કોઠા એ શરીરને ખૂબ જ ફાયદો કરે છે. કોઠા એ ખાટુ, તુરું, કડવું, ઠંડું છતાં કામશક્તિ વધારનારુ, મળને રોકનારું અને વાયુ અને પિત્તને રોકનાર છે. કોઠ કાચું હોય ત્યારે ખાટું અને મધુર જોવા મળે છે. તે કફ અને વિષનાશક છે. કોઠાના ગર્ભમાં સાઈટરીક એસિડ જોવા મળે છે. કોઠામાં કેલ્શિયમ અને લોહનો ક્ષાર પણ હોય છે.
ઔષધિય ગુણોથી ભરપૂર કોઠું પેટ સંબધી બિમારીઓ માટે રામબાણ ઇલાજ છે. ખાસ કરીને ગરમીમાં તે ખૂબ જ ઠંડક આપે છે. કોઠુ ઉર્જાનો સ્ત્રોત છે. તેના માવામાં ગોળ મિક્સ કરીને ખાવાી થાક દૂર થઇ જાય છે. સાથે તમે તાજગી અનુભવાય છે. તેનું શરબત પીવાથી મગજ શાંત રહે છે. કોઠાના પાંદળા હાઇબ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેના પાંદળાને બરોબર ઉકાળો, ત્યારબાદ પાણી ગાળીને પીવાથી બ્લડપ્રેશર સામાન્ય રહે છે.
આ કોઠા માનવ શરીર ની રોગપ્રતિકારક શક્તિ મા વધારો કરે છે તેમજ સાથોસાથ તે પાચનશક્તિ ને પણ મજબૂત બનાવે છે. આનાથી પાચનતંત્ર થી લગતા તમામ રોગો દૂર થઈ જાય છે.
કોઠું કફ, અરુચિ, શ્વાસ,ખાંસી, તરસ વગેરે જેવી સમસ્યાઓ દૂર કરે છે. કોઠું ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો મળે છે, માટે કોઠુ ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે. જે માનવ શરીરના શ્વાસ ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સ્થાપિત થાય છે. તો ચાલો કોઠું ખાવાના ફાયદા વિશે જાણીએ.
કોઠુ પેટની સમસ્યા દૂર કરે છે સાથે આંતરડા પણ સાફ કરે છે. ઉપરાંત કબજીયાત, અપચો વગેરેમાં પણ લાભદાયી બને છે. ગરમીમાં લુ થી બચવા માટે પાકેલા કોઠા ના માવાને મસળીને તેને પાણીમાં મિક્સ કરીને તેમાં થોડી ખાંડ નાખીને પીવાથી લૂ લાગતી નથી. તેમાં ગોળ અથવા સાકર નાખીને ચટણી પણ બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે. પાકા કોઠાનો મુરબ્બો પણ બનાવવામાં આવે છે .શરીર પર પિત્તના ધિંમણા પર કોઠીના પાનની ચટણી લગાવવાથી આરામ મળે છે.
કોઠાના બીજ હૃદય રોગ તેમજ માથાના દુખાવા જેવી સમસ્યાઓમાં પણ અસરકારક સાબિત થાય છે. આ ફળના બીજ નો રસ પીવામાં એકદમ ફિક્કો હોય છે. જેનાથી માનવ શરીરમાં થતી પિત્ત, કફ, ઉલટી તેમજ હેડકી જેવી તકલીફ દૂર થાય છે. સાથે સાથે આ ઝાડના ફૂલ પણ મોટાભાગે ઉપયોગમાં લેવાય છે. કોઈપણ પ્રકારના તાવને દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે.
કોઠાના પાનની ચટણી બનાવીને તેમાં દહીં નાખીને ખાવાથી મરડો મટે છે. કોઠામાં મરી, સૂંઠ અને પીપર મૂળ નાખીને ખાવાથી ઉલટી બંધ થાય છે. જે લોકોને રક્તસ્રાવ થતો હોય ત્યારે કોઠા અને બિલના ગર્ભને ખાવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે. ઉપરાંત હરસ મસામાં ફાયદો થાય છે. કોઠાના કુમળા પાનની ઊંઘવાથી હેડકીમાં રાહત મળે છે. ઉપરાંત કોઠાના પાનમાં પેપરના ચૂર્ણને નાખીને ખાવાથી ઉલટી માં રાહત થાય છે.
કોઠુ રક્ત દબાણ જેવી સમસ્યાથી પણ છૂટ કરવા પાવે છે. આ ફળનું સેવન કરવાથી રક્ત દબાણ નિયંત્રણમાં રહે છે. આ ફળના ઉપયોગથી ઘણા પ્રકારના નાના-મોટા રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. માનવ શરીરના તાપમાનની નિયંત્રણ રાખવા માટે પણ કોઠું ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ફળનું સેવન કરવાથી શરીરમાં જામેલ વધારાનો કોલેસ્ટ્રોલ દૂર થાય છે. ઉપરાંત આ ફળથી મોટાપાની સમસ્યાથી પણ રાહત મળે છે.
સ્ત્રીઓને પ્રદર રોગમાં કોઠી તથા વાસના પાનનો ચૂર્ણ મધમા મિક્સ કરીને આપવાથી ફાયદો થાય છે. સવારમાં પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવીને શરબત બનાવીને પીવાથી 15 દિવસમાં હરસ-મસા નાબુદ થાય છે. સવારે પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવીને શરબત બનાવીને 15 દિવસ સુધી નિયમિત પીવાથી હરસ નાબૂદ થાય છે. અસ્થમાના અટેક આવવા કે પછી હૃદયના ધબકારા અસામાન્ય હોય ત્યારે કોઠાના મૂળિયા નો ઉકાળો બનાવીને પીવાથી ખૂબ જ આરામ મળે છે.
કોઠાના પાનની વાટીને કાનમાં નાખવાથી કાનનો દુખાવો દૂર થાય છે. પાકા કોઠાને ખાવાથી ભૂખ વગેરેનો નાશ કરી શકાય છે. કોઠું પાકું, ખોટું સ્વાદમાં ખૂબ જ મીઠું હોવાથી શરીરની વિટામિન સી મળી રહે છે. કોઠામાં મરચું, કોથમીર, ફુદીનો, ગોળ વગેરે નાખીને ચટણી બનાવીને જમવાના અડધા કલાક પહેલા ખાવાથી ખોરાકની અરુચિ દૂર થાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજના લેખની વિશેષ માહિતી તમને જરૂરથી પસંદ આવશે.