ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી

ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી

ઉંધીયું બનાવતા માટેની સામગ્રી 

 • ½કપ વટાણા
 • ½કપ લીલાં ચણા
 • ½કપ તુવેરના દાણા
 • ગરમ પાણી જરૂર મુજબ
 • 1ચમચી ખાંડ 1
 • 1ચમચી લીંબુ નો રસ
 • 1ચમચી ગરમ મસાલો
 • 4-5ચમચી ગરમ તેલ
 • 1કપ બટેટા
 • 1કાચી કેળા
 • ½કપ તેલ
 • 1ચમચી અજમો
 • 1ચમચી સફેદ તલ
 • 1ચપટી હિંગ
 • 1ચમચી આદુ મરચા ની પેસ્ટ
 • 1ચમચી ઝીણું સુધારેલું લીલું લસણ
 • 1કપ સુરતી પાપડી
 • ½કપ વાલોર પાપડી
 • ½કપ તિંડીલા
 • 5રીંગણ
 • 1કપ કંદ
 • 1કપ સૂરણ
 • 1કપ સ્વીટ પોટેટો

ગ્રીન મસાલો બનાવવા

 • 1ચમચી આદુ મરચા ની પેસ્ટ
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • ½ચમચી હળદર
 • 3ચમચી ધાણા જીરું પાવડર
 • ½ચમચી અજમો
 • 2ચમચી ખાંડ
 • ½ચમચી ગરમ મસાલો
 • 2કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
 • 1કપ ઝીણી સુધારેલી મેથી
 • 2ચમચી સફેદ તલ
 • ½કપ નારિયલ નો ચૂરો
 • 1કપ ઝીણું સુધારેલું લીલું લસણ

ગ્રીન મસાલો બનાવવાની રીત

ગ્રીન મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલીમેથી, સફેદ તલ, નારિયલ નો ચૂરો,ઝીણું સુધારેલું લીલું લસણ, આદુ મરચા ની પેસ્ટ,સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર,અજમો, ખાંડ અને  ગરમ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો ગ્રીન મસાલો.

ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી

 1. ઉંધીયું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કંદ ના ટુકડા નાખો. હવે તેનેગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો.
 2. તેમાં સૂરણ નાખો. હવે તેને ગોલ્ડનબ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો. આવી રીતે વારાફરથી સ્વીટ પોટેટો, બટેટા અને કાચી કેળા ને સુધારી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
 3. તળી ને રાખેલ શાક માં બનાવી ને રાખેલ ગ્રીન મસાલો બે થી ત્રણ ચમચી જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
 4. સુરતી પાપડી અને વલોર પાપડી ને વચ્ચે થી ખોલી ને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં એક ચપટી બેકિંગ સોડાઅને મીઠું નાખી સરસ થી મિક્સ કરીને ઢાંકી ને રાખી દયો.
 5. ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં અડધો કપ જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાયએટલે તેમાં અજમો અને સફેદ તલ નાખો. હવે તેમાં હિંગ, આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
 6. તેમાં સુરતી પાપડી અને વાલોળ પાપડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.
 7. ત્યારબાદ તેમાં લીલાં ચણા, લીલા વટાણા,  તુવેર ના દાણા અને તિંદોળા ને બે ચીરા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલો ગ્રીન મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફરી થી ચાર થી પાંચ મિનિટ સુધી ચડાવી લ્યો.
 8. ત્યારબાદ તેમાં રીંગણાં ના ટુકડા કરી ને નાખો. હવે તેમાં બનાવી ને રાખેલ ગ્રીન મસાલો ત્રણ થી ચાર ચમચી જેટલો નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં ગરમ પાણી એક કપ જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે રીંગણ ને સરસ થી ચડાવી લ્યો.
 9. તેમાં તળી ને રાખેલ શાક નાખો. હવે તેમાં ફરી થી ગ્રીન મસાલો નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દયો.
 10. ત્યારબાદ તેમાં તૈયાર કરીને રાખેલ મેથી ના મુઠીયા નાખો. હવે તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં ફરી થી ગ્રીન મસાલો નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો.
 11. તેમાં ખાંડ, લીંબુ નો રસઅને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
 12. તૈયાર છે આપણું ટેસ્ટી ગુજરાતી ઉંધીયું. હવે તેને પૂરી, બાજરો લે જુવાર ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઉંધીયું ખાવાનો આનંદ માણો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આશા છે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે

 

Leave a Comment