મસાલા ઢોસા બનાવવાની રીત
મસાલા ઢોસા બનાવવાની રીત ઢોસા એવી વસ્તુ છે જે દરેક ના ઘરમાં બનતી હોય અને લગભગ દરેકને ભાવતા જ હોય. ઘરમાં નાના મોટા દરેક ને ભાવતા ઢોસા જો સરસ ક્રિસ્પી બને તોજ મજા આવે, અને સરસ ક્રિસ્પી ઢોસા બનાવવા તેનું ખીરું એટલે કે બેટર સરસ પરફેક્ટ માપથી બન્યું હોય તોજ ઢોસા સરસ બને. બસ થોડું માપનું ધ્યાન રાખશો અને થોડી ટ્રીક ઢોસા બનાવવામાં વાપરશો તો ઢોસા બહારથી પણ સરસ બનશે… ઢોસા બનાવવા માં સૌથી પહેલા જોઈએ ચોખા અને દાળ ચોખા તમારી પાસે જે હોય એ લઈ શકાય પણ જો તેલીયા ચોખા હોય તો તેનું રિઝલ્ટ વધુ સારું આવે.
ઢોસા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તે તેટલા જ વધુ આરોગ્યપ્રદ હોય છે. કદાચ આ જ કારણ છે કે લોકો તેને નાસ્તાથી લઈને ડિનરમાં પણ તેને ખાવાનું પસંદ કરે છે. જો કે ઢોસા દર વખતે બહાર ખાવા એ સ્વાસ્થ્ય માટે સારું નથી પણ જો તમે ઇચ્છો તો તેને ઘરે પણ બનાવી શકો છો.
મસાલા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા ૩ કપ
- ૧ કપ અડદ દાળ
- ૨-૩ ચમચી ચણા દાળ
- ૧ ચમચી મેથી
- ૫-૭ નાના બાફેલા બટાકા
- ૨-૩ ડુંગરી લાંબી સુધારેલી
- ૨-૩ લીલા મરચા લાંબા સુધારેલા
- પા ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું
- ૧ દાડી મીઠો લીમડો
- ૧ ચમચી રાઈ
- આદુ નો નાનો કટકા ની પેસ્ટ
ઢોસા નુ ખીરુ બનાવવાની રીત
મસાલા ઢોસા બનાવવાની રીત મા ઢોસા ની મિશ્રણ બનાવવા માટે સૌ પ્રથમ ચોખા ને સાફ કરી પાણી થી બરોબર ધોઈ લ્યો ને એક તપેલીમાં ૩-૪ ગ્લાસ પાણી નાખી ચોખા ને ૫-૬ કલાક કે આખી રાત પલાડી મૂકો
બીજી તપેલી માં અડદ દાળ, ચણા દાળ ને મેથી લઇ ધોઈ લ્યો ને ૩-૪ ગ્લાસ પાણી નાખી ૫-૬ કલાક કે આખી રાત પલાડી મૂકો , હવે પલાળેલા ચોખા ને મિક્સર જાર માં લઇ જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો લ્યો
અડદ દાળ ચણા દાળ ને મેથી નખી જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો , હવે બને પીસેલી દાળ ને ચોખાના મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ૪-૫ કલાક ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ જગ્યાએ મૂકી દયો જેથી એમાં આથો આવી જાય.
ઢોસા બનાવતી વખતે આ 5 ભૂલો ના કરો
તવાને ગ્રીસ ના કરવો
તમને નાની ભૂલ લગતી હશે પણ આ ભૂલ તમારા ઢોસા સારી રીતે નથી બનતા. તમારે તવા પર વધારે તેલ રેડવાની જરૂર નથી. તમે ઢોસા બનાવતા પહેલા તવા પર થોડા ટીપાં રેડીને, અડધી કાપેલી ડુંગળી અથવા પેપર ટુવાલથી તેને ફેલાવો.
ખોટી પેન અથવા તવાના ઉપયોગ
સામાન્ય રીતે ઢોસા બનાવવા માટે લોખંડની પેનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ તમે નોન-સ્ટીક પેનનો પણ ઉપયોગ કરી શકો છો. જો કે આ સિવાય બીજા કોઈપણ સ્કીલેટનો ઉપયોગ કરશો નહીં.
બેટરની કન્સીસ્ટન્સી ઠીક ના હોવું
ઢોસા બનાવતા હોવ ત્યારે ઢોસાનું બેટર ક્રીમી હોવું જોઈએ. ઘટ્ટ બેટરને કારણે ઢોસા બરાબર બનતા નથી અને બેટર તવા પર પણ ચોંટી જાય છે. બીજી તરફ જો બેટર ખૂબ પાતળું હોય તો તે તવા પર ફેલાવતા જ તે બળી જશે. તેથી બેટરની કન્સીસ્ટન્સી પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.