શરીરમાં લોહીની કમીને દુર કરવા માટે કરો આ ઉપચાર જાણો

લોહીની ઉણપ: મિત્રો લોહી શરીર માટે ખૂબ જરૂરી તત્વો શરીરમાં લોહીનું પ્રમાણ યોગ્ય હોવું એ પણ ખૂબ જ મહત્વનું છે. લોહીનું હિમોગ્લોબીન તરીકે ઓળખવામાં આવે છે. જોકે આજકાલ ખરાબ આહારને કારણે હિમોગ્લોબીન નો સ્ત્રાવ ઘટી રહ્યું છે માટે પૌષ્ટીક ખોરાક લેવો ખૂબ જ જરૂરી બને છે.

જ્યારે શરીરમાં હીમોગ્લોબિન લેવલ ઓછું હોય છે. ત્યારે શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં દુખાવો, ગળામાં તકલીફ, અચાનક વજન ઘટવું, દ્રષ્ટિ ગુમાવી, ચકકર આવવા, હાથ-પગમાં નિષ્ક્રિયતા આવીવી, વધુપડતા વાળ ખરવા વગેરે ના લક્ષણો નો સમાવેશ થાય છે. સાથે જ ઘણા અન્ય લક્ષણો પણ જોવા મળે છે જો તમને કોઈ લક્ષણ દેખાય તો તમારે નીચે જણાવેલા પદાર્થોનું સેવન કરવું જોઈએ.

લોહી

ઈંડામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ પ્રોટીન રહેલું છે. વળી એમ શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે. એક ઈંડામાં લગભગ 1mg આયર્ન રહેલું છે. તેથી એનિમિયા ને રોકવા માટે તમે હાર માની નો સમાવેશ કરી શકો છો.

સોયાબીનમાં પણ આયા નગર માત્રામાં જોવા મળે છે.
એના માટે તમે એક મુઠ્ઠી સોયાબીનને આખી રાત પાણીમાં પલાળી રાખવા, અને સવારે ઉઠ્યા પછી તેને ખાવા જોઈએ. તે શરીરમાં આયર્નની ઉણપને દૂર કરે છે અને એનિમિયા ના લક્ષણો સામે લડવામાં પણ મદદ રૂપ થાય છે. આ ઉપરાંત સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ વધુ અને ચરબી ઓછી જોવા મળેલ છે. જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે.

દાડમમાં પોટેશિયમ અને ફાયદાની સાથે વિટામિન એ વિટામિન સી, વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલા છે. આ બધા પોષક તત્વો શરીરમાં લોહીની માત્રા વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઉપરાંત માથાનો દુખાવો દૂર કરવામાં ઉદાસી અને થાક જેવા એનિમિયાના લક્ષણો સામે લડવામાં પણ તે સહાયરૂપ બને છે.

લીલા શાકભાજી અને વિટામિન સીનો મહત્વનો સ્ત્રોત છે લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામિન્સ સાથે વિટામિન બી, વિટામીન એ, વિટામીન, કેલ્શિયમ, ફાઇબર, બીટાકેરોટિન જેવા ઘણા પોષક તત્વો રહેલા છે આ તમામ પોષક તત્વો શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે.

લીલા શાકભાજી

કોબીજ ના પાન એનીમિયા અને રોકવામાં મદદરૂપ થાય છે. કારણ કે કોબી આ પાનમાં ભરપૂર માત્રામાં આયર્ન અને કેલ્શિયમ રહેલા છે. જે શરીરમાં આયર્નની માત્રા ને વધારે છે. અને લોહીની ઉણપને દૂર કરે છે એના માટે શાકભાજી, સલાડ અને કોબીજ ના પાનનો જ્યૂસ લઈ શકો છો.

સફરજનના સેવનથી શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે. નિયમિત પણે સફરજન ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. સફરજનમાં જોવા મળતા તમામ પોષક તત્વો શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે, અને એનિમિયા ને રોકવામાં મદદ કરે છે આ સાથે સ્વસ્થ રહેવા માટે ફણગાવેલા મગ નું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

ફણગાવેલા મગમાં વિટામીન એ વિટામીન બી વિટામિન સી વિટામિન વિટામિન કે મળી રહે છે જે કેલ્શિયમ ફોસ્ફરસ પોટેશિયમ મેગ્નેશિયમ અને એના જેવા તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે. તેથી તમારે નિયમિત પણે તમારા આહારમાં ફણગાવેલા મગ નો સમાવેશ કરવો જોઈએ..જે શરીરમાં લોહીની ઊણપને પૂર્ણ કરવાની સાથે શરીરમાં ઊર્જા પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે.

એક લીંબુ એક ગ્લાસ પાણીમાં નીચોવીને તેમાં એક ચમચી મધ ભેળવો અને પીવો રોજ આ ઉપાય કરવાથી લોહી જલ્દી વધે છે.

એનીમિયાની બીમારીમાં પાલક દવા જેવું કામ કરે છે. પાલકમાં વિટામીન એ, સી બી9, આયરન, ફાઈબર અને કેલ્શિયમ વધુ હોય છે. પાલક એક જ વખતમાં 20 % સુધી આયર્ન વધે છે. પાલકનો ઉપયોગ તમે શાક અને સૂપ તરીકે કરી શકો છો.

લોહી વધારવામાં ઘરેલું ઉપાયમાં ટમેટા પણ ઉપયોગી છે. ઝડપથી લોહી પૂરું પાડવા માટે એક ગ્લાસ ટમેટાનું જ્યુસ રોજ પીવો. ઉપરાંત ટમેટા સૂપ પી શકો છો, ધારો તો સફરજન અને ટમેટાના જ્યુસને ભેળવીને પણ પી શકો છો.

શિંગોડા શરીરને શક્તિ પૂરી પડે છે, અને લોહી પણ વધારે છે. તેમાં ખાસ મહત્વના પોષક તત્વો મળી આવે છે. કાચા શિંગોડાનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધતું જોવા મળે છે.

શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવા માટે દૂધ અને ખજુર નું સેવન પણ ઉત્તમ ઉપાય છે. આ ઉપાય કરવા માટે રોજ ઊંઘતા પહેલા દુધમાં ખજુર નાખો અને દૂધ પીવો. દૂધ પીધા પછી ખજુર ખાઈ લો.

2 ચમચી તલ 2 કલાક માટે પાણીમાં પલાળી દો. પાણી ગાળીને તલને વાટીને પેસ્ટ બનાવો. તેમાં એક ચમચી મધ ભેળવો અને દિવસમાં બે વાર તે ખાવ.

રોજ એક ગ્લાસ ટમેટાનો રસ પીવાથી પણ લોહીની ઉણપ દુર થાય છે. ટમેટાનો સૂપ બનાવીને લઇ શકાય છે.

એક ગ્લાસ સફરજનનું જ્યુસ લો. તેમાં એક ગ્લાસ બીટ નો રસ અને સ્વાદ મુજબ મધ ભેળવો. તેને રોજ પીવો. આ જ્યુસમાં લોહ તત્વ વધુ પ્રમાણમાં હોય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

લોહીની ઉણપ મહત્વપૂર્ણ ઉપચાર તમને જરૂર પસંદ આવશે.

Leave a Comment