પાલક ના મુઠીયા બનાવવાની

પાલક ના મુઠીયા બનાવવાની રીત – Palak muthiya recipe

પાલક ના મુઠીયા બનાવવાની સામગ્રી

  • પાલક 500 ગ્રામ
  • હિંગ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • ચોખા નો લોટ ½ કપ
  • બેસન ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • દહી 2 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • સફેદ તલ
  • ખાંડ 2 ચમચી
  • ભાખરી નો લોટ ½ કપ
  • સોડા 1 ચપટી

વઘાર કરવા માટેની સામગ્રી

  • લીમડા ના પાન 8-10
  • આખા લાલ મરચાં 2-3
  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • તેલ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2

પાલક ના મુઠીયા બનાવવાની રીત

પાલક મુઠિયા બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં લોટ, સમારેલું પાલક, આદુ, હળદર, ચટણી, મીઠું, ખાવાનો સોડા, હીંગ બધુ બરાબર મિક્સ કરો. પછી તેનો લોટ બાંધો. લોટ બંધાઈ ગયા બાદ નાના નાના મુઠિયા બનાવો. ઢોકળિયામાં થોડું પાણી ગેસ પર મૂકી તેમા તમામ મુઠિયાને બાફવા માટે મુકો. 25 મિનિટ પકાવો. બરાબર ચડી ગયા બાદ ગેસ બંધ કરી દો.

હવે વધાર કરવા માટે કઢાઈમાં તેલ ગેસ પર મૂકો. તેમાં રાય, હિંગ, મીઠા લીમડાના પાન, તેલ, હલદર, વગેરે ઉમેરી મુઠિયાના નાના પીસ કરી ઉમેરો. પછી કોથમીથી ગાર્નિસ કરો. હવે ખાવા માટે તૈયાર છે તમારા પાલકના મુઠિયા.

મુઠીયા પર વઘાર કરવા માટેની રીત

મુઠીયા પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં સફેદ તેલ અને લીમડાના પાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો.

ત્યાર બાદ પીસ કરીને રાખેલ મુઠીયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મુઠીયા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી પાલક ના મુઠીયા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના મુઠીયા ખાવાનો આનંદ માણો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આશા છે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે

 

Leave a Comment