ઉપયોગ પણ કરતાં હોઈએ છીએ, પરંતુ તે જરૂરી છે કે, તે કૂકિંગ ઓઈલની સારી રીતે સફાઈ કરવી. કેટલાક લોકો તેમાં કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ કરીને રિફાઇન કરે છે, પરંતુ આ પદ્ધતિમાં પણ મકાઈનાં સ્ટાર્ચનો અલગથી ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે હિતકારી નથી.

આ કૂકિંગ ઓઈલનો જો તમારે બીજી વાર કૂકિંગ માટે ઉપયોગ કરવો છે, તો તેને ફરીવાર ફિલ્ટર કરવું પડશે. તો ચાલો આપણે તે વિષય ઉપર વાત કરીએ

તેલને કેવી રીતે ફિલ્ટર કરવું : જો તમારે આ તેલને બીજી વાર પણ કૂકિંગ માટે જ ઉપયોગ કરવો છે, તો સૌથી પહેલા એ ધ્યાન રાખો કે આપણે આ તેલને ઓછામાં ઓછું 3 વાર ફિલ્ટર કરવાનું છે. એવું એટલા માટે કે, તમે જો કૂકિંગ ઓઈલને આમ જ ઉપયોગમાં લેશો, તો તેમાં રહેલ પહેલાની ડિશના કણો તમારી બીજી ડિશને પણ ખરાબ કરી દેશે. આ માટે તમે ઓઈલ ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો. જેવું તમને ફોટોમાં બતાવવામાં આવ્યું છે. આ પ્રકારના ઓઈલ ફિલ્ટર ખુબ જ સહેલાઈથી મળી જાય છે. જો તમે ઓઈલને ઘરમાં જ ફિલ્ટર કરવા માંગો છો, તો તમારે તે તેલને ઓછામાં ઓછું 3 વાર ફિલ્ટર કરવું પડશે. તો ચાલો જાણીએ તેલ ફિલ્ટર કરવાની ઘરેલું પ્રોસેસ.

પહેલું ફિલ્ટર : તમે આ તેલને નોર્મલ ગરણી(પૂરી અથવા પકોડા તળવાના જારા)ની મદદથી પણ સાફ કરી શકો છો. મોટા-મોટા કાણાંમાંથી કચરાને કાઢી લો. આ કરવું જરૂરી છે, કારણ કે, જો તમે મોટા ચંક્સને કાઢ્યા વિના ગરણીની મદદથી સાફ કરવા જશો, તો તેનાથી તેલ જલ્દી ફિલ્ટર નહીં થાય.

બીજું ફિલ્ટર : તમે નોર્મલ પ્લાસ્ટિકની ગરણીનો અથવા સ્ટીલની ગરણીનો ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી તમારા તેલમાં રહેલ નાના ખોરાકના કણ નીકળી જશે.

ત્રીજું ફિલ્ટર : હવે છે, સૌથી જરૂરી ફિલ્ટર એટલે કે ત્રીજું ફિલ્ટર, તેનાથી તેલને રિફાઇન કરવાનું છે. આ માટે તમે લોટની ચારણી જેવી સરસ ચારણી લઈ શકો છો અથવા તો કોફી ફિલ્ટર લેવાનો શ્રેષ્ઠ રસ્તો છે. આ બહુ મોંઘા નથી આવતા અને આ વધારે દિવસો સુધી ચાલે છે. કોફી ફિલ્ટરથી તેલ ફિલ્ટર થવામાં સમય જરૂર લાગશે, પરંતુ તે તેલને ઘણી હદ સુધી પહેલા જેવું કરી દેશે અને પછી તમે આ તેલને ફરી ઉપયોગમાં લઈ શકો છો. હવે આ તેલ તૈયાર છે. જો કૂકિંગ માટે આ તેલનો ઉપયોગ નથી કરવો, તો તે તેલનો આ રીતે કરો ઉપયોગ : હવે એવું પણ થઈ શકે છે કે, તમે એકવાર તે તેલનો રસોઈ બનાવવામાં ઉપયોગ કરી લીધો છે અને ફરી આ તેલનો ઉપયોગ કરવાનું મન ન થાય, પરંતુ તમે તેને ઘરના બાકી કામોમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

ઢોસા બનાવવાની રીત

મસાલા ઢોસા બનાવવાની રીત ઢોસા એવી વસ્તુ છે જે દરેક ના ઘરમાં બનતી હોય અને લગભગ દરેકને ભાવતા જ હોય. ઘરમાં નાના મોટા દરેક ને ભાવતા ઢોસા જો સરસ ક્રિસ્પી બને તોજ  મજા આવે, અને સરસ ક્રિસ્પી ઢોસા બનાવવા તેનું ખીરું એટલે કે બેટર સરસ પરફેક્ટ માપથી બન્યું હોય તોજ ઢોસા સરસ બને. બસ થોડું માપનું ધ્યાન રાખશો અને થોડી ટ્રીક ઢોસા બનાવવામાં વાપરશો તો ઢોસા બહારથી પણ સરસ બનશે… ઢોસા બનાવવા માં સૌથી પહેલા જોઈએ  ચોખા અને દાળ ચોખા તમારી પાસે જે હોય એ લઈ શકાય પણ જો તેલીયા ચોખા હોય તો તેનું રિઝલ્ટ વધુ સારું આવે.

સાઉથ ઇન્ડિયન જમવાના શોખીન લોકોને ઘર પર ઢોસા બનાવીને ખાવાના પસંદ હોય છે, પરંતુ તે માર્કેટ જેવા સારા ઢોસા બનાવી શકતા નથી. ઢોસા બનાવતી વખતે ઢોસાનું લેયર જો પાતળું થાય છે, તો તે ચીપકી જાય છે અને જો જાડું લેયર થાય તો તે ઢોસા ક્રિસ્પી નથી બનતા.

