જાણો રાજસ્થાની પ્રખ્યાત વાનગી દાળ, બાટી, ચૂરમા બનાવવાની રીત

દાળ, બાટી, ચુરમા રાજસ્થાની એક પ્રખ્યાત વાનગી છે. જે આજે લગભગ આખા ભારતના લોકો પસંદ કરે છે. તે રાજસ્થાની ભોજનમાં આવતી પરંપરાગત અને પ્રખ્યાત પ્રાચીન પ્રાદેશિક ભારતીય વાનગીઓમાં ની એક છે.

રાજસ્થાનમાં મોટાભાગે દરેક ઢાબા, રેસ્ટોરન્ટમાં દાલ બાટી ચુરમા મળે છે, પરંતુ આજે અમે તમને ઘરે બેઠા દાલ બાટી ચુરમાની મજા માણી શકો, એના માટે રેસીપી જણાવીશું. જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

બાટી માટેની સામગ્રી :-

ઘઉંનો લોટ 300 ગ્રામ, રવો 50 ગ્રામ, ખાવાનો સોડા 1/4 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, દેશી ઘી 2ચમચી,
ચૂરમા માટેની સામગ્રી :- બાટી 4, ખાંડ પાઉડર 3 ચમચી, થોડાક ડ્રાયફ્રુટ, દેશી ઘી 2 ચમચી

દાળની સામગ્રી :-

ચણાની ડાળ 1 ચમચી, મસૂરની ડાળ 1 ચમચી, મગની દાળ 1 ચમચી, તુવેરદાળ 1 ચમચી, અડદ દાળ 1 ચમચી, પાણી 500 મિલી, મીઠું સ્વાદ અનુસાર, હળદર પાવડર 1 ચમચી, તડકા માટેનું તેલ 2 ચમચી, જીરૂ 1 ટીસ્પૂન, હળદર પાઉડર 1/4 ચમચી, લાલ મરચું પાવડર 1/4 ચમચી, સૂકા લાલ મરચા 2.

પંચરતન દાળ બનાવવાની રીત :-

સૌપ્રથમ એક વાસણમાં ચણાની દાળ, મસૂર ની દાળ, અડદની દાળ, તુવેરની દાળ, મગની દાળ મિક્સ કરવી. આ બધી દાળને પાણીથી સારી રીતે ધોઈ લેવી. ત્યારબાદ કુકરને ગેસ પર મૂકીને તેમાં ત્રણ કપ પાણી નાખો. ત્યાર પછી તેમાં ધોયેલી દાળ, હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરવું. એ પછી કુકર ઢાંકણ થી બંધ કરી લેવું. ચાર સીટી ન આવે ત્યાં સુધી મધ્યમ તાપમાને ચડવા દેવી. 4 સીટી વાગ્યા પછી કુકર ને ઠંડુ થવા માટે ગેસ પરથી ઉતારી લેવું અને બાજુ પર રાખી દેવું. હવે દાળ માટેનો વઘાર તૈયાર કરવો.

વઘાર માટે સૌ પ્રથમ એક પેનમાં બે ચમચી ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને ફ્રાય કરવું. ત્યાર પછી તેમાં હળદર પાવડર, લાલ મરચાનો પાઉડર, સૂકા લાલ મરચા નાખીને હલકા તળી લેવા. ત્યારબાદ ગેસ બંધ કરો અને દાળ પર આ વઘાર લગાવવો. દાલબાટી ચૂરમા માટેની દાળ હવે તૈયાર છે.

બાટી બનાવવાની રીત :

બાટી માટે એક વાસણમાં ઘઉંનો લોટ, સોજી, ખાવાનો સોડા, દેશી ઘી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પહેલા તેની સારી રીતે મિક્સ કરી લેવું. ત્યાર પછી લોટમાં થોડું પાણી ઉમેરવું અને બાટી માટેનો નરમ લોટ બાંધી લેવો. લોટ બાંધ્યા પછી તેને દસ મિનિટ સુધી ઢાંકીને રાખો. જેથી કણક ફૂલી જાય ત્યાર પછી કણકને નરમ બનાવવા માટે તેને ફરીથી મસળી લેવો. ત્યાર પછી બાટી માટે તેમાંથી નાના બોલ બનાવી લેવા. હવે કણક માંથી લોટ લઈને તેને વડા બનાવતા હોય એ રીતે લગભગ ત્રણ ઇંચ ના વ્યાસ માં ફેલાવો. પછી તેની ચારે બાજુથી ફોલ્ડ કરો અને ઉપરથી સંપૂર્ણ રીતે બંધ કરીને બાટી બનાવો.

આ જ રીતે બધી કણકમાંથી બાટી બનાવીને તૈયાર કરવી. હવે બાટીને શેકવા માટે સૌપ્રથમ એક પેનમાં હલકું તેલ લગાવવું. ત્યાર પછી બાટીને પેનમાં બધા બ્લોકમાં મૂકો અને પછી પેનને ઢાંકી દેવી અને તેને એક બાજુથી ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લો.

ત્યારબાદ બાટીની ઉપર થોડું તેલ લગાવવું, પછી તેને બીજી બાજુ પલટીને ઢાંકણ ઢાંકી દેવું. બાટીને ફરીથી ત્રણથી ચાર મિનિટ સુધી શેકવી. જેથી બાટી ચારે બાજુથી સોનેરી રંગની થઈ જશે. બાટી શેકાયા પછી તેને પ્લેટમાં કાઢી લેવી.

ચુરમા માટે ત્રણથી ચાર બાટી કાઢીને અલગથી રાખવી. ચરમા માટે સૌપ્રથમ વાસણમાં શેકેલી ત્રણથી ચાર બાટી તોડીને તેના નાના ટુકડા કરી લેવા. ત્યાર પછી બાટીને મિક્સરમાં પીસીને ખૂબ જ બારીક કરી લેવી. હવે ગ્રાઇન્ડ કરેલી બાટીમાં ત્રણથી ચાર ચમચી દળેલી ખાંડ, થોડા ઝીણા સમારેલા ડ્રાયફ્રુટસ અને બે ચમચી દેશી ઘી ઉમેરવું. બધું બરાબર મિક્સ કરવું દાલબાટી માટે ચૂરમા પણ તૈયાર છે.

દાળ બાટી ચૂરમા ને સર્વ કરવા માટે દાળને થાળીમાં, ચૂરમાને બાઉલમાં, બાટીને દેશી ઘીમાં ડુબાડીને પછી થોડું સમારેલું સલાડ નાખીને સર્વ કરવું. તો આ છે રાજસ્થાની દાલ બાટી ચૂરમા ની રેસીપી.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ દાળ બાટી ચૂરમાની રેસીપી તમને જરૂરથી પસંદ આવશે.

Leave a Comment