આ સિવાય કેટલાક લોકોના મનમાં એ પણ સવાલ થાય છે કે, ઢોસા બનાવવા માટે કેવો લોઢી હોવી જોઈએ ? અમારે લોઢાની લોઢીને ખરીદવી જોઇએ કે પછી નોન સ્ટિક લોઢીને ખરીદવી જોઈએ ? નોન સ્ટિક લોઢીમાં સહેલાઈથી ઢોસા બનાવી શકાય છે ? તો આજે આં બધા જ પ્રશ્નના જવાબ આ લેખમાં અમે તમને જણાવશું. જેમાં કેટલીક સરળ ટીપ્સ વિશે જણાવશું જેની મદદથી તમે ઢોસાને ખુબ જ સહેલાઈથી લોઢાની લોઢી પર પણ બનાવી શકશો. તો ચાલો જાણીએ લાખંડની લોઢી પર ઢોંસા બનાવવાની રીત.

ઢોસાને બનાવવા માટે તમારે હંમેશા થોડી મોટી અને જાડી લોઢાની લોઢીને ખરીદવી જોઈએ. સાથે એ પણ ધ્યાન રાખો કે, લોઢાની લોઢીનું હેન્ડલ પણ હોય, કારણ કે વિના હેન્ડલ વાળી લોઢીને ઊચકીને બીજી જગ્યા પર મૂકવામાં મુશ્કેલી થાય છે. ક્યારેય પણ લોઢાની લોઢીને વધારે વાર સુધી સાબુથી ધોવી અને ઘસવી ન જોઈએ. સૌથી સારું એ થશે કે, લોઢીને તમે ગરમ પાણી વડે સાફ કરો.

લોઢીને તેજ ગરમ કરો : ઢોસા બનાવતા સમયે તમારે લોઢીને એટલી ગરમ કરવાની છે કે, તેમાથી ધૂવાડો નીકળે. પછી તેમાં તેલને ઉમેરો અને ગેસને બંધ કરીને તેને ખુબ જ સારી રીતે એક કપડાંની મદદ વડે બધી તરફ ફેલાવી દો. હવે લોઢીને ઠંડી થવા દો. જ્યારે તે પૂરી રીતે ઠંડી થઈ જાય, ત્યારે 10 મિનિટ પછી ગેસને ઓન કરો.

ક્રિસ્પી ઢોસા બનાવવા માટે : લોઢીને ફરી વાર ગરમ કરો. પછી એક બાઉલમાં થોડું પાણી અને તેલને નાખો. પછી ગેસને ફાસ્ટ કરો અને તેલ અને પાણીને મિક્સ કર્યું હોય તેનો છટકારો લોઢી પર કરી, કપડાં વડે તેને સાફ કરો. આવું કરવાથી પહેલા રહેલ ઓઈલ બાષ્પિત થઈ જાય છે.

ઢોસા નુ ખીરુ બનાવવાની રીત

મસાલા ઢોસા બનાવવાની રીત મા ઢોસા ની મિશ્રણ બનાવવા માટે સૌ પ્રથમ  ચોખા ને સાફ  કરી પાણી થી બરોબર ધોઈ લ્યો ને એક તપેલીમાં ૩-૪ ગ્લાસ પાણી નાખી  ચોખા ને ૫-૬ કલાક કે આખી રાત પલાડી મૂકો

બીજી તપેલી માં અડદ દાળ, ચણા દાળ ને મેથી લઇ ધોઈ લ્યો ને ૩-૪ ગ્લાસ પાણી નાખી ૫-૬ કલાક કે આખી રાત પલાડી મૂકો , હવે પલાળેલા ચોખા ને મિક્સર જાર માં લઇ જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો અડદ દાળ  ચણા દાળ ને મેથી નખી જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો , હવે બને પીસેલી દાળ ને ચોખાના મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ૪-૫ કલાક ઢાંકણ ઢાંકી બંધ  કરી ગરમ જગ્યાએ મૂકી દયો જેથી એમાં આથો આવી જાય.

રોજ શું રાંધવું ? ગૃહિણીની મૂંઝવણ
  1. સવારે રોટલી ,
  2. બપોરનાં ભોજનમાં ભરેલા બટાકાની શાક 
  3. સાંજના ભોજનમાં મેથીની ભાજી અને રોટલી અથવા રોટલો
  4. સવારે ભાખરી ,
  5. બપોરનાં ભોજનમાં મિક્સ વેજીટેબલ નું શાક અને રોટલી ,
  6. કોબી બટાકાનું શાક અને રોટલી
  7. સવારે ભાખરી ,
  8. બપોરના ભોજનમાં લીલી ચોળીનું શાક અને રોટલી ,
  9. સાંજના ભોજનમાં લીલા ચણાનું શાક
  10. સવારે થેપલા ,
  11. બપોરનાં ભોજનમાં પાપડીનું શાક ,
  12. સાંજના ભોજનમાં લચ્છા પરાઠા
  13. સવારે પરોઠા
  14. બપોરના ભોજનમાં લીલી ચોળીનું શાક અને રોટલી ,
  15. સાંજના ભોજનમાં મેથીની ભાજી અને રોટલી અથવા રોટલો
  16. સવારે ભાખરી,
  17. બપોરના ભોજનમાં લીલા વટાણા બટાકાની શાક,
  18. સાંજના ભોજનમાં બાજરાના રોટલા અને આખી ડુંગળીનું શાક
  19. સવારે ગાંઠિયા ,
  20. બપોરના ભોજન ગુવાર બટાકાનું શાક,
  21. સાંજના ભોજન મકાઇ અને કેપ્સિકમનું શાક

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક  કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